Home વ્યાપાર જગત - BUSINESS મેટલ અને કન્ઝયુમર ડયુરેબલ્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી...

મેટલ અને કન્ઝયુમર ડયુરેબલ્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી લેવાલી નોંધાતા ૪૫૯ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

114
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૭૯૪.૩૨ સામે ૫૭૮૪૯.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૮૪૬.૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૨.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૯.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૨૫૩.૮૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૬૭.૯૫ સામે ૧૭૨૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૨.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૨૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૧ પૂરું થવામાં હોઈ હોલી – ડે મૂડ સાથે આજે ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વિશ્વભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સહિતના અસાધારણ વધતાં જતાં કેસોની  સાથે અમેરિકા, યુરોપના દેશોમાં ચિંતાજનક પરિસ્થિતિ અને ભારતમાં પણ મોટી સંખ્યામાં કેસો વધી રહ્યા હોઈ ફરી કડક લોકડાઉનના પગલાં મહાનગરોમાં તોળાઈ રહ્યા  હોઈ ફંડો, મહારથીઓ આજે ઈન્ડેક્સ બેઝડ સતત સાવચેતી છતાં આજે ફંડોની નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

લોકલ ફંડોની સાથે ખાસ ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના  સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું તોફાન ચાલુ રાખ્યું હતું. આ સાથે મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લોકલ ફંડોની આક્રમક ખરીદી સાથે બેઝિક મટિરિયલ્સ, ઓટો અને ટેલિકોમ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વિશ્વભરમાં કોરોનાના ફરી હાહાકાર વચ્ચે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધતાં અને એના પરિણામે  ડિજિટાઈઝેશન માટેની વિવિધ ક્ષેત્રોની જરૂરીયાત વધવાના અને એના પરિણામે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે બિઝનેસમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોએ આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, બેઝિક મટિરિયલ્સ, ઓટો અને ટેલિકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૫ અને વધનારની સંખ્યા ૨૪૧૩ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને ત્રણ મહિનાની વાર છે ત્યારે, કેન્દ્ર સરકાર વર્તમાન નાણાં વર્ષનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી જાય તેવી શકયતા જોવાઈ રહી છે. નાણાં મંત્રાલયનું હાલમાં સંપૂર્ણ ધ્યાન લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં હિસ્સાના ૩૧મી માર્ચ પહેલા વેચાણ કરવા પર છે ત્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ના ખાનગીકરણ સામે હાલમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટના સુધારિત અંદાજમાં નાણાં મંત્રાલય ઘટાડો કરે તેવી શકયતા છે. એલઆઈસીનું જાહેર ભરણું સરકાર માટે હાલમાં ઘણું મહત્વનું છે. આ ભરણાં મારફત સરકાર અંદાજીત રૂ.૮૦,૦૦૦ કરોડથી રૂપિયા એક લાખ કરોડ ઊભા કરવા ધારે છે.

કોરોનાને કારણે સરકારી તિજોરી પર આવી પડેલા ભારને ધ્યાનમાં રાખી આ નાણાં ઊભા કરવાનું સરકાર માટે આવશ્યક બની ગયું છે. ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત વર્તમાન નાણાં વર્ષમાં રૂ.૧.૭૫ લાખ કરોડ ઊભા કરવા સરકારે બજેટમાં અંદાજ મૂકયો હતો.આ અંદાજમાં રૂપિયા ૪૦થી ૪૫ હજાર કરોડનો ઘટાડો થવા શકયતા છે. બીપીસીએલના વેચાણ સંદર્ભમાં હજુ સુધી કોઈ પ્રગતિ થઈ શકી નથી. બીપીસીએલના વેચાણ માટે પાર પાડવાની રહેતી પ્રક્રિયાએ લાંબો સમય લીધો છે. વર્તમાન નાણાં વર્ષમાં એનએમડીસી, હુડકો સહિતની કેટલીક કંપનીઓમાં સામાન્ય હિસ્સાના વેચાણ મારફત કેન્દ્ર સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત અત્યાર સુધીમાં માત્ર રૂ.૯૩૩૦ કરોડ ઊભા કરી શકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field