Home મધ્ય ગુજરાત અમદાવાદ પીએમએ ગાંધીનગરથી ‘વંદે ભારત’ અને અમદાવાદમાં ‘મેટ્રો’ ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

પીએમએ ગાંધીનગરથી ‘વંદે ભારત’ અને અમદાવાદમાં ‘મેટ્રો’ ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

30
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. ભાજપ હંમેશાં ડબલ એન્જિન સરકારની વાત કરતી હોય છે,

પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં આજે ખરા અર્થમાં વડાપ્રધાન મોદીની ડબલ એન્જિન ચૂંટણીરેલ જોવા મળી છે. મોદીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું હતું કે અરે, મારા અમદાવાદીઓ… મારે અમદાવાદને સો સો સલામ કરવી છે. અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે.

ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા છે, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા છે. મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા છે.

જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે. અહીં તેઓ સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્રણવાર ભારત માતા કી જય બોલાવીને વડાપ્રધાને સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. 21મી સદીના ભારત અને અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર ભારત માટે બહુ મોટો દિવસ છે.

થોડીવાર પહેલાં મેં ગાંધીનગર-મુંબઈની વંદે ભારત એક્સપ્રેસની ઝડપી મુસાફરીનો અનુભવ કર્યો, આ મુસાફરી તો કેટલીક મિનિટો જ હતી, પરંતુ મારા માટે ગૌરવથી ભરેલી ક્ષણ હતી. દેશની ત્રીજી અને ગુજરાત પહેલી વંદે ભારત ટ્રેન છે. લુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો સ્ટેશન, અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી હું થલતેજ પહોંચ્યો, એટલે કે કોઈ બહારથી વંદે ભારતમાં આવતો હોય, ત્યાર બાદ સીધેસીધો મેટ્રો પર ચડીને શહેરમાં પોતાના ઘરે જઈ શકે છે કે કામ માટે શહેરના અન્ય ભાગમાં જઈ શકે છે

અને ગતિ એટલી ઝડપી કે શેડ્યૂલ કાર્યક્રમ બનાવ્યો હતો, એનાથી 20 મિનિટ પહેલાં હું થલતેજ પહોંચી ગયો, હું ટ્રેનમાં સફર કરી રહ્યો હતો ત્યારે ડિપાર્ટમેન્ટના લોકો કેટલીય ખૂબીઓ જણાવતા રહે છે, શું વ્યવસ્થા છે, સ્પીડ છે વગેરે. પરંતુ બીજું એક પાસું છે જેના તરફ ડિપાર્ટમેન્ટનું કદાચ ધ્યાન નથી ગયું. મને એ સારું લાગ્યું… હું કહેવા માગું છું, આ જે વંદે ભારત ટ્રેન છે, હું ગણિતજ્ઞ કે વૈજ્ઞાનિક નથી, પરંતુ હું મોટો મોટો અંદાજ લગાવી શકું છું કે હવાઈ જહાજમાં જેટલો અવાજ આવે છે એનાથી કદાચ 100મો ભાગ થઈ છે,

100 ઘણો વધારે અવાજ વિમાનમાં હોય છે, એટલે વાતચીત કરવામાં તકલીફ પડે છે. વંદે ભારત ટ્રેનમાં હું આરામથી વાત કરતો હતો, જે લોકો હવાઈ જહાજના આદી છે, તેમને અવાજનું જ્ઞાન થઈ જશે તો હું ચોક્કસ માનું છું કે હવાઈ જહાજ નહીં વંદે ભારત ટ્રેન પસંદ કરશે. અરે, મારા અમદાવાદીઓ.. મારે અમદાવાદને સો સો સલામ કરવી છે… નવરાત્રિનો તહેવાર હોય, રાત આખી દાંડિયા ચાલતા હોય, આપણું શહેર કે ગુજરાત સૂતં જ ન હોય અને આ ઘૂમઘમતી ગરમી વચ્ચે આટલો વિરાટ જનસાગર મેં પહેલીવાર જોયો છે… હું અહીં જ મોટો થયો છું… અમદાવાદે મારો આવડો મોટો કાર્યક્રમ કરી બતાવ્યો હોય… એટલે અમદાવાદીઓને મેટ્રો શું છે

એ સમજ છે. મેં કહ્યું, મેટ્રોમાં આખા દેશમાં આપણી જવાબદારી છે… અમારા અમદાવાદીઓ હિસાબ લગાવે, ઓટોમાં જાય તો કેટલો ટાઈમ જાય,, ગરમી લાગે… સૌથી વધારે આર્થિક રીતે લાભ કરે એટલે અમદાવાદનો પેસેન્જર કરતો.. પહેલાં અમદાવાદનો રિક્ષાવાળો ગીત ગાતા હતા. અમદાવાદને જેટલું અભિવાદન સલામ કરીએ એટલું ઓછું છે. 21મી સદીના ભારતનાં શહેરોને નવી ગતિ મળશે.. શહેરોને આધુનિક બનાવવા જરૂરી છે. ટ્રાન્સપોર્ટ આધુનિક સીમલેસ, એકબીજાને સપોર્ટ કે એ જરૂરી છે. અમારી જમાત છે એ.

બહુ વર્ષ પહેલાં અમે અમદાવાદમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ લઈને અમે સમિટ કર્યું, ત્યારે હું ન કરી શક્યો.. તમે ત્યાં મોકલ્યો ત્યારે કરી દીધું.. વીતેલા 8 વર્ષમાં શહેરો પર આટલું મોટું મૂડીરોકાણ કરાય છે. બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે કે કામગીરી ચાલી રહી છે. નાનાં શહેરોમાં હવાઈ સુવિધા આપવાની કામગીરી કરાઈ છે. ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈપણ એરપોર્ટથી કમ નથી. બે દિવસ પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સ્વીકૃતિ આપી દીધી છે.

દેશનાં શહેરોના વિકાસ માટે આટલું બધું મૂડીરોકાણ એટલા માટે કરાય છે કે દેશનો વિકાસ સુનિશ્ચિત કરશે. ભારતનાં 25 વર્ષના ભાગ્યને ઘડનારા છે. આ કનેક્ટિવિટી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સુવિધા વધી રહી છે. સંબંધો વિકસિત કરાય છે. ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે કરાય છે એનું અમદાવાદ-ગાંધીનગર ઉદાહરણ છે. આવનારા સમય માટે ટ્વિન સિટીનો આધાર તૈયાર થાય છે. તમારી આંખો સામે ગાંધીનગર-અમદાવાદ ટ્વિન સિટીનો છે. નવાં શહેરોનું નિર્માણ કરાઈ રહ્યું છે, જે ગ્લોબલ સિટી બનાવી રહ્યું છે,

જેનું ગિફ્ટ સિટી ઉત્તમ ઉદાહરણ છે. મેં 2005માં કહ્યું હતું. ત્યારે બહુ લોકોને કહ્યું હતું કે આ શું કહે છે, આજે ગિફ્ટ સિટી આંખો સામે છે. હજારો લોકોને રોજગાર આપવાનું કેન્દ્ર બન્યું છે. એક સમય હતો ત્યારે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનો અર્થ લાલ બસ અને હરીભરીને રિક્ષાવાળો. ગુજરાતે મને કામ કરવાનો અવસર આપ્યો ત્યારે બીઆરટીએસ કોરિડોરમાં બસ શરૂ કરી. સામાન્ય નાગરિકની આવશ્યકતા અનુસાર વિકાસની યાત્રાને બે પાટા પર ચલાવવા હોય તે આજે સાચે જોઈ રહ્યા છે. તેના માટે તમામને અભિનંદન, મેટ્રોના 32 કિમીના રૂટ પર મેટ્રોનો રૂટ શરૂ થયો છે.

એક જ વર્ષમાં 32 કિમીની યાત્રાનું દેશમાં લોકાર્પણ થયું છે. મેટ્રો માટે વધારાની જમીનની જરૂર નથી પડી. ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનથી અંતર દૂર કરીશું. સાડાઆઠ કલાકથી વધારે સમય થતો હતો.. તે વંદે ભારત ટ્રેન અમદાવાદથી સાડા પાંચ કલાકમાં મુંબઈ પહોંચાડી દેશે. ચેન્નઈમાં ટ્રેન બનાવનારને બધાને મળ્યો ત્યારે કામ કરનારે કહ્યું સાહેબ કામ આપો અને તેનાથી બહેતર બનાવવા કહ્યું અને બનાવ્યું. મારો દેશ આનાથી તેજ ગતિથી આગળ વધશે. દેશના લોકો આનાથી પણ વધુ ઝડપે મુસાફરી કરશે.

જન શતાબ્દીમાં ગરીબ લોકો આ ટ્રેનમાં જવાબનું પસંદ કરે છે. લગેજ વધુ છે લઈ જવા માટે, ડબલ એન્જિન સરકારનો લાભ કેવી રીતે અમદાવાદને મળ્યો, કેન્દ્ર સરકારે કેવી રીતે તરત મંજૂરી આપી દીધી, અમદાવાદમાં મેટ્રો પર કામ શરૂ કરવાનું કર્યું ત્યારે એવી રીતે પ્લાન કરાયો કે ગરીબને પણ લાભ થાય. જ્યાં સાંકડા રોડ પસાર કરવામાં વાર લાગે ત્યાં મેટ્રો પસાર થાય, કાલુપુરને મલ્ટિમોડલ હબ બનાવી રહ્યા છે. પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, એઈસી, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને એપીએમસી મેટ્રો સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે. મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે.

બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ ટ્રેન સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં આવશે. ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRBI દ્વારા જીડીપી વૃદ્ધિનું સારા અનુમાન અને મોંઘવારીમાંથી રાહત મળવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next articleજૂનાગઢનો જ્વેલર્સ ગ્રાહકોના લાખો રૂપિયા લઈને પત્ની સાથે છૂમંતર