Home મનોરંજન - Entertainment તાપસી પન્નુના લગ્નથી લઈને સંગીત સેરેમની સુધીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તાપસી પન્નુના લગ્નથી લઈને સંગીત સેરેમની સુધીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

97
0

(જી.એન.એસ),તા.૦૪

મુંબઈ,

તાપસી પન્નુ હોળી પહેલા 23 માર્ચે તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. અત્યાર સુધી આ લગ્ન વિશે માત્ર ચર્ચા જ થતી હતી, પરંતુ બુધવારે લગ્નથી લઈને સંગીત સેરેમની સુધીના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાપસી અને મથિયાસના લગ્ન ઉદયપુરમાં પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો વચ્ચે થયા હતા. જોકે, તાપસીએ હજુ સુધી લગ્નને લઈને કોઈ જાહેરાત કરી નથી. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી કહી રહી છે કે તેના જીવનના આ તબક્કે તે હવે કામ સિવાય તેની જિંદગીનો આનંદ માણી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી બહેન શગુન અને પતિ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે.  

આ સિવાય વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી તેની બહેન શગુન પન્નુ સાથે ડાન્સ કરી રહી છે. બંન્ને દિલ તો પાગલ હૈ પર ડાન્સ કર્યો હતો. એવા અહેવાલો છે કે, 23 માર્ચના રોજ અભિનેત્રીએ લગ્ન કર્યા છે. તાપસી થપ્પડના સહ-કલાકાર પાવેલ ગુલાટી અને તેના ખાસ મિત્રો અભિલાષ થપલિયા અને સ્ક્રિનપ્લે રાઈટર કનિકા ઢિલ્લન લગ્નમાં હાજર રહ્યા હતા. માથિયાસ બોએ બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાંઈ , ચિરાગ શેટ્ટી સહિતના કેટલાક બેડમિન્ટન ખેલાડીને પણ લગ્ન માટેનું આમંત્રણ આપ્યું હતુ.બીજા વિડિયોમાં તાપસી પન્નુ મથિયાસ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. બંને સાલસા કરતા જોવા મળે છે,

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleસિરિયલ ‘અનુપમા’ની લીડ રોલ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ અનુપમાના પાત્ર માટે વડાપ્રધાન મોદીની મદદ લીધી હતી