રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૭૬.૮૨ સામે ૭૪૪૧૩.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૮૫.૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧૬.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૦.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૨૨૭.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૪૨.૬૦ સામે ૨૨૬૪૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૪૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૮.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૩૭.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડ ૮૯ ડોલરની સપાટી પાર કરી જવા સાથે ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૮૫ ડોલર ઉપર પ્રવર્તિ રહ્યા હોઈ વૈશ્વિક ફુગાવાના વધતાં જોખમ અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો હવે જૂનને બદલે વિલંબથી કરવાના સંકેતે વૈશ્વિક બજારોમાં સાવચેતી પાછળ ગઈકાલે ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ, નિફટી બેઝડ અફડાતફડીના અંતે સાવચેતીમાં સાધારણ નરમાઈ રહી હતી, જો કે આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં નીચા મથાળે નવી લેવાલી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ બીએસઈ સેન્સેક્સે ૭૪૫૦૧.૭૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૬૬૯.૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
અમેરિકન શેરબજારોમાં તેજી સાથે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ સાથે ભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, સર્વિસીસ, એફએમસીજી, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને કોમોડીટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૭ અને વધનારની સંખ્યા ૨૪૫૧ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક ૩.૦૬%, ટાઈટન કંપની ૧.૯૮%, ટેક મહિન્દ્રા ૧.૭૪%, એશિયન પેઈન્ટ્સ ૧.૭૨% અને ટીસીએસ ૧.૪૧% વધ્યા હતા, જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૫૨%, ભારતી એરટેલ ૧.૪૪%, જેએસડબલ્યૂ સ્ટીલ ૧.૦૧%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૯૬% અને આઈટીસી ૦.૬૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૯૫ લાખ કરોડ વધીને ૩૯૮.૩૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સમાપ્ત થયેલા માર્ચમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સાથોસાથ ગયા મહિને સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડસની ભારતીય બજારમાં એકંદરે વિક્રમી નેટ ખરીદી રહી છે. ગયા મહિને સ્મોલ કેપ તથા મિડકેપ સ્ટોકસમાં જંગી વેચવાલી વચ્ચે ફન્ડોની આ ખરીદી જોવા મળી છે ઉપરાંત બ્લ્યુચીપ કંપનીઓમાં મોટા બ્લોક ડીલ પણ જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉનને પરિણામે શેરબજારમાં ભારે વેચવાલી આવી હતી તે સમયે ફન્ડોએ પસંદગીના શેરોમાં નાણાં ઠાલવ્યા હતા.
મ્યુચ્યુઅલ ફન્ડોની જંગી ખરીદીને પરિણામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની એકંદર ખરીદીનો આંક ઊંચો રહેવા પામ્યો છે. ડીઆઈઆઈમાં મ્યુચ્યુઅલ ફન્ડસ ઉપરાંત વીમા કંપનીઓ તથા પેન્શન ફર્મ્સનો પણ સમાવેશ થાય છે. માર્ચ મહિને ડીઆઈઆઈની એકંદર રૂ.૫૬૩૦૦ કરોડની ખરીદી સાથે નવી ઊંચી સપાટીએ રહી હતી. જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરી માસમાં ફોરેન ફંડો શેરોમાં મોટાપાયે વેચવાલ બન્યા બાદ માર્ચ માસમાં ફોરેન ફંડો ખરીદદાર બન્યા છે એ વાસ્તવિકતા સ્વીકારી સાવચેતી રાખવી અતિ જરૂરી છે. ચુંટણી પૂર્વે કરેકશન અનિવાર્ય હોવાનું અને ફંડો દરેક ઉછાળે મોટાપાયે નફો મળતાં શેરોમાં પ્રોફિટ બુકિગ કરે એવી શકયતા છે તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.com
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.