Home હર્ષદ કામદાર મોંઘવારી ડામવી સરકાર માટે પેચીદો પ્રશ્ન એ છે કે શું…..?

મોંઘવારી ડામવી સરકાર માટે પેચીદો પ્રશ્ન એ છે કે શું…..?

90
0
SHARE

(જી.એન.એસ : હર્ષદ કામદાર)
કોરોના મહામારીએ ભારત સહિત વિશ્વભરના દેશોની તમામ પ્રકારની પ્રવૃત્તિઓને ખરાબે ચઢાવી દેતાં દરેક દેશોના અર્થતંત્રોને પણ ચકરાવે ચડાવી દીધા હતા. બીજી તરફ પેટ્રોલિયમ પેદાશોએ પણ ખળભળાટ મચાવી દીધો હતો કારણ કે પેટ્રોલ ડીઝલનો વપરાશ પણ તળિયે પહોંચી ગયો હતો. મતલબ વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશોની ડિમાન્ડ ઘટી જવા પામી હતી અને એ સમયે તેની કિંમત પ્રતિ બેરલ માત્ર 20 ડોલર થઈ ગઈ હતી. વિશ્વના તમામ દેશોમાં વ્યવહાર, ટ્રાન્સપોર્ટ વ્યવહાર, વિમાની સેવાઓ લગભગ સ્થગિત થઈ હતી એટલે પેટ્રોલિયમ વપરાશ ઘટી ગયો હતો. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે જ્યા પેટ્રોલિયમ વપરાશ થતો હતો તે તમામ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા જે કારણે તેનો વપરાશ નહીંવત્ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતના લોકોને પેટ્રોલિયમ ભાવ ઘટવા છતાં તેનો કોઈ લાભ મળ્યો ન હતો જ્યારે કે સરકારે આમ પ્રજાને એવું કહીને પેટ્રોલ- ડીઝલ કિંમતો બાબતે નીતિ બનાવી હતી કે વિશ્વ સ્તરે રોજેરોજ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધઘટ થતી હોય છે અને તેનો લાભ આમ પ્રજાને મળશે…. પણ તેવું ન થયું કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ તેના પર કર ભારણ વધારી દીધું. પેટ્રોલની કિંમતો તળીએ જવા લાગી તેમતેમ સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારતી ગઈ પરિણામ એ આવ્યું કે વિશ્વસ્તરના બજારમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતો તળિયે પહોંચવા છતાં ભારતના લોકો પેટ્રોલ-ડીઝલના ઉચા ભાવ ચૂકવી રહી હતી.તે સાથે ઘરેલુ રાંધણ ગેસ તેમજ ધંધાર્થી ગેસની કિંમત પણ વધારી દીધી. તેમજ ભારતમાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ- ડિઝલની કિંમતોની સમીક્ષા બંધ કરી દીધી હતી. દેશમાં લોકડાઉન દૂર થતાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધવા લાગતા દેશની ઓઇલ કંપનીઓએ પણ પુનઃ ભાવો વધારવાની શરૂઆત કરી દીધી. જેના પરિણામે વાહન ધારકો પરેશાન થઈ ગયા તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને પણ પોતાના ભાડા દર વધારવા ફરજ પડી તેનો ભાર આમ પ્રજાએ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિતની ચીજ વસ્તુઓની વધુ કિંમત ચૂકવવાની નોબત આવી પડી અને તે કારણે મોંઘવારી આસમાન તરફ પહોંચી ગઈ…..!
દેશમાં બેહદ મોંઘવારી વધવાની ન હતી પરંતુ સાડા ચાર પાંચ વર્ષ પહેલા ભાજપ તથા ભાજપ સંકલીત 22 રાજ્ય સરકારો હતી અને કેન્દ્ર સરકારે પેટ્રોલિયમની રોજેરોજની કિંમત બાબતે સમીક્ષા કરવાનું આયોજન કર્યું તે સાથે સરકારે દાવો કર્યો હતો કે પ્રજાનાં ભલા માટે આયોજન કર્યું છે. વિશ્વ બજારમાં થતી પેટ્રોલિયમ કિંમતની વધઘટનો લાભ લોકોને મળશે આવી નિતિ બાબતે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ વચ્ચેની સમજુતી કરવામાં આવી હતી… પરંતુ બન્યું એવું કે નીતિ અમલમાં આવ્યા પછી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થવા લાગ્યો. અત્યારે વિશ્વ બજારમાં પેટ્રોલિયમની કિંમત ઓછી છે છતાં ભારતમાં ભાવ ઘટાડો થયો નથી….અને ઉપરથી રાંધણ ગેસ- ધંધાર્થી ગેસની કિંમતોમાં પણ વધારો કરી દીધો જેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે. કારણ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ભાડા દર વધારવા પડ્યા અને તેની મોટી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓ સહિતની ચીજો પર તથા શાક બકાલા ઉપર થઈ અને બેહદ કિંમતો વધી ગઈ જેથી પ્રજાની કેડ ભાંગી નાખતી મોંઘવારી વધી ગઈ. જો પેટ્રોલિયમ પેદાશો જીએસટી અંતર્ગત લાવવામાં આવે તો કિંમતોમાં મોટો ઘટાડો થઈ જાય પરંતુ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકાર તે માટે તૈયાર નથી. કારણ કે પેટ્રોલિયમ પેદાશો સરકારને માટે સોનાના ઈંડા આપતી પેદાશો બની ગઈ છે. જેથી મોંઘવારી કાબુમાં લેવી સરકાર માટે મોટી મુશ્કેલી છે…… આ બધા વચ્ચે રાજ્યોની પેટા ચૂંટણીમાં મતદારોએ પોતાના આક્રોશ વ્યક્ત કરતા સરકારે પેટ્રોલ- ડીઝલમા થોડી કિંમતો ઘટાડી…. પરંતુ પ્રજાને તેનાથી સંતોષ થયો નથી એ બાબત ભાજપ માટે દુષ્કર બની રહે તેવી સંભાવના વધી પડી છે…..!!
વંદે માતરમ્

Print Friendly, PDF & Email