રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૬૦૦.૬૧ સામે ૪૯૧૯૩.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૧૯૩.૨૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬૧.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૯૭.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૯૭.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૫૧.૨૫ સામે ૧૪૫૧૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૮૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૭.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૧૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં બજેટ બાદ ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. આજે સપ્તાહના સતત બીજા દિવસે શેરબજારમાં ભારે ખરીદીથી બીએસઇ સેન્સેકસે ફરી એક વખત ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી. અંદાજીત ૧૧ વર્ષમાં પહેલી વખત બજેટ બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી માસના અંતે રોજબરોજ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવાયા બાદ નાણાપ્રધા દ્વારા આ વખતે ઐતિહાસિક બજેટ માં મોટાભાગની ઈન્ડસ્ટ્રી માટે રાહતો આપવામાં આવતા ભારતીય શેરબજારમાં ફરી વિક્રમી તેજી તરફી દોટ આગળ વધી છે.
કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટ માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે આ મહામારીનો અંત નજીક આવવાની આશાએ વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં સાથે કોરોના મહામારીના કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટમાં વધુ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવતા, વેક્સિનની સફળતા અને એફઆઇઆઇ તેમજ સ્થાનિક ફંડોની લેવાલીને કારણે ભારતીય શેરબજાર વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૬ અને વધનારની સંખ્યા ૧૭૧૪ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે નવા સંક્રમણને લઈ થઈ રહેલી ચિંતા સામે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ હવે વિશ્વભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી અમલી બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતમાં શરૂ થયેલા આ વેક્સિનેશન પ્રોગ્રામની સાથે સાથે હવે કેન્દ્રિય બજેટ બાદ કેન્દ્ર સરકારનું ફોક્સ આર્થિક વિકાસને પટરી પર લાવવાની તૈયારી પર છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. આગામી દિવસોમાં તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.
આવતીકાલે ૩, ફેબ્રુઆરી ૨૦૨૧થી શરૂ થનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસીની કમિટી મીટિંગ અને ૫, ફેબ્રુઆરી ૨૦૨૧ના એનો નિર્ણય તેમજ ૫, ફેબ્રુઆરીના બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના રજૂ થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે, ઉપરાંત વૈશ્વિક સ્તરે ચાઈનાના મેન્યુફેકચરીંગ પીએમઆઈ અને અમેરિકા તેમજ યુરો એરિયાના જાહેર થનારા મેન્યુફેકચરીંગ પીએમઆઈ પર નજર વૈશ્વિક શેરબજારો સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.