રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૮૨૩.૩૬ સામે ૫૪૦૭૧.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૦૩૪.૩૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૬.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૩૬૯.૭૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૪૬.૫૦ સામે ૧૬૨૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૮૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૫૬.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે વિક્રમી તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો. કોરોના સંક્રમણમાં ઘટાડાની સાથે દેશમાં ઔદ્યોગિક – આર્થિક ગતિવિધિ વધતાં અને અનલોક ઝડપી બની રહ્યું હોઈ આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિએ આગામી દિવસોમાં કૃષિ સાથે ગ્રામીણ અર્થતંત્રમાં વિકાસની ઝડપ જોવા મળશે એવા અંદાજોએ તેમજ વૈશ્વિક મોરચે પણ રિકવરી રહેતાં ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા સંસદમાં કરેલા નિવેદનમાં વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા અર્થતંત્રને વેગ આપવા પગલાં લેવાઈ રહ્યાનું આપેલા સંકેતોની પોઝિટીવ અસર જોવાઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સપ્તાહના અંતે યોજાનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ પૂર્વે વ્યાજ દર વર્તમાન ફુગાવાના ઊંચા દરને જોતાં જાળવી રાખવામાં આવે એવી શકયતા વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલી બાદ આજે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૪૪૬૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૨૯૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. આ સાથે ફુગાવા – મોંઘવારીને અંકુશમાં લેવા માટે પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડો જરૂરી બની ગયો હોઈ આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની પોઝિટીવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ, એનર્જી અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૯ અને વધનારની સંખ્યા ૧૧૩૭ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૨૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો હતો. સેકન્ડરી માર્કેટની સાથોસાથ દેશના મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહ્યું છે. અનેક સારી કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે.
દેશની મેન્યુફેકટરીંગ ક્ષેત્રની કામગીરીમાં સુધારો થતા જુલાઈ માસનો મેન્યુ. પીએમઆઈ વધીને ૫૫.૩૦ની ત્રણ માસની ઊંચી સપાટીએ રહ્યો હતો. આ સાથે જુલાઇ માસનું જીએસટી કલેકસન ફરી એકવાર વધીને રૂ.૧ લાખ કરોડ પહોંચી ગયું છે. જે શેરબજાર માટે ટેકારૂપ બની રહેશે. આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની થનારી સમીક્ષા અને જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.