Home વ્યાપાર જગત વર્ષ ૨૦૨૧ – ૨૨ નું સર્વાંગી વિકાસલક્ષી બજેટ…!!

વર્ષ ૨૦૨૧ – ૨૨ નું સર્વાંગી વિકાસલક્ષી બજેટ…!!

104
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૨૮૫.૭૭ સામે ૪૬૬૧૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૬૪૩૩.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૧૪.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૬૦૦.૬૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૭૦૯.૧૦ સામે ૧૩૭૮૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૬૯૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮૫.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૩૯૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

મોદી સરકારના છેલ્લા ૬ બજેટમાં ૪ વખત ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. ગત વર્ષે બજેટના દિવસે શેરબજાર ૨.૪૩% ઘટાડા સાથે બંધ રહ્યું હતું, જેના વિપરીત આજે ભારતીય શેરબજારોમાં કેન્દ્રીય બજેટથી રોનક સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે બજારે દરેક સેક્ટરમાં પ્રત્યાઘાતી ઘટાડેથી નવી લેવાલી થકી અંદાજીત ૨૩૦૦ પોઈન્ટની તેજી તરફી મુવમેન્ટ આકર્ષક બનાવી હતી. અત્રે એ ઉલ્લખેનીય છે કે આજે વિદેશી સંસ્થાઓ ની વેચવાલી જોવા મળી ના હતી

ગત વર્ષે બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ડિસિન્વેસ્ટમેન્ટની મદદથી ૨.૧ લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ કોરોનાને કારણે મોદી સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસિન્વેસ્ટમેન્ટથી કમાણીના નક્કી કરેલા લક્ષ્યાંકને આંબી શકી ન હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં ડિસિન્વેસ્ટમેન્ટ અંગે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે BPCL, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ જેવી કંપનીઓનું ડિસિન્વેસ્ટમેન્ટ ૨૦૨૨ સુધીમાં થઈ જશે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિસિન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સાથે જ LICનો પણ IPO આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરવામાં આવી હવે વીમા ક્ષેત્રમાં ૭૪% સુધી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટથઈ શકશે. પહેલા અહીં માત્ર ૪૯% સુધીની પરવાનગી હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે રાષ્ટ્રીય રેલ યોજના ૨૦૩૦ તૈયાર થઈ ગઈ છે. કુલ રૂ.૧.૧૦ લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સિટી બસ સેવાને વધારવા પર ફોકસ કરવામાં આવશે. તેના માટે ૧૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર તરફથી આત્મનિર્ભર ભારત પેકેજની ઘણી યોજનાઓ કોરોના કાળમાં દેશમાં લાવવામાં આવી. જેથી અર્થવ્યવસ્થાની ગતિ આગળ વધારી શકાય. સીતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ ૨૭.૧ લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. આ તમામ પાંચ મિની બજેટ સમાન હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે બજેટ ડિજિટલ બજેટ છે, તે એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે, જોકે ગ્લોબલ ઈકોનોમિની સાથે પણ આવું જ થયું છે. વર્ષ ૨૦૨૧ ઔતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ ૮.૩૩%, ફાઈનાન્સ ૭.૪૯%, રિયલ્ટી ૬.૬૫%, કેપિટલ ગુડ્સ ૫.૪૮%, મેટલ ૫.૧૯%, ઈન્ડસ્ટ્રિયલ્સ ૪.૮૮%, ઓટો ૪.૨૧%, બેઝિક મટિરિયલ્સ ૪.૧૪%, ટેલિકોમ ૪.૦૭%, કંઝ્યુમર ડ્યુરેબ્લસ ૩.૩૮%, સીડીજીએસ ૩.૨૦%, પાવર ૨.૯૫%, યુટિલિટીઝ ૨.૬૩% અને એનર્જી ૨.૫૭%નો ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ લેવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૧૩ અને વધનારની સંખ્યા ૧૯૨૮ રહી હતી, ૧૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારી દરમિયાન વી-શેપ રિકવરી સાથે ચાલુ નાણાકીયવર્ષ માટે આર્થિક સર્વેમાં ૭.૭% નેગેટીવ જીડીપી વૃદ્વિના મૂકાયેલા અંદાજ સામે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૧%નો પોઝિટીવ વૃદ્વિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.  આ વખતે કેન્દ્રિય બજેટમાં ઐતિહાસિક પ્રોત્સાહક જોગવાઈઓ રજૂઆત થઈ છે. બજેટ સાથે શેરોમાં તોફાની તેજી પણ જોવાય છે, પરંતુ આ બજેટની જોગવાઈ રજૂ થવાની સાથે સાથે ભારતીય શેરબજાર હજુ ઓવરબોટ ઝોનમાં હોવાથી શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવો હજુ કરેકશન અનિવાર્ય હોઈ શેરોમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે ૩, ફેબ્રુઆરીના ભારતી એરટેલના રિઝલ્ટ, ૪, ફેબ્રુઆરીના હીરો મોટોકોર્પ, એચપીસીએલ, એનટીપીસી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો પર નજર રહેશે.

Print Friendly, PDF & Email