Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલ્તાનપુર પહોંચ્યા હતા

વડાપ્રધાન મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલ્તાનપુર પહોંચ્યા હતા

116
0

(જી.એન.એસ) , તા.૧૬
સુલ્તાનપુર
ડોકલામ વિવાદ બાદ ચીને શિઝિયાંગ પ્રાંત અને તિબ્બતનાં ક્ષેત્રમાં ૧૬ એરબેઝ તૈયાર કર્યા છે. એમાંથી ૧૪ હજાર ફૂટની ઊંચાઈ પર અલી ગુંસા, બુરાંગ, તઝાંગ જેવા બેઝ સામેલ છે. અહીં ફાઇટર જેટની સાથે ચીનની લોંગ રેન્જમાં મિસાઇલ હેઠળ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં ૫ મોટા એરબેઝ સાથે ઘણાં મોટાં શહેરો છે, જેમાં ગોરખપુર, દરભંગા, બક્ષી કા તાલાબ, પ્રયાગરાજ સહિત ઘણાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ લૉન્ગ રેન્જની મિસાઇલો લક્ષ્યાંક પર આવતાં જ એરફોર્સ માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર સુલતાનપુર નજીક લડાયક કામગીરી શરૂ કરવી સરળ બની જશે. એરફોર્સના પ્લાન મ્ હેઠળ, એરબેઝના વિનાશની સ્થિતિમાં આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ યુદ્ધ સમયે કરવામાં આવશે, પરંતુ શાંતિના સમયમાં વર્તમાન પરિસ્થિતિમાં ભારત એની વ્યૂહાત્મક તાકાત બતાવશે. આ માટે આ એર સ્ટ્રિપ પર ૩૦થી વધુ એરક્રાફ્ટ લેન્ડિંગ કરી રહ્યાં છે. અહીં આ પ્રકારનું ‘ટચ એન્ડ ગો’ ઓપરેશન સતત ચાલતું જ રહેશે, જેથી ચીનની સાથે પાકિસ્તાનને પણ ભારતના એરફોર્સની તાકાતને જોતું રહે. આ ઉપરાંત ટૂંક સમયમાં મોટા એક્સપ્રેસ-વેના રનવે પર ફાઈટર જેટ લેન્ડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતે ઉત્તરાખંડ ઉપરાંત ખાસ કરીને પૂર્વોત્તરમાં આવી તૈયારીઓ પૂર્ણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્‌યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા છે. PM મોદીએ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM મોદીને ભગવાન શ્રીરામના મંદિરના મોડલની ભેટ આપી હતી. કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે ૧ વાગે અને ૫૫ મિનિટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ સંબોધન કરતાં ‘જય હિન્દ’ અને ‘જય જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોનાં હું ચરણ સ્પર્શ કરું છું અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેનો તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં વિચાર્યું નહોતું કે આ જ એક્સપ્રેસ પર હું વિમાન દ્વારા પણ ઊતરીશ. આ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે યુપીના વિકાસનો એક્સપ્રેસ-વે છે. ૩૪૦ કિમી એક્સપ્રેસ-વેની વિશેષતા માત્ર એ જ નથી કે લખનઉ, બારાબંકી, સુલતાનપુર, આંબેડકરણગાર, મઉ, આઝમગઢ અને ગાઝિપૂરને જોડાશે. તેની વિશેષતા એ છે કે લખનઉના તે શહેરોને જોડશે જેમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. આજે યુપી સરકાર યોગીજીના નેતૃત્વમાં ૨૨ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં આ એક્સપ્રેસ-વે લાખો-કરોડોના ઉદ્યોગો લાવવાનું માધ્યમ બનશે. ૨૦૧૪મા જ્યારે મને સેવા કરવાની તક મળી ત્યારે મે અહીના સાંસદ તરીકે મે અહીંયાની સ્થિતિઓને જીણવટભરી ચકાસી. ગરીબોને પાક્કા ઘર માળે, ગરીબોના ઘરે શૌચાલય હોય, દરેકના ઘરે વીજળીની સુવિધાઓ હોય, એવા ઘણા કામો હતા જે કરવા ખૂબ જ જરૂરી હતા. પરંતુ મને ખૂબ જ દર્દ થતું હતું કે યુપીમાં જે સરકાર હતી, તેમણે મને સાથ આપ્યો ન હતો. એટલું જ નહીં, જાહેરમાં મારી બાજુમાં ઊભા રહેવામાં પણ ડરતા હતા અને તેમને પોતાની વોટબેંક નારાજ થવાનો ડર રહેતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next articleIND – NZ : આજે ટીમ ઇન્ડિયા નવા કોચ અને નવા કેપ્ટન સાથે T20 ની શરૂઆત