Home મનોરંજન કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતન્ના રાજનું ૨૧ વર્ષની ઉંમરે મોત નીપજ્યું

કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતન્ના રાજનું ૨૧ વર્ષની ઉંમરે મોત નીપજ્યું

70
0

(જી.એન.એસ),તા.૧૭
મુંબઈ
કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતન્ના રાજ જે માત્ર ૨૧ વર્ષની છે. તેણે બેંગલુરુનાં નવરંગ સર્કલની શેટ્ટી કોસ્મેટિક હોસ્પિટલમાં ફેટ સર્જરી કરાવી હતી. આ ઓપરેશન સમયે ડોક્ટરોની બેદરકારીને કારણે ચેતનાનાં ફેફસામાં પાણી ઘુસી ગયું. જેને કારણે તેનું મોત થયું હોવાની વાત છે. તબીબોની બેદરકારીના કારણે મોત થયા હોવાનો ચેતનાનાં માતા પિતા જણાવી રહ્યાં છે અને રોષ ઠાલવી રહ્યાં છે. ટીવી એક્ટ્રેસ ચેતનાનાં પાર્થિવ દેહ સામે તેની માતા મુનિલક્ષ્મી રડી પડી હતી. ચેતનના પિતા વરદરાજે આરોપ લગાવ્યો હતો કે જરૂરી સાધનો અને માતા-પિતાની સંમતિ વગર ફેટ સર્જરી કરવામાં આવી હતી. ચેતનાએ અનેક સિરિયલો અને સિનેમામાં અભિનય કર્યો હતો. આ કેસની એફઆઇઆર બેંગ્લુરુનાં સુબ્રમણ્યનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. વાલીઓએ ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે. ચેતન્ના રાજ પરિવાર બેંગ્લોરના ઉત્તર તાલુકના એબેગેરેમાં રહેતો હતો. ડો. શેટ્ટી મૃત્યુ અંગે માતા-પિતા કે મીડિયાને જવાબ આપતા નથી. તબીબોએ કહ્યું કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ટૂંક સમયમાં વાત કરશે. ચેતન્ના રાજે કલર્સ કન્નડમાં ગીતા, દોરાસાની અને લીનિંગ સ્ટેશન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેણીએ એક ફિલ્મ ‘હવાઇયન’માં પણ કામ કર્યું છે જે હજુ સુધી રિલીઝ થઇ નથી. અભિનેત્રીએ તેના માતા-પિતાને જાણ કર્યા વિના ચરબીની સર્જરી કરાવી હતી. તેમને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી કરવામાં આવી હતી. માતા-પિતાને શેટ્ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સર્જરી દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું અને હાલત ગંભીર હતી. ચાર વાગ્યે મોટાભાગની સારવારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. શેટ્ટી કોસ્મેટિક હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે ચેતન્ના રાજનું મોત થયું હતું. માતાપિતાની સંમતિ વગર સર્જરી કેવી રીતે કરી શકે હોસ્પિટલ વાળા તે તેમનો સવાલ હતો. મૃતક ચેતન્ના રાજનાં પિતા વલિયાપ્પા રાજન્નાએ જવાબ આપ્યો કે એક્ટ્રેસનાં મોત માટે શેટ્ટી હોસ્પિટલના ચેટ્ટી રાજ જવાબદાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહેરાફેરી-૩ ફિલ્મમાં કામ કરવા માટે પરેશ રાવલે ઘણી શરતો મૂકી
Next articleLIC ઓફ ઈન્ડિયાના મેગા IPOના લિસ્ટિંગ સાથે સ્થાનિક ફંડોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૩૪૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!