Home દેશ - NATIONAL ICICI લોન ફ્રોડ કેસમાં વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી

ICICI લોન ફ્રોડ કેસમાં વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી

43
0

ICICI લોન ફ્રોડ કેસમાં કેન્દ્રિય તપાસ એજન્સી CBI દ્વારા વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. CBIએ ICICI-videocon લોન કેસમાં એક વધુ મોટા માથાની ધરપકડ કરી લીધી છે. આ મોટું માથું એટ્લે બીજું કોઈ નહીં પણ વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત. અગાઉ આ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ આ ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને લગભગ 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં કથિત રીતે અનિયમિતતા કરી હતી, જ્યારે આ છેતરપિંડી થઈ ત્યારે ચંદા કોચર બેંકના સીઈઓ હતા.

આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેબ્રુઆરી 2019માં ફોજદારી કેસ નોંધ્યો હતો. આ અંતર્ગત તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ચંદા કોચર પર ભેદભાવ અને વીડિયોકોન જૂથની તરફેણ કરવાનો આરોપ છે. સીબીઆઈએ નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત આઈપીસીની કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં ચંદા કોચર, તેના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને આરોપી તરીકે નામ આપ્યા છે. તરીકે નોંધવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એવો આરોપ છે કે વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે 2012માં ICICI બેંકમાંથી 3,250 કરોડ રૂપિયાની લોન મેળવ્યા બાદ નુપાવરમાં કથિત રીતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી. ફોર્બ્સ મેગેઝિનની ‘વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સામેલ ચંદા કોચર 1984માં ICICI બેંકમાં તાલીમાર્થી તરીકે જોડાયા હતા. 2009માં ચંદા કોચરને બેંકના CEO અને MD બનાવવામાં આવ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર : ચીનના વિદેશ મંત્રી
Next articleવૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો અને ફંડોની યુટિલિટીઝ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો…!!