Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી EVM ડેટા સાથે VVPAT સ્લિપના 100% મેચિંગની માંગ કરતી અરજી પર સુનાવણી...

EVM ડેટા સાથે VVPAT સ્લિપના 100% મેચિંગની માંગ કરતી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યા ચાર સવાલના જવાબ

6
0

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી,

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ડેટા સાથે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી પર સુપરેમ કોર્ટે સુનાવણી કરી હતી. ટેક્નોલોજી સંબંધિત વધુ ચાર-પાંચ મુદ્દાઓની માહિતી લીધા બાદ કોર્ટે બીજી વખત નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એટલે કે હવે નિર્ણયની રાહ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા નિર્ણય આવી જશે તેવી ધારણા છે. SCમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે સ્પષ્ટ કહ્યું હતું કે અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી. કોર્ટે કહ્યું કે અમે કોઈપણ અન્ય બંધારણીય સત્તાના કામકાજને નિયંત્રિત કરી શકતા નથી. ચૂંટણી પંચે અમારી શંકાઓ દૂર કરી છે. અમે તમારી વિચાર પ્રક્રિયા બદલી શકતા નથી. અમે શંકાના આધારે આદેશ જારી કરી શકતા નથી.

તમને જણાવી દઈએ કે હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારના માત્ર પાંચ મતદાન મથકોના EVM વોટ અને VVPAT સ્લિપ મેચ થાય છે. આ મહિનાની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ફક્ત પાંચ રેન્ડમલી પસંદ કરેલ EVM ને ચકાસવાને બદલે તમામ EVM મતો અને VVPAT સ્લિપ્સની ગણતરીની માંગ કરતી અરજી પર ECIને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કહ્યું હતું કે, અમને ફક્ત ખુલાસો જોઈએ છે. માઇક્રોકન્ટ્રોલર કન્ટ્રોલિંગ યુનિટમાં ઇન્સ્ટોલ કરેલું છે કે VVPAT માં? અત્યારે આપણે ધારીએ છીએ કે માઇક્રોકન્ટ્રોલર કંટ્રોલ યુનિટમાં છે. અમને કહેવામાં આવ્યું હતું કે VVPATમાં ફ્લેશ મેમરી છે. બીજી વસ્તુ જે આપણે જાણવા માંગીએ છીએ કે માઇક્રોકન્ટ્રોલર ઇન્સ્ટોલ કરેલું છે કે નહીં. શું તે એક વખત પ્રોગ્રામેબલ છે? તેની પુષ્ટિ કરો. ત્રીજું, તમે પ્રતીક લોડિંગ એકમોનો સંદર્ભ લો. તેમાંથી કેટલા ઉપલબ્ધ છે? ચોથી બાબત એ છે કે ચૂંટણી પિટિશન ફાઇલ કરવાની મર્યાદા અવધિ તમારા અનુસાર 30 દિવસની છે અને આ રીતે સ્ટોરેજ અને રેકોર્ડ 45 દિવસ સુધી જાળવવામાં આવે છે. પરંતુ કાયદા હેઠળ, ચૂંટણી પિટિશન ફાઇલ કરવાની મહત્તમ મર્યાદા 45 દિવસ છે. તમારે તેને ઠીક કરવું પડશે. બીજું, કંટ્રોલ યુનિટ માત્ર સીલ કરવામાં આવે છે કે VVPAT અલગ રાખવામાં આવે છે તે અંગે અમે થોડી સ્પષ્ટતા ઈચ્છીએ છીએ.

સુપ્રીમ કોર્ટે ઈવીએમની કામગીરીને લગતા ચાર-પાંચ પ્રશ્નો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યા હતા. કોર્ટે કહ્યું કે અમને વધુ માહિતીની જરૂર છે. કારણ કે અમને મામલાના તળિયે એટલે કે ઊંડાણમાં માહિતી જોઈએ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું, અમે વારંવાર પૂછાતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. અમને ફક્ત ત્રણ-ચાર સ્પષ્ટતા જોઈએ છે. અમે હકીકતમાં ખોટા બનવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી અમે સ્પષ્ટતા માટે પૂછવાનું વિચાર્યું. એક અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પારદર્શિતા માટે ઈવીએમનો સોર્સ કોડ પણ જાહેર કરવો જોઈએ. આના પર જસ્ટિસ ખન્નાએ જવાબ આપ્યો, સોર્સ કોડ ક્યારેય જાહેર ન કરવો જોઈએ. જો જાહેર થશે તો તેનો દુરુપયોગ થશે.

1. કંટ્રોલ યુનિટ અથવા VVPAT માં કયું માઇક્રોકન્ટ્રોલર ઇન્સ્ટોલ કરેલ છે?

2. ચૂંટણી પિટિશનની મર્યાદા 30 દિવસની છે અને તેથી EVMમાં ડેટા 45 દિવસ સુધી સંગ્રહિત થાય છે. પરંતુ કાયદા હેઠળ તેને સુરક્ષિત રાખવાની મર્યાદા 45 દિવસ છે. શું સંગ્રહ સમયગાળો વધારવાની જરૂર છે?

3. શું માઇક્રોકન્ટ્રોલર એકવાર પ્રોગ્રામ કરવામાં સક્ષમ છે કે નઈ?

4. EVM માં કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ ઉપલબ્ધ છે?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનકલી RTO ઓફિસર બની NOCના નામે 50 હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર બે વ્યક્તિની ધરપકડ કરતી દિલ્હી પોલીસ
Next articleબિહારના પટનામાં બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના, 4  મોત, 10 થી વધુ ઘાયલ