Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો અને ફંડોની યુટિલિટીઝ અને પાવર...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો અને ફંડોની યુટિલિટીઝ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો…!!

35
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૪૫.૨૯ સામે ૫૯૭૫૫.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૭૫૪.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭૯.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૧.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૫૬૬.૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૬૩.૯૦ સામે ૧૭૮૯૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૩૫.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૦.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૩.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૨૭.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વેચાણના ભારે દબાણને કારણે ગત સપ્તાહ દરમિયાન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક સૂચકાંકો, ચીનમાં કોરોનાના વધતા કેસો અને ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે અમેરિકામાં ખરાબ મંદીની આશંકા વચ્ચે બીએસઇ સેન્સેક્સે ૬૦,૦૦૦ પોઈન્ટની જ્યારે નિફ્ટી ફ્યુચરે ૧૮,૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી તોડી હતી, જો કે વૈશ્વિક મોરચે અમેરિકામાં મંદીના વધતાં જતાં ફફડાટના પરિણામે વૈશ્વિક બજારોમાં સર્જાયેલી ઉથલપાથલ બાદ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં હવે મામૂલી વધારો કરવામાં આવશે એવી અપેક્ષાએ આજે સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

ચાઈનામાં કોવિડ કેસોના ફરી વિસ્ફોટના પરિણામે ચાઈનાએ મહત્વની આર્થિક નીતિ સમીક્ષા માટેની મીટિંગ મોકૂફ રાખતાં અને બીજી તરફ ચાઈના સાથે ભારતના અરૂણાચલ સરહદે થયેલા છમકલાં છતાં આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવાઈ હતી. ભારતમાં હવે આર્થિક સુધારાને ઝડપી આગળ વધારવાના સંકેત સાથે પીએસયુ બેંકોમાં ડિસઈન્વેસ્ટમેન્ટને વેગ આપવાના નિર્દેશે ફંડોએ આજે તેજી કરી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૭૩ કરોડ ઘટીને રૂ.૨૭૭.૯૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૧૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૮૫ અને વધનારની સંખ્યા ૨૮૫૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના ફ્લોમાં ઉતાર – ચઢાવ બનેલો છે. જો કે ડોમેસ્ટીક ઈન્સ્ટીટ્યૂશનર ઈન્વેસ્ટમેન્ટની સ્થિતિ યથાવત્ છે. ડેટા મુજબ ૨૩મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIમાં અંદાજીત રૂ.૧૦૦૦ કરોડના શેરની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી, જ્યારે DIIમાં અંદાજીત રૂ.૮૫૦૦ કરોડના શેર ખરીદ્યા છે. નવા સપ્તાહમાં રોકાણકારોની નજર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ રહેશે. સતત બીજા સપ્તાહે તેલના ભાવમાં તેજી જોવા મળી હતી. જોકે નબળા મંદીની આશંકા વચ્ચે બ્રેન્ટ ફ્યુચર્સ છેલ્લા ૩ સપ્તાહથી બેરલ દીઠ ૮૫ ડોલરની નીચે જોવા મળ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયાના ઓઈલ પર પ્રાઈસ કેપ લદાયા બાદ ઉત્પાદનમાં કાપ મુકવાની વાતને કારણે ઓઈલ માર્કેટમાં સતત બીજા સપ્તાહે તેજી જોવા મળી હતી.

આગામી દિવસોમાં ચીનમાં કોરોનાના વધતા કેસ પર સૌની નજર રહેશે, જે માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. ચીન, અમેરિકા, જાપાન અને વિશ્વના ઘણા ભાગોમાં કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવ્યું છે. વિશ્વમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી રોકાણકારો સાવચેત થઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ સામે આવ્યા છે. ઉપરાંત નવેમ્બર માસ માટેના રાજકોષીય ખાધ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના આંકડા ૩૦મી ડિસેમ્બરે જાહેર કરાશે. ઉપરાંત ૧૬મી ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહ માટે બેંકોની લોન અને ડિપોઝિટમાં થયેલા વધારા સાથે સંબંધિત ડેટા અને ૨૩મી ડિસેમ્બરે પૂરા થતા સપ્તાહના વિદેશી મુદ્રા ભંડારના ડેટા શુક્રવારે જાહેર કરાશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleICICI લોન ફ્રોડ કેસમાં વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી
Next articleઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજીત આચરી સ્પર્ધામાં પાટણ યુનિ.ની ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.