Home વ્યાપાર જગત - BUSINESS વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશની ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિની ઝડપી વૃધ્ધિએ ભારતીય શેરબજારની ફરી...

વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશની ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિની ઝડપી વૃધ્ધિએ ભારતીય શેરબજારની ફરી ઐતિહાસિક સપાટી તરફી આગેકૂચ…!!!

122
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૨૯૯.૩૨ સામે ૫૯૩૨૦.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૧૨૭.૦૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૧.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫.૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૪૪.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૦૬.૨૫ સામે ૧૭૬૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૦.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૩૭.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં દૂર થવા લાગતાં અને વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશભરમાં ઉદ્યોગો, બિઝનેસ ધમધમતા થવા લાગતાં આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં મજબૂત સુધારાની  અપેક્ષા અને આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં એનજી સહિતની ક્રાઈસીસ વધતાં અને યુરોપમાં પણ અનિશ્ચિતતાની પરિસ્થિતિ  વચ્ચે એશીયાના બજારોમાં નરમાઈથી વિપરીત એડવાન્ટેજ ભારત બની રહી ફંડોએ ભારતીય શેરબજારમાં આજે તોફાની તેજી કરી હતી.

દેશમાં એકથી વધુ પોઝિટીવ પરિબળો ઊભરી આવી ચોમાસાની સારી પ્રગતિ અને ઉદ્યોગોને સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો, રાહતોની પોઝિટીવ અસર સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચાલુ સપ્તાહના અંતે મળનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં પણ વ્યાજ દર મામલે પોઝિટીવ નિર્ણયની અપેક્ષા સાથે હવે શરૂ થનારી કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન પ્રોત્સાહક બની રહેવાની અપેક્ષાએ ફંડોએ આજે શેરોમાં તોફાની તેજી કરતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, હેલ્થકેર, મેટલ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૦ અને વધનારની સંખ્યા ૨૦૭૩ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આરબીઆઈ આગામી દિવસોમાં થનારી દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં સતત આઠમી વાર નીતિગત દરને યથાવત રાખી શકે છે. કેન્દ્રીય બેન્કે છેલ્લીવાર મે ૨૦૨૦માં રેપો રેટને ૦.૪૦% ઘટાડીને ચાર ટકા કર્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સદસ્યીય નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક ૬ ઓક્ટોબરે શરૂ થશે. પરિણામની જાહેરાત ૮ ઓક્ટોબર ૨૦૨૧ એ થશે. મોર્ગન સ્ટેનલીનુ કહેવુ છે કે આરબીઆઈ આગામી બેઠકમાં વ્યાજ દરને યથાવત રાખવાની સાથે પોતાના નરમ વલણને પણ જારી રાખશે. ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રાહક કિંમત સૂચકાંક આધારિત મોંઘવારી ૫%ની આસપાસ રહેશે.

એસબીઆઈ ચેરમેન દ્વારા તાજેતરમાં જ વ્યાજ દરને યથાવત રાખવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ. આરબીઆઈ પર પોતાના વલણમાં પરિવર્તનનુ દબાણ છે કેમ કે કેટલાક ઓદ્યોગિક દેશમાં નાણાંકીય નીતિના કારણે મોંઘવારી વધી રહી છે. ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એવામાં કેન્દ્રીય બેન્ક નીતિગત દરને યથાવત રાખી શકે છે. આગામી  દિવસોમાં ભારતના સપ્ટેમ્બર મહિના માટેના માર્કિટ સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય તેમ જ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field