રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૪૦૯.૯૬ સામે ૫૬૨૪૦.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૧૪૭.૨૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭૫.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૬.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૪૨૬.૯૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૮૩૩.૩૦ સામે ૧૬૮૧૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૭૬૪.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૫.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૨.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૦૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના સતત ધોવાણથી ઘણાં દેશો આર્થિક સંકટમાં આવવા લાગ્યા સામે અમેરિકામાં પણ ફુગાવાને અંકુશમાં લેવા જતાં મોટી મંદી, કટોકટી સર્જાવાના અહેવાલો વચ્ચે અમેરિકી શેરબજારો પાછળ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે વધી રહેલા વ્યાજ દરના કારણે આર્થિક વિકાસ ઘટી શકે છે એવી દહેશત વચ્ચે વૈશ્વિક શેરબજારની સાથે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો હતો, જો કે સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં ફંડો દ્વારા નીચા મથાળે પસંદગીની ખરીદી રહેતા પ્રત્યાઘાતી રિકવરી જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
ફેડરલ રીઝર્વે સતત ત્રીજી બેઠકમાં ૦.૭૫% વ્યાજનો દર વધાર્યો હતો. અમેરિકા નહી પણ ઇંગ્લેન્ડ, નોર્વે, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને યુરોપીયન સેન્ટ્રલ બેંકે પણ વ્યાજ દર વધારતા સ્થાનિકમાં પણ આજે રિઝર્વ બેંકે વ્યાજ દર વધાર્યા હતા. આ સાથે ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે ટેલિકોમ્યુનિકેશન, મેટલ, બેન્કેક્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, પાવર અને રિયલ્ટી શેરોમાં ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૧૦૧૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૭૨ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૪૨ લાખ કરોડ વધીને રૂ.૨૭૧.૮૪ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૪ અને વધનારની સંખ્યા ૨૨૫૪ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર ૫.૯% થયા હતા. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું હતું. ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી હતી. મે ૨૦૨૦થી મે ૨૦૨૨ વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં.
રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે. ફોરેકસ રિઝર્વ તેની ૬૪૨ અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૦૦ અબજ ડોલર જેટલું ઘટી ૫૪૫ અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે અંદાજીત ૧૦% જેટલો ઘટી ગયો છે, જો કે ક્રુડ તેલના ભાવ જે જુન માસમાં પ્રતિ બેરલ ૧૨૦ ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને ૮૦ ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.