Home દેશ - NATIONAL EVMમાં ગડબડીના આરોપો પર ECની ‘ઓપન ચેલેન્જ’, આવો અને સાબિત કરો

EVMમાં ગડબડીના આરોપો પર ECની ‘ઓપન ચેલેન્જ’, આવો અને સાબિત કરો

440
0

(જી.એન.એસ), તા.૪
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં છેડછાડ અને ગડબડીના આરોપોનો સામનો કરી રહેલા ચૂંટણી પંચે હવે તેની વિશ્વસનીયતા સાબિત કરવા માટે ઓપન ચેલેન્જ આપવાનો ફેંસલો કર્યો છે. પોલ પેનલના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ચેલેન્જ માટે જલદી એક તારીખ નક્કી કરાશે. 2009માં પણ ચૂંટણી પંચે તમામ માટે એક ઓપન ચેલેન્જ જારી કરી હતી જેમાં કહેવાયું હતું કે EVMથી છેડછાડ કરીને બતાવો. કોઈ પણ સાબિત કરી શક્યું નહતું. ત્યારબાદ હવે ફરી એકવાર મશીન સાથે છેડછાડનો વિવાદ ઉઠ્યો છે. ચૂંટણી પંચના કહેવા મુજબ તમામ શંકાઓને દૂર કરવા માટે એકવાર ફરીથી આ પ્રક્રિયાને દોહરાવવાનો ફેસલો કરાશે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને લોકોને આ ચેલેન્જમાં સામેલ થવાનું જણાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ જે પણ વ્યક્તિને EVM પર સંદેહ છે તેઓ ઓપન ચેલેન્જમાં સામેલ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ચૂંટણી પંચને પડકાર ફેંક્યો હતો કે તેમને 72 કલાક માટે EVM આપવામાં આવે તો તેઓ ગડબડી કરીને બતાવશે. કેજરીવાલે આ અગાઉ આરોપ લગાવ્યો હતો કે EVM સાથે છેડછાડ થઈ શકે છે. તેમણે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આપની હારનું ઠીકરું EVM પર ફોડ્યું હતું. બસપા સુપ્રીમો માયાવતીએ પણ EVMની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યાં હતાં. સપા અને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. આ પાર્ટીઓએ ચૂંટણી પંચને કહ્યું હતું કે કાં તો મશીનોને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સાથે જોડવામાં આવે નહીં તો પછી મશીનોનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.
નોંધનીય છે કે પહેલી એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના ભિંડમાં ટ્રાયલ દરમિયાન VVPAT મશીનથી બે બટન દબાવતા ભાજપની ચિઠ્ઠી નીકળ્યાં બાદ મામલો ગંભીર બન્યો હતો. જો કે ચૂંટણી પંચે આ આરોપોને ફગાવ્યાં છે. ગત મહિનાની 16 તારીખના રોજ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 2009માં ઓપન ચેલેન્જ દરમિયાન અનેક અવસરો આપવા છતાં ચૂંટણી પંચની હેડ ઓફિસમાં મશીનમાં કોઈ પણ પ્રકારની ગડબડી જોવા મળી નહતી. પંચે જણાવ્યું કે ચેલેન્જ દરમિયાન અનેક લોકો ફેલ ગયા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૂજારાને મળનારી રકમ બહુ જ ઓછીઃરવિ શાસ્ત્રી
Next articleમાતાએ પુત્રી સાથે આજી ડેમામાં કરી આત્મહત્યા