Home ગુજરાત PM મોદીનો ‘સેમિકોન’ પ્લાન ચીનની ચિંતા વધારશે, US અને તાઈવાન મોદીને આપશે...

PM મોદીનો ‘સેમિકોન’ પ્લાન ચીનની ચિંતા વધારશે, US અને તાઈવાન મોદીને આપશે સાથ

15
0

(GNS),30

જ્યારે ફોક્સકોન અને વેદાંતની સેમિકન્ડક્ટર ડીલ તૂટી ત્યારે ચીન અને વિશ્વના કેટલાક દેશોને લાગ્યું કે ભારત અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનું મોટું સપનું ચકનાચૂર થઈ ગયું છે. પછી એવું શું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ એવો દાવ લગાવ્યો કે, જેના પછી ચીનના પણ હોશ ઉડી ગયા. શુક્રવારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમની ‘સેમિકોન’ યોજના જાહેર કરી. વિશ્વની અડધા ડઝનથી વધુ સેમિકન્ડક્ટર કંપનીઓએ ભારતમાં તેમના રોકાણ વિશે જાહેરાત કરી હતી અને પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વને સંકેત આપ્યો હતો કે, આવનારા દિવસોમાં ભારત વિશ્વનું સૌથી મોટું સેમિકન્ડક્ટર સપ્લાયર બનશે. એ પછી અમેરિકા પણ સાથે ઊભું રહેશે. દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશો પણ આપણી સાથે ઉભેલા જોવા મળશે.

નરેન્દ્ર મોદીની આ જાહેરાતને પગલે, ચીનના પેટમાં પણ તેલ રેડાયુ છે, કારણ કે પહેલા જે કંપનીઓ ચીનના દરવાજે માથું ટેકવતી હતી તે હવે ભારતનો દરવાજો ખટખટાવી રહી છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર સતત ડૂબી રહ્યું છે. ચીનમાં કરોડો લોકો બેરોજગાર બની રહ્યા છે. બીજી તરફ ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ પણ આવનારા દિવસોમાં ઝડપથી આગળ વધવાનું છે. રિપોર્ટ અનુસાર, હાલમાં ભારતનું સેમીકોન માર્કેટ 23 બિલિયન ડોલરનું છે, જે વર્ષ 2028 સુધીમાં 80 બિલિયનથી 100 બિલિયન ડોલર થવાની આશા છે. આવી સ્થિતિમાં આજે એક નજર ત્યાં કરવાની જરૂર છે જ્યાં, દેશની કઈ-કઈ કંપનીઓ ભારતના સેમિકન્ડક્ટરના સપનાને સાકાર કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત ભારતને તેનો કેટલો ફાયદો થશે.

માઈક્રોન ટેકનોલોજી ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે.. જેમાં અમેરિકન ચિપમેકર માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં ગુજરાતમાં ટેસ્ટિંગ અને પેકેજિંગ પ્લાન્ટ સ્થાપશે. સાણંદમાં આ પ્લાન્ટ સ્થાપવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2.75 કરોડ છે, જેમાં ભારત સરકારનો 50 ટકા અને રાજ્ય સરકારનો 20 ટકા હિસ્સો છે. બાકીનું, માઇક્રોન $825 મિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ દેશમાં હજારો નોકરીઓનું સર્જન કરશે. આંકડાઓ અનુસાર, આ રોકાણથી 5000 સીધી નોકરીઓનું સર્જન થશે, સાથે 15 હજાર આડકતરી રોજગારીનું સર્જન થશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2024ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. ત્યારપછીનો તબક્કો દાયકાના બીજા ભાગમાં શરૂ થવાની ધારણા છે. CEOના જણાવ્યા અનુસાર, માઇક્રોનને, ભારતમાં માત્ર થોડા વર્ષોમાં જ 3,000 થી વધુ એન્જિનિયરોની ટીમ બનાવવામાં સક્ષમ હોવાનો ગર્વ છે.

ફોક્સકોનનું મોટું રોકાણનું જણાવીએ તો, તાઈવાનની ફોક્સકોન પણ ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. માહિતી અનુસાર, ફોક્સકોન આગામી પાંચ વર્ષમાં $2 બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં તમિલનાડુમાં સેમિકન્ડક્ટર પર $200 મિલિયનનું રોકાણ કરવાની યોજના સામેલ છે. ફોક્સકોન ભારતમાં એપલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની જાહેરાત કરી ચૂકી છે અને તે દેશમાં ભારે રોકાણ કરી રહી છે અને હજારો નોકરીઓનું સર્જન કરી રહી છે.

TSMC પણ મોટું આયોજન કરી રહી છે જો તે જણાવીએ તો, તાઈવાનની સૌથી મોટી ચિપમેકર તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની પણ ભારતમાં એક સુવિધા ખોલવાની યોજના બનાવી રહી છે. ચીન અને તાઈવાન વચ્ચે બગડતા સંબંધોને કારણે તાઈવાનની ચિપ ઉત્પાદકો હવે ભારત આવવાનું વિચારી રહી છે. એપલની મદદથી ફોક્સકોને જે રીતે ભારતમાં પોતાના મૂળિયા મજબૂત કર્યા છે, તાઈવાનની અન્ય કંપનીઓ પણ આ જ પદ્ધતિ અપનાવવાનો મૂડ બનાવી રહી છે. આ માટે સરકાર સાથે કંપનીઓની વાતચીત પણ શરૂ થઈ ગઈ છે.

વેદાંતની $5 બિલિયનની યોજનાની વિષે જણાવીએ તો, વેદાંતા ગ્રુપ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં $5 બિલિયન (આશરે રૂ. 41,300 કરોડ)નું રોકાણ કરશે. ગ્રુપનું કહેવું છે કે આવનારા અઢી વર્ષમાં કંપની તેને મેડ-ઈન-ઈન્ડિયા ચિપ સાથે તૈયાર કરીને આપશે. વેદાંતા ફાઉન્ડ્રી, ચિપ મેકિંગ અને પેકેજિંગ અને ડિઝાઇન માટેની તેની મેગા યોજનાઓ માટે ટેક પાર્ટનર તરીકે ત્રણ કંપનીઓ સાથે જોડાવા માટે વાટાઘાટો કરી રહી છે. વેદાંતે દેશમાં ચિપ બનાવવા માટે 20 અબજ ડોલરનું રોકાણ કરવાનું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનની અર્થવ્યવસ્થાની ખરાબ હાલત, બહુરાષ્ટ્રીય કંપનીઓને નથી મળી રહ્યા ખરીદદારો
Next articleશા માટે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે બાંગ્લાદેશના લોકો?..