Home દુનિયા - WORLD દેશની સુરક્ષા અને બોર્ડર પર બાજ નજર રાખવા સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000...

દેશની સુરક્ષા અને બોર્ડર પર બાજ નજર રાખવા સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી

62
0

(જી.એન.એસ),તા.૨૩


નવીદિલ્હી


સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના સશસ્ત્ર દળોને પ્રોત્સાહન આપવા માટે 8,357 કરોડના મૂડી સંપાદનની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. એક નિવેદનમાં જણાવાયું છે કે ‘બાય ઈન્ડિયા’ શ્રેણી હેઠળના તમામ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આજે ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ સ્ટાર્ટઅપ્સ/MSMEs પાસેથી 380.43 કરોડની 14 વસ્તુઓની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વસ્તુઓ આર્મી, નેવી, એરફોર્સ દ્વારા ખરીદવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એક્વિઝિશન કાઉન્સિલે ડિફેન્સ એક્સેલન્સ સ્ટાર્ટઅપ્સ/MSMEs માટે નવી સરળ પ્રક્રિયાને પણ મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાન અને ચીન સરહદ પર નજર રાખવા માટે સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સેટેલાઇટથી ભારતીય સેના સરહદ પર નજર રાખી શકશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકે ભારતીય સેના માટે ભારતમાં સમર્પિત સેટેલાઇટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેટેલાઇટ GSAT 7B માટેનો પ્રોજેક્ટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઈસરો) સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવશે અને ભારતીય સેનાને મદદ કરશે.સેનાએ સરહદી વિસ્તારોમાં પોતાની દેખરેખ વધારી દીધી છે. ભારતીય નૌકાદળ અને વાયુસેના પાસે પહેલેથી જ પોતાના સમર્પિત ઉપગ્રહો છે જે ભારતીય સેનાને ક્ષમતા હાંસલ કરવામાં મદદ કરશે. એપ્રિલ-મે 2020 થી ચીન સાથેના સૈન્ય અવરોધ પછી, ભારતીય સેના ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ડ્રોન સહિતની તેની સર્વેલન્સ સંપત્તિઓને મજબૂત કરવા સાથે ક્ષમતાઓને અપગ્રેડ કરવાની દિશામાં કામ કરી રહી છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈસરો દ્વારા નિર્મિત ઉપગ્રહ દેશમાં સ્વદેશી ઉદ્યોગોના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ મદદ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરમાં અને ઓફીસમાં આયકર વિભાગના દરોડા
Next articleભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી