Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી...

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

139
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૪૩૩.૪૫ સામે ૬૦૨૯૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૯૬૭.૪૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૩૫૨.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૭૦.૪૦ સામે ૧૭૯૮૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૨૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૧૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને ફંડો, મહારથીઓએ વિરામ આપીને સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝન પૂરી થવામાં છે ત્યારે ફંડોએ આજે કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ પાછળ શેરોમાં તેજી કર્યા સાથે શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. મેટલ અને રિયલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અંતે સેન્સેક્સ અને નિફટી નેગેટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતીને પગલે ઓઈલ-ગેસ શેરોમાં પણ તેજી રહી હતી. વૈશ્વિક બજારોમાં પણ આજે એકંદર સાંકડી વધઘટ રહી હતી.વિવિધ પ્રતિકળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ આજે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, ઓટો, ઓઇલ & ગેસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૨ અને વધનારની સંખ્યા ૧૭૦૯ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અંદાજીત રૂ.૪૦,૦૦૦ કરોડનો ઈન્ફલો જોવા મળ્યો હતો. ન્યુ ફંડ ઓફરિંગમાં મજબૂત પ્રવાહ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં સ્થિરતા વચ્ચે આ ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી ફંડ્સને નોંધપાત્ર રોકાણ મળ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના (એમ્ફી) આંકડા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં ઇક્વિટી મ્યુ. ફંડની એસેટ અન્ડર મેનેજમેન્ટ એટલે કે એયુએમ વધીને રૂ.૧૨.૮ લાખ કરોડ થઈ હતી, જે જૂનના અંતે  રૂ.૧૧.૧ લાખ કરોડ હતી. આંકડા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી ફંડ્સમાં રૂ.૩૯,૯૨૭ કરોડનું રોકાણ આવ્યું હતું. જૂન ક્વાર્ટરમાં આ આંકડો રૂ.૧૯,૫૦૮ કરોડ હતો. ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં માર્ચ મહિનાથી રોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એસઆઈપી રૂટ દ્વારા રોકાણ વધીને રૂ.૨૯,૮૮૩ કરોડ થયું હતું જે એપ્રિલ-જૂનમાં રૂ.૨૬,૫૭૧ કરોડ હતું. વધુમાં એસઆઈપીમાં મન્થલી ઈન્વેસ્ટમેન્ટ એપ્રિલના રૂ.૮,૫૯૬ કરોડથી વધીને સપ્ટેમ્બરમાં રૂ. ૧૦,૩૫૧ કરોડ થયું છે. ઇક્વિટી ફંડ્સની શ્રેણીઓમાં ફ્લેક્સી-કેપ સેગમેન્ટમાં સૌથી વધુ રૂ. ૧૮,૨૫૮ કરોડનો નેટ ઈન્ફલો આ ત્રિમાસિકગાળામાં જોવા મળ્યો છે. આ પછી સેક્ટરલ ફંડ્સમાં રૂ.૧૦,૨૩૨ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મલ્ટી-કેપ અને મિડ-કેપ ફંડ્સમાં અનુક્રમે રૂ. ૩,૭૧૬ કરોડ અને રૂ. ૩,૦૦૦ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ હતો. આગામી ફોરેન તથા સ્થાનિક ફંડોના રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field