Home દેશ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારઃ સંદેશો સાફ છે- ભ્રષ્ટાચાર કરો બચવુ હોય તો કપાળે...

મહારાષ્ટ્રમાં ભાજપ સરકારઃ સંદેશો સાફ છે- ભ્રષ્ટાચાર કરો બચવુ હોય તો કપાળે કેસરી ચંદન ઘસો..!!!

471
0

સત્તાની લડાઇમાં બંધારણનો સોથ વાળી નાંખ્યો આ લોકોએ….!
અમે નહીં તો કોઇ નહીં….ની માનસિક્તા લોકશાહી માટે ખતરો છે
પ્રજા આળસ મરડીને જાગશે ત્યારે દેવેન્દ્રો-ઠાકરેઓ-પવારો- માટીમાં દફન થઇ જશે
કેસરી જળાભિષેક થયો અને 25 હજાર કરોડના ગોટાળાના મહાપાપ ધોવાઇ ગયા…!
જ્યારે જન આક્રોશ ફાટી નિકળશે ત્યારે, મહેલની ભષ્મકણી ન લાધશે…..!

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.23
રામાયણમાં લખાયું છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થશે…….શ્રીરામના રાજ્યભિષેકની તૈયારીઓ ચાલતી હતી અને 14 વર્ષનો વનવાસ મળ્યો. એવુ જ કંઇક મહા-રાષ્ટ્ર ભારતના મહારાષ્ટ્ર નામના રાજ્યમાં બન્યું. શિવસેનામાં લગ્નની શરણાઇઓ વાગતી હતી ત્યાં ભાજપ અને અજીત પવાર લાડી લઇને ભાગી ગયા જેવો ઘાટ ઘડાયો અને અમલી બન્યો. ભાજપ અને 25 હજાર કરોડના બેંક ગોટાળાના આરોપી( આ કેસ મોદી સરકારે જ કર્યો છે જાણ સારૂ) અજીત પવાર આજ ખુશ તો હોંગે….શિવસેનાને હાથ મસળતી રાખ્યાનો કોઇ નરેન્દ્ર કોઇ દેવેન્દ્ર પરમ સુખ અનુભવતા હશે અને સત્તા તો અમારી જ…..એમ કહેનારને આજે મસ્ત મસ્ત લાગે છે પણ કોઇને નીચા પાડવા માટેની આ નીતિરીતિ ભારતના રાજકીય ઇતિહાસમાં એક કલંકિત ઘટના તરીકે અંકિત થઇ ગઇ છે એનો સ્વીકાર સૌએ કરવો જ રહ્યો. સત્તાનો આવો જ મદ એક સમયે કોંગ્રેસને હતો અને આજે કોંગ્રેસના કેવા હાલહવાલ છે….?
ભારતના રાજકારણમાં હરિયાણાના ભજનલાલની આખા પક્ષ સાથે સત્તા માટે સામે દોડી જવાની ઘટના આયારામ-ગયારામ તરીકે નોંધાયેલી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં 23 નવેમ્બરનો દિવસ કાળો દિવસ છે એમ જો શિવસેના કહે તો એ કહેવાનો તેને હક્ક છે. કેમ કે એણે ગુમાવ્યું છે. સત્તાની આ લડાઇમાં મની પાવરનો મુખ્ય રોલ રહ્યો છે. મની અને પાવર. મની એટલે નાણા-લોભ-લાલચ અને પાવર એટલે સત્તા-સરકાર-પ્રશાસન-લાલ બત્તીવાળી ગાડી અને બંગલો. બની શકે કે અજીત પવાર મની અને પાવર બન્નેથી અંજાયા હોય કે ગભરાયા હોય અને ભાજપની સાથે ગયા. વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરતી વખતે શું થશે એ તો નંબર ગેમ ચાલશે પણ લોકશાહી માટે આ અત્યંત ઘાતક અને આઘાતજનક છે.
સરકાર કોઇપણ બનાવે પણ સત્તાનો દુરૂપયોગ કરીને અને અમે નહીં તો કોઇ નહીં….ની માનસિક્તા લોકશાહી માટે ખતરો છે. એક સમયે ઇન્દિરા એટલે ઇન્ડિયા અને ઇન્ડિયા એટલે ઇન્દિરા એમ કહેવાતુ હતું. આજે ઇન્દિરા નથી પણ ઇન્ડિયા છે. દેશ અમર છે, સત્તા નહીં. ભારતમાં ઘણાં જન આંદોલનો થયા છે. લોકોએ સામી છાતીએ ગોળી ખાધી છે પણ ઝૂક્યા નથી. મહારાષ્ટ્રમાં હું સરકાર બનાવુ તેના કરતાં બે પક્ષોના અહંકારની લડાઇ છે. શિવસેના ભાજપને બતાવી દેવા માંગે છે અને ભાજપ શિવસેનાને. જેમાં બે આખલામી લડાઇમાં ઝાડનો સોથ વળી જાય એમ બે પક્ષોની લડાઇમાં લોકશાહીનો કચ્ચરઘાણ નિકળી રહ્યો છે.
રાતોરાત સત્તાના જોરે બધુ જ કરી નાંખવુ અને પછી ટ્વીટ કરીને બધાઇ હો….કહેવું તે આખી પ્રક્રિયામાં રાજભવન અને રાષ્ટ્રપતિ ભવનની ભૂમિકા મસ્ત રહી છે. કોંગ્રેસના રાજમાં રાષ્ટ્રપતિ રબ્બર સ્ટેમ્પના આરોપો લાગતા હતા, રાજ્યપાલો કેન્દ્ર સરકારના રાજકિય એજન્ટોના આરોપો લાગતા હતા. આજે….? બધુ જ ફટ ફટાફટ. અને સવારે, હું દેવેન્દ્ર ફડણવીસ ઇશ્વરના નામે સોગંદ લઉ છું કે……! તેમની સાથે અજીત પવારના શપથ. નાયબ મુખ્યમંત્રી….! મહારાષ્ટ્રના થોડાક દિવસ માટે નાયબ સીએમ બનેલા અજીત પવાર સામે સહકારી બેંકમાં 25 હજાર કરોડના ગોટાળાની ફરિયાદ કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓએ કરી છે.
સામે હતા તો આરોપી અને અને આ બાજુ આવ્યાં કેસરી જળાભિષેક થયો અને 25 હજાર કરોડના ગોટાળાના મહાપાપ ધોવાઇ ગયા…! કેસરીલાલને સત્તા મળી પણ અજીત સામેના આરોપો….? સંદેશો સાફ સાફ છે કે તમે કરોડો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરો બચવુ હોય તો કપાળે કેસરી ચંદન ઘીસો…..જા બચ્ચા તેરા કલ્યાણ હોગા….1 બસ, આ જ ચાણક્યનીતિ…?
સત્તા તો કોઇની ટકી નથી અને ટકવાની નથી. ભારત પર 200 વર્ષ એક ચક્રી રાજ કરનારા ફિરંગીઓ લંડન ભેગા થઇ ગયા. નાગપુર ભેગા થતા વાર નહીં લાગે જ્યારે જન આક્રોશ ફાટી નિકળશે ત્યારે, મહેલની ભષ્મકણી ન લાધશે…..! સત્તાની આ લડાઇમાં રાજકિય પક્ષોને સામાન્ય લોકોની કોઇ ચિંતા છે ખરી..? ખેડૂતો મરતા હોય તો ભલે મરે પણ પહેલા મને સત્તા મળે તે પછી જ બીજી વાત….!
રાજનીતિમાં મહારાષ્ટ્રનો ખેલ ખતરોં કા ખેલ હૈ. અજીત પવાર કે ડરને કા ખેલ હૈ…પરિણામ….? લોકશાહીરૂપી નાવડીમાં છેદ પડી ગયું છે. અજીત જેવા લોગ આતે ગયે…ઔર છેદ બઢતા હી ગયા…..બઢતા હી ગયા….! સત્તાના આવા ખેલ લોકશાહીના હિતમાં બંધ થાય. પછી તે સીએમ તો અમારા જ….કહેનાર માતોશ્રીના ઠાકોરજી હોય…..મારી સામે નોટિસ કેમ કાઢી એમ કહેનાર શરદજી હોય કે લાગ મળે ત્યારે લોમડીની જેમ સત્તા પર ઝપટવા તૈયાર કોંગ્રેસ હોય કે પછી અમે તો 50 વર્ષ રાજ કરીશું…..કહેનાર ભાજપના અ.મો. હોય….!
/યે માટી સભી કી કહાની કહેંગી……ન કોઇ રહા હૈ ન કોઇ રહેંગા…ન કોઇ રહા હૈ….70 વર્ષ રાજ કરનારા 44 પર આવી ગયા છે 302 મેળવનાર ફરી 2 પર નહીં આવે તેની કોઇ 56ની છાતી કાઢીને કહેવા તૈયાર છે….? નહીં….કેમ કે, યે તો પપ્લિક હૈ યે સબ જાનતી હૈ યે તો પબ્લિક હૈ….આળસ મરડીને જાગશે ત્યારે કેટલાય દેવેન્દ્રો-ઠાકરેઓ-પવારો- માટીમાં દફન થઇ જશે એ મુંબઇના ઇન્ડિયા ગેટની સામી દિવાલ પર લખાઇ ગયું છે. સબૂર…….તમારી લડાઇમાં દેશને બરબાદ ના કરશો….

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGNS BREAKING : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાં જ વિધાનસભા થશે ભંગ….?
Next articleરૂપાણી સરકારનો છબરડો- પર્યાવરણની મંજૂરી વગરના પ્રોજેક્ટનું મોટા ઉપાડે કર્યું ભૂમિપૂજન