Home દુનિયા - WORLD હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરમાં અને ઓફીસમાં આયકર વિભાગના દરોડા

હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરમાં અને ઓફીસમાં આયકર વિભાગના દરોડા

64
0

(જી.એન.એસ),તા.૨૩


નવીદિલ્હી


હીરો મોટોકોર્પનો સ્ટોક છેલ્લા એક સપ્તાહમાં 1 ટકા ઘટ્યો છે. છેલ્લા એક મહિનામાં 11 ટકા સ્ટોક તૂટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 4 ટકા નકારાત્મક વળતર આપ્યું છે. આ સિવાય માર્ચ 2021ની સરખામણીમાં માર્ચ 2022 સુધીના સમયગાળામાં સ્ટોકમાં 23 ટકાનો ઘટાડો થયો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં હીરો મોટરકોર્પનો કુલ નફો 36.7 % ઘટીને રૂ. 686 કરોડ થયો છે. બરાબર એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં, હીરો મોટોકોર્પનો નફો 1084.47 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ કામગીરીમાંથી રૂ. 7883 કરોડની કમાણી કરી હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 9776 કરોડ હતી. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની કમાણી 19.4% ઘટી છે. શેરબજારમાં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટમા મોટી કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગની ટીમે, પવન મુંજાલના ગુડગાંવ સ્થિત ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હીરો મોટોકોર્પએ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની 40 થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે. હીરો મોટોકોર્પ એશિયા, આફ્રિકા, અમેરિકા જેવા દેશોમાં પણ વ્યવસાય કરે છે. કેટલાક આંકડાઓ પરથી જ એ જાણી શકાય છે કે, ભારતીય ટુ-વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ કેટલી મોટી કંપની છે. ભારતમાં વેચાતા તમામ ટુ વ્હીલર્સમાંથી 50 ટકા ટુ વ્હીલર્સ હીરો મોટોકોર્પના વેચાઈ રહ્યાં છે. દરોડાના સમાચાર બાદ હીરો મોટોકોર્પના શેરમાં ભારે ઘટાડો થયો હતો. કંપનીના શેર રૂ. 2380 થી 2 ટકા નીચે આવી ગયો છે. ઓટો સેક્ટરની અન્ય કંપનીઓના શેર પર પણ દબાણમાં છે. મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ મોટર 1.5 ટકા સુધી ગગડી ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં 10 લોકોના મોત થયા
Next articleદેશની સુરક્ષા અને બોર્ડર પર બાજ નજર રાખવા સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી