Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએ તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએ તેજી યથાવત્.…!!

162
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૬૧૪.૨૯ સામે ૫૧૦૩૧.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૫૬૫.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૭.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૭૩૧.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૯૫.૩૫ સામે ૧૪૯૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૪૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગેની જાહેરાત વચ્ચે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગત સપ્તાહમાં બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન જોવાયા બાદ ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ફંડોએ શેરોમાં આક્રમક તેજી સપ્તાહના અંત સુધી યથાવત રાખી હતી. કેન્દ્રિય બજેટ દેશના સર્વાંગી વિકાસ ખાસ આત્મનિર્ભર ભારત માટે મહત્વનું બની રહેવાના અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવતાં ફંડોએ શેરોમાં નવી લેવાલી થકી સતત વિક્રમી તેજીની ચાલ નોંધાતા બીએસઇ સેન્સેક્સ પ્રથમવાર ૫૧,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવીને ૫૧,૦૭૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટીને પાર કરીને ૧૫૦૦૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવ્યો હતો.

વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા નાણાં નીતિ હળવી કરાયા બાદ બજારમાં લિક્વિડિટીમાં વધારો થતા તેનો પ્રવાહ ઊભરતી બજારો તરફ વળ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની જાહેરાત બાદના દિવસે ભારતીય શેરબજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. જો કે ત્યારબાદ બજારમાં ફરી તેજી તરફી મુવમેન્ટમાં વિદેશી રોકાણકારોની મોટી ભૂમિકા રહી છે. વિદેશી રોકાણકારોની લેવાલીને પગલે ભારતીય શેરબજારના ઈન્ડાઈસિસ સતત નવી વિક્રમી સપાટી નોંધાવી રહ્યા છે. જો કે વૈશ્વિક કેન્દ્રીય બેન્કો ખાસકરીને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાં નીતિમાં કોઈપણ ફેરબદલ ભારતના શેરબજારો સામે જોખમી બની શકે છે. નાણાં નીતિમાં ફેરબદલથી ભારત સહિતની ઊભરતી બજારોમાંથી આઉટફલોસ પણ જોવા મળી શકે છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, આઇટી, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૮ અને વધનારની સંખ્યા ૧૨૮૯ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે, પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. વૈશ્વિક મોરચે હજુ અનિશ્ચિતતાના દોર કાયમ રહેવા સાથે અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ કોરોના સંક્રમણને રોકવાના બાઈડેન સરકાર દ્વારા મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા સાથે અર્થતંત્રને પટરી પર લાવવા લેવાઈ રહેલા પગલાં પર નજર રહેશે. ઉપરાંત સ્થાનિક સ્તરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!
Next articleસાવધાન…!! શેરબજાર માં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.