Home દેશ - NATIONAL GNS BREAKING : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાં જ વિધાનસભા થશે ભંગ….?

GNS BREAKING : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાં જ વિધાનસભા થશે ભંગ….?

353
0

રાજ્યપાલ, નવી ગઠબંધનવાળી સરકાર લાંબી નહીં ચાલે, સ્થિરતા આપી શકે તેમ નથી…તેવા કારણો આપીને વિધાનસભા ભંગ કરી નાંખે તેવી અટકળો
ભાજપથી અલગ પડીને કાશ્મીરમાં મેહબુબાએ સરકાર રચવાનો પ્રયાસ કરતાં વિધાનસભા ભંગ થઇ તેવું મહારાષ્ટ્રમાં થવાની આશંકા….!
“અમે નહિં તો કોઇ નહી”ની કાશ્મીર ફોર્મ્યુલા અમલમાં મુકી શકે છે મોદી સરકાર…!

(જી.એન.એસ.) નવી દિલ્હી, તા.22
રાષ્ટ્રપતિ શાસન હેઠળના મહારાષ્ટ્રમાં નવી ત્રિપક્ષિય ગઠબંધન વાળી નવી સરકારનું પિંડ બંધાઇ ચૂક્યું છે. અને શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રીપદ હેઠળ એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર બનવા જઇ રહી છે. આવતીકાલે શનિવારે ત્રણેય પક્ષના નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને નવી સરકાર રચવા માટે જરૂરી તમામ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવાના પૂરાવા આપીને તેમને સરકાર રચવાનું આમંત્રણ આપે તેવી વિનંતી કરે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
જો કે એક માહિતી એવી ચર્ચાઇ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો સાથ છોડ્યા બાદ પીડીપીના મેહબુબાએ બીજા પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરતાં વિધાનસભા જ ભંગ કરી દેવામાં આવી તેમ મહારાષ્ટ્રમાં તો નહીં થાય ને…? એનડીએ સરકાર દ્વારા મૂકાયેલા રાજ્યપાલે એનસીપીને સરકાર રચવા આપેલો સમય પૂરો થાય તે પહેલાં જ રાષ્ટ્રપતિ શાસન લાદીને સૌને લટકતા રાખ્યા તેમ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ, નવી ગઠબંધનવાળી સરકાર લાંબી નહીં ચાલે, સ્થિરતા આપી શકે તેમ નથી…તેવા કારણો આપીને વિધાનસભા ભંગ કરી નાંખે તેવી અટકળો વહેતી થઇ છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે શિવસેનાથી ભારે નારાજ ભાજપના નેતાઓ રાજ્યપાલ દ્વારા આવુ પગલુ ભરાવે તો નવાઇ નહીં….!
રાજકિય સૂત્રોએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે સરકાર બનાવી હતી. જો કે તે લાંબી ના ચાલી. ભાજપે પીડીપી સાથે સરકાર બનાવીને કાશ્મીર ખીણ પ્રદેશમાં પગપેસારો કરવામાં સફળતા મેળવી હતી અને ત્યારબાદ સરકાર પડી ભાંગી હતી. પીડીપીએ ભાજપ સરકારમાંથી નિકળી ગયા બાદ ફારૂખ અબ્દુલ્લા અને અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. જો કે એનડીએના રાજ્યપાલ સત્યપાલ મલિકે તરત જ વિધાનસભા ભંગ કરી નાંખી હતી. પરિણામે પીડીપી કે અન્ય પક્ષો ભાજપ સિવાય સરકાર રચી શક્યા નહોતા.
મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપે અમારી સાથે દગો કર્યો કહીને સતત આરોપોનો મારો ચલાવીને ભાજપ વિરોધી પક્ષો સાથે મળીને ભાજપની છાતી પર સરકાર બનાવવાના કરેલા પ્રયાસોને નિષ્ફળ બનાવીને પોતાની ચાણક્યનીતિ બતાવવા માટે ભાજપ પાસે વિધાનસભા ભંગ કરાવ્યાં સિવાય બીજો કોઇ તાકીદનો રસ્તો નથી. જો એકવાર સરકાર બની ગઇ તો તેને તોડવા માટે કર્ણાટકની જેમ કરવું પડે અને સરકારને લઘુમતિમાં મૂકવા માટે શિવસેના કે એનસીપી કે કોંગ્રેસના ધારાસભ્યો પાસેથી રાજીનામા અપાવવા પડે. અને તો જ સરકાર ગબડે. પરંતુ તે માટે શિવસેનાને નવી સરકાર રચવા દેવી પડે અને જો શિવસેનાના સીએમ થાય તો ભાજપને ત્યારબાદ વિપક્ષમાં બેસવુ પડે.
સૂત્રોએ કહ્યું કે તેના કરતાં સારો ઉપાય વિધાનસભા ભંગ કરીને સૌને લટકતા રાખવા અને ભાજપને અનુકૂળ હોય ત્યારે ફરી ચૂંટણીઓ આપવી એવી એક ફોર્મ્યુલા ચાલી રહી હોય તો પણ નવાઇ નહીં. જો કે જે તેમ થાય તો ત્રણેય પક્ષોએ ત્યારબાદ અદાલતમાં જંગ ખેલવાની તૈયારી રાખવી પડે. યે ઇશ્ક નહીં આસાન..ની જેમ મહારાષ્ટ્રમાં શિવસેના માટે યે રાહ નહીં આસાન જેવું થાય તો પણ નવાઇ નહીં….!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાંજરાપોળ અકસ્માતનો બોધપાઠઃ-શું શહેરીજનોને 108 સેવાએ પંગૂ બનાવ્યાં….?
Next articleમહારાષ્ટ્રમાં ભાજપ સરકારઃ સંદેશો સાફ છે- ભ્રષ્ટાચાર કરો બચવુ હોય તો કપાળે કેસરી ચંદન ઘસો..!!!