Home Uncategorized યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે જાતિવાદથી સોનમ કપૂર નારાજ

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે જાતિવાદથી સોનમ કપૂર નારાજ

112
0

(જી.એન.એસ),તા.૦૯


નવીદિલ્હી


રશિયા અને યુક્રેન વચ્ચે સતત 14 મા દિવસે પણ યુદ્ધની સ્થિતિ છે. ભારતે રશિયા અને યુક્રેન બંનેને વારંવાર વિનંતીઓ કરવા છતાં, ભૂતપૂર્વ યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સલામત કોરિડોર બનાવવામાં આવ્યો ન હતો. જોકે હવે તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા સોનલ કપૂરે લખ્યું છે કે ‘ભારતીય લોકો આ યુદ્ધમાં બંને તરફથી જાતિવાદનો સામનો કરી રહ્યા છે. ભારતીય લોકો સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે નિંદનીય છે તે તરત જ સમાપ્ત થવુ જોઈએ.” માત્ર ભારતીય લોકો જ નહીં આફ્રિકાના ઘણા વિદ્યાર્થીઓ પણ આ પ્રકારના જાતિવાદનો સામનો કરી રહ્યા છે. તેને અને અન્ય વિદેશીઓને તેમના રંગને કારણે યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચેના ચેકપોઇન્ટ પર જાહેર પરિવહન બસમાંથી ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બસમાંથી ઉતર્યા પછી તેને એક બાજુ ઊભા રહેવાનું કહેવામાં આવ્યું કારણ કે લોકોએ કહ્યું કે માત્ર યુક્રેનિયન નાગરિકો જ બસમાં બેસી શકે છે. નાઈજિરિયન વિદ્યાર્થીના વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક અધિકારીએ તેને કહ્યું, “જો તમે કાળા છો તો તમારે બસમાં બેસવુ ન જોઈએ.” આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે તે હંગેરી પહોંચતાની સાથે જ તે નાઈજીરિયાની ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેણે કહ્યું કે આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેને વારંવાર કહેવામાં આવ્યું કે જો તમે કાળા છો, તો તે તમારા માટે ડિસએડવાન્ટેઝ છે. આ દરમિયાન યુદ્ધગ્રસ્ત શહેર સુમીમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,આ પહેલા સુમીમાં ફસાયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો વીડિયો શેર કર્યો હતો. જેના પરથી ખબર પડી કે તેને ટ્રેનમાં ચડતા અટકાવવામાં આવી રહ્યો છે અને તે સ્થાનિક દુકાનોમાં પણ જાતિવાદનો સામનો કરી રહ્યા હતા. આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોનમે આ સમાચાર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે.સાથે જ તેણે ભારતીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ જાતિવાદ પર ટિપ્પણી કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદર્શિલ સફારીએ ‘તારે જમીન પર’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું
Next articleવિરાટ કોહલી મેદાન પર હોય ત્યારે તે રાજા છે તેવું લાગે છે : પ્રદીપ સાંગવાન