Home મનોરંજન - Entertainment ‘RRR’ યુનિટના લોકોને અભિનેતા રામ ચરણે જોરદાર ભેટ આપી

‘RRR’ યુનિટના લોકોને અભિનેતા રામ ચરણે જોરદાર ભેટ આપી

64
0

(જી.એન.એસ),તા.૦૫
મુંબઈ


માર્ચ 2018 માં ‘RRR’ નું સત્તાવાર લોન્ચિંગ થયુ હતુ. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ બોક્સ ઓફિસ પર ધમાલ માચવી રહી છે.આ ફિલ્મે માત્ર નવ દિવસમાં 850 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જેમાં પ્રતિદિન ક્લેકશનની વાત કરીએ તો તે 100 કરોડની આસપાસ છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હોવાથી, ફિલ્મમાં ‘અલ્લુરી સીતારામ રાજુ’ની ભૂમિકા ભજવનાર એક્ટર રામ ચરણે ‘RRR’ યુનિટના તમામ ક્રૂ અને અન્ય સહાયકોને 10 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદ રાબાદના કેટલાક વિસ્તારમાં વિશેષ રૂપે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ફિલ્મે 800 કરોડની કમાણી કરી હોવાથી રામ ચરણે તેના ક્રૂને નાસ્તા માટે બોલાવ્યા અને બાદમાં એક સરપ્રાઈઝ ભેટ આપી હતી. રામચરણે તેને 1 તોલા સોનાના સિક્કા સાથે એક મિઠાઈનુ બોક્સ પણ આપ્યું. આ સિક્કામાં એક તરફ ‘RRR’ અને બીજી બાજુ રામચરણનું નામ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક કોણ છે? કોઈ જાણે છે ખરા?..
Next articleદિવ્યા ભારતીએ નાની ઉંમરમાં જ કહી દીધું હતું દુનિયાને અલવિદા