Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

84
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૨૫૫.૭૫ સામે ૫૦૨૧૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૯૨૬.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬૧.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૮.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૬૧૪.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૨૦.૫૫ સામે ૧૪૭૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૯૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી, પરંતુ કેન્દ્રિય બજેટ દેશના સર્વાંગી વિકાસ સાથે ખાસ કરીને આત્મનિર્ભર ભારત માટે મહત્વનું બની રહેવાના અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવતાં ફંડોએ આજે સતત ચોથા દિવસે શેરોમાં ઓલ રાઉન્ડ તેજી ચાલુ રાખી હતી. કેન્દ્રિય બજેટને સોમવારે વધાવનાર ભારતીય શેરબજારમાં સતત બજેટ રેલી ચાલુ રહેતા આજે બીએસઇ સેન્સેક્સે ફરી ૫૦૬૮૭.૫૧ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૪૯૩૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

ગત સપ્તાહમાં બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન જોવાયા બાદ ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ફંડોએ શેરોમાં આક્રમક તેજી ચાલુ રાખી હતી. બેંકિંગ-ફાઈનાન્શિયલ ક્ષેત્રે બજેટમાં અપાયેલા પ્રોત્સાહનોની પોઝિટીવ અસર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ માટે રૂ.૩૫,૦૦૦ કરોડની ફાળવણી અને અન્ય જોગવાઈઓ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પ્રોત્સાહનોની પોઝિટીવ અસરે ફંડોએ શેરોમાં આજે તેજી કરી હતી. ભારતીય શેરબજારમાં માત્ર ચાર દિવસમાં અંદાજીત ૮%થી વધુની બજેટ રેલી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુરોપના બજારોમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી હતું, જ્યારે એશિયાના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. દરમિયાન વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવોમાં આગેકૂચ જોવા મળી હતી.

આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૩ અને વધનારની સંખ્યા ૧૮૫૭ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો નો પ્રવાહ વર્ષ ૨૦૧૩ બાદ પહેલી વખત સૌથી વધુ જોવા મળ્યો છે. વર્તમાન  નાણાંવર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈએ અત્યારસુધીમાં અંદાજીત  ૩૧.૭૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જે ૨૦૧૨-૧૩ના નાણાં વર્ષમાં ઠલવાયેલા ૨૫.૮૦ અબજ ડોલર બાદ સૌથી વધુ છે. દેશમાં કોરોનાવાઈરસને લગતા લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ અને કોરોના વેકસિનમાં સફળતા બાદ ઉપભોગતાના માનસમાં પણ સુધારો થતા સેવા ક્ષેત્રે માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસમાં વધારા બાદ હવે દેશના જાન્યુઆરી માસના સેવા ક્ષેત્રના પીએમઆઈમાં પણ વધારો જોવા મળ્યો છે.

સેવા ક્ષેત્રનો નિક્કી આઈએચએસ માર્કિટ પીએમઆઈ જે ડિસેમ્બરમાં ૫૨.૩૦ હતો તે જાન્યુઆરી માસમાં વધીને ૫૨.૮૦ રહ્યો છે. ૫૦થી ઉપરના પોઈન્ટને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ પોઈન્ટની ઉપર રહ્યો છે. આગામી દિવસોમાં સેવા પૂરી પાડવાના ખર્ચમાં કેટલો વધારો થાય છે તે એક ચિંતાની બાબત છે અને ફુગાવાનો દર પણ પ્રમાણમાં ઊંચો છે. ફુગાવાના ઊંચા દરને જોતા રિઝર્વ બેન્કની ગઈકાલથી શરૂ થયેલી નાણાં નીતિની સમીક્ષાની બેઠક પર નજર રહેશે.

Print Friendly, PDF & Email