Home વ્યાપાર જગત - BUSINESS LIC ઓફ ઈન્ડિયાના મેગા IPOના લિસ્ટિંગ સાથે સ્થાનિક ફંડોની આગેવાની હેઠળ ભારતીય...

LIC ઓફ ઈન્ડિયાના મેગા IPOના લિસ્ટિંગ સાથે સ્થાનિક ફંડોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૩૪૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૭૩.૮૪ સામે ૫૩૨૮૫.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૧૭૬.૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨૩.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૪૪.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૩૧૮.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૪૨.૬૦ સામે ૧૫૯૦૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૮૫.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨૩.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૬૬.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. એલઆઈસી ઓફ ઈન્ડિયાના શેરોના લિસ્ટિંગ સાથે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી. મે માસની શરૂઆતથી જ સતત વેચવાલી બાદ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં LIC લિસ્ટિંગના દિવસે પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો હતો. ચાઈનામાં કોવિડ ઝીરો પોલીસીના કારણે આર્થિક પ્રવૃતિ ઠપ્પ થતાં અર્થતંત્ર પર વધેલી ભીંસ બાદ અંકુશો હળવા થતાં અને વ્યાજ દરો યથાવત રાખીને બેંકરો માટે વધારે પડતાં પ્રોત્સાહનો મર્યાદિત કરવામાં આવતાં છતાં યુરોપના દેશોના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ આજે બીએસઇ સેન્સેક્સ ૧૩૪૪ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૪૨૩ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. આજે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક મોટાપાયે લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૫ લાખ કરોડ વધીને રૂ.૨૪૩.૪૯  લાખ કરોડ રહી ગયું હતું.

બજારનું સેન્ટિમેન્ટ છેલ્લા કેટલાય સમયથી ફોરેન ફંડોની નફારૂપી વેચવાલી તરફી રહ્યું હતું, ત્યારે આ મેગા IPO એ સ્થાનિક ફંડોની સાથે રોકાણકારોને પણ નિરાશ કર્યા હતા. મારા અંગત મત મુજબ આગામી દિવસોમાં ટેક્નિકલ લેવલ તરીકે આ શેર રૂ.૮૦૦ની સપાટીને મજબૂત સ્ટોન્ગ સપોર્ટ ધરાવી રહ્યો છે. રૂ.૮૦૦ની સપાટી બ્રેક થતાં ભારે વેચવાલીની શક્યતા જોવાઈ રહી છે. સામાન્ય રીતે લિસ્ટિંગના અઠવાડિયા દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ જોવા મળતો હોય છે, ત્યારે ડિલિવરીબેઝડ રોકાણકારોએ વેચવાલીની ઉતાવળના બદલે એકાદ ત્રિમાસિક પરિણામ આવવાની રાહ જોઈએ, ત્યાર બાદ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૪ અને વધનારની સંખ્યા ૨૬૨૪ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારી, યુદ્ધ અને વધી રહેલા વ્યાજના દર કારણે છેલ્લા અઢી મહિનામાં વૈશ્વિક શેરબજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે અને તેની સાથે સંપત્તિનો ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્તમાન ઘટાડામાં વૈશ્વિક શેરબજારમાં અંદાજીત રૂ.૮૪૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. આ આંકડો ભારતના શેરબજારની, બધી જ લીસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન કરતા ત્રણ ગણું થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર વેચવાલીમાં અમેરિકન ટેકનોલોજી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના નાસ્ડાક ઇન્ડેક્સમાં જાન્યુઆરીની સામે ૨૭% જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને તેના કારણે આ શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓનું મૂલ્ય ૭.૬ લાખ કરોડ ડોલર ઘટી ગયું છે.

કોરોનાથી અર્થતંત્ર બહાર નીકળી રહ્યું હોવાથી અચાનક જ માંગ સામે પુરવઠો ઓછો પડતા મોંઘવારી વધવી શરુ થઇ હતી. આ સમયે જ રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ કરતા કેટલીક આવશ્યક ચીજોનો પુરવઠો અટકી પડ્યો છે. આમેરિકામાં ચાર દાયકામાં સૌથી ઉંચી મોંઘવારી છે. અમેરિકા, બ્રિટન, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા અર્થતંત્રમાં વ્યાજના દર વધી રહ્યા છે. વ્યાજના દર હજુ વધવા શરુ થયા છે. અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં હજુ એક ટકો વ્યાજનો દર વધશે એવી આગાહી થઇ રહી છે. સ્થાનિક સ્તરે એલઆઈસીનો આઈપીઓ લિસ્ટિંગ થઈ ગયો છે, ત્યારે હવે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ફરી સ્ટોક સ્પેફિક મુવમેન્ટ સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field