Home વ્યાપાર જગત - BUSINESS ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશની ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિમાં વૃદ્ધિ નોંધાતા ફંડોની...

ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશની ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિમાં વૃદ્ધિ નોંધાતા ફંડોની સાર્વત્રિક લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!

218
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૫૦.૬૩ સામે ૫૩૧૨૫.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૦૮૮.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯૯.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૨.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૮૨૩.૩૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૦૯.૦૦ સામે ૧૫૯૪૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૯૧૨.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૧.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૧૫૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેર ફરી વિવિધ દેશોમાં વકરી રહ્યાના અને ભારતમાં પણ કેટલાક રાજયોમાં સંક્રમણ ફરી વધી રહ્યાના આંકડાના નેગેટીવ પરિબળ અને પીએસયુ બેંકોમાં ડિસઈન્વેસ્ટમેન્ટને આગામી વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવ્યાના અહેવાલ છતાં કોર્પેોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન એકંદર સારી નીવડી રહી હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફોરન થતાં સ્થાનિક ફંડો દ્વારા શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૩૮૮૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૧૬૨ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.

કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડો દ્વારા આજે શેરોમાં સાર્વત્રિક તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ઐતિહાસિક સ્તરે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૫ અને વધનારની સંખ્યા ૧૭૪૦ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઓછી થતાં અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું છે. સ્થાનિક તથા વિદેશની બજારોમાં માંગ વધતા જુલાઈ માસમાં ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વૃધ્ધિ સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે જુન માસમાં ૪૮.૧૦ હતો તે જુલાઈ માસમાં વધીને ૫૫.૩૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. નવા વેપાર તથા કોરોનાને લગતા નિયમો હળવા અને વેપાર કામકાજમાં સુધારો થતાં સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી ૩૩% કંપનીઓએ ઉત્પાદનમાં ઝડપી ગતિએ વૃદ્ધિ દર્શાવી છે.

અર્થતંત્રની રિકવરીનો વધુ એક પુરાવો દેશના બેરોજગારીના આંકડા આપી રહ્યાં છે. જુલાઈ માસમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર રહ્યો છે. દેશમાં જીએસટી અને સેલ્સ ટેક્સ કલેકશન, માંગમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે સાથે સ્થિતિ સુધરી રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડીને ૯.૫% કર્યું હતુ, જે દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુમાનની સાપેક્ષે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને સહારો આપવા માટે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી વ્યાજદર રેકોર્ડ નીચલા લેવલે યથાવત રાખ્યાં છે. આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા થનારી ધિરાણ નીતિની સમીક્ષામાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના વધુ એક બાળકને મસ્કયુલર એટ્રોફીની બિમારી, વિવાના પરિવારની મદદ માટે અપિલ
Next articleભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.