Home વ્યાપાર જગત ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

135
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૦.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૪૪.૮૮ સામે ૫૯૯૪૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૭૯.૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૩.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૧૮૯.૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૨૯.૭૫ સામે ૧૭૮૩૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૦૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૮.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૧૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા દેશમાં ચોમાસાની સારી પ્રગતિ બાદ હવે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થતા ફંડોએ મેટલ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, બેઝિક મટિરિયલ્સ, રિયલ્ટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓટો, ટેક અને આઇટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૭ અને વધનારની સંખ્યા ૧૪૪૩ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, તાજેતરમાં શરૂ થયેલા ઓક્ટોબર માસમાં પણ આઈપીઓનો ધમધમાટ જારી રહેશે. ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં અંદાજીત ૧૨ કંપનીઓ આઈપીઓ લાવે તેવી સંભાવના છે. ૧૨ આઈપીઓ થકી અંદાજીત રૂ.૨૩૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરાશે. એક અંદાજ મુજબ બાર કંપનીઓ આઈપીઓ થકી રૂ.૨૩૭૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરે તેવી સંભાવના છે. ગત સપ્ટેમ્બર માસ દરમિયાન માત્ર પાંચ કંપનીઓના જ આઈપીઓ આવ્યા હતા. આ પાંચ આઈપીઓ થકી રૂ.૬૭૦૦ કરોડ ઊભા કરાયા હતા. આમ, સપ્ટેમ્બરની તુલનાએ ઓક્ટોબર દરમિયાન ભંડોળ એકત્ર કરવાનું પ્રમાણ ખાસ્સુ ઊંચુ રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન અત્યાર સુધી ૨૬ કંપનીઓએ આઈપીઓ થકી રૂ.૫૯૭૧૬ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન રૂ.૨૭૧૨૫ કરોડ ઊભા કરાયા હતા. ચાલુ માસે નાયકા, સ્ટાર, હેલ્થ, ફીનકેર સ્મોલ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઈ. બેંક, મોબી ક્વીક, એમક્યોર ફાર્મા સહિત અન્ય કંપનીઓ મુડીબજારમાં પ્રવેશ કરશે. ઉપરાંત ભારતની સૌથી મોટી વીમા કંપની નવેમ્બર સુધીમાં સેબીમાં તેના આઇપીઓ માટેના જરૂરી કાગળો દાખલ કરી શકે છે. એલઆઇસીનો આઇપીઓ દેશના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશની ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિની ઝડપી વૃધ્ધિએ ભારતીય શેરબજારની ફરી ઐતિહાસિક સપાટી તરફી આગેકૂચ…!!!
Next articleરિયલ્ટી અને ઓટો સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૮૮ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.