Home દુનિયા - WORLD ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક કોણ છે? કોઈ જાણે છે...

ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક કોણ છે? કોઈ જાણે છે ખરા?..

63
0

(જી.એન.એસ),તા.૦૫
અમેરિકા
આ પ્રથમ પાકિસ્તાની મહિલા છે કે જે મ્યુઝિક પર્ફોર્મન્સની શ્રેણીમાં આ એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ તો મ્યુઝિક પર્ફોર્મન્સ માટે ઘણો મહત્વનો હોય છે. અરુજ આફતાબ ગ્રેમી એવોર્ડ મેળવનારી પ્રથમ પાકિસ્તાની ગાયિકા બની છે. તેમને ‘મોહબ્બત’ ગીત માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સની શ્રેણીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અરુજ આફતાબ હાલ અમેરિકાના બ્રુકલિનમાં રહે છે. તેઓ શ્રેષ્ઠ નવા કલાકારની શ્રેણીમાં પણ નોમિનેટ થયા હતા. 37 વર્ષીય આરુજ કહે છે કે, તે જે સૂફી, જાઝ અને ફોક પર કામ કરી રહી છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આરૂજના જીવનનો લાંબો સમય લાહોરમાં વીત્યો છે. આ પછી, તે અમેરિકાના બોસ્ટન પહોંચી અને અહીંની બર્કલે સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી સંગીત નિર્માણ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમનું ત્રીજું આલ્બમ ‘વલ્ચર પ્રિન્સ’ રિલીઝ થયું છે. તેની ખૂબ પ્રશંસા થઈ. બરાક ઓબામાએ પણ તેમના કામની પ્રશંસા કરી છે. આરુજે ન્યૂયોર્કમાં લિંકન સેન્ટરથી લઈને મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ સુધી પોતાનું પર્ફોર્મન્સ આપ્યું છે. ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ તેણે કહ્યું કે, એવોર્ડ સેરેમની પહેલા હું ખૂબ જ નર્વસ હતી, પરંતુ એવોર્ડ જીત્યા બાદ હું ખૂબ જ ખુશ છું. મને સારું લાગે છે કારણ કે તે એક સારી શરૂઆત છે. આરુજ 2005માં સંગીતમાં કારકિર્દી બનાવવા માટે અમેરિકા આવી હતી અને બર્કલે કૉલેજ ઑફ મ્યુઝિકમાં જોડાઈ હતી. તેનું પહેલું આલ્બમ ‘બર્ડ અંડર વોટર’ 2014માં રિલીઝ થયું હતું. તેની ગાયકી કારકિર્દીમાં, અરુજ ઘણા મોટા કોન્સર્ટનો ભાગ રહી છે. અરુજ કહે છે, એવોર્ડ જીતવો એ જીવનને બદલી નાખનારી ક્ષણ છે. તેઓએ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સોશિયલ મીડિયા પર માહિરા ખાન સહિત અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓએ અરુજને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકલમ 80D નહિ પણ આ પદ્ધતિઓથી પણ કરપાત્ર આવક ઘટાડી શકાય તેમ છે
Next article‘RRR’ યુનિટના લોકોને અભિનેતા રામ ચરણે જોરદાર ભેટ આપી