Home વ્યાપાર જગત - BUSINESS કોરોના – ઓમિક્રોનના કેસોમાં વધારો છતાં કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની...

કોરોના – ઓમિક્રોનના કેસોમાં વધારો છતાં કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!

95
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૪૪.૬૫ સામે ૬૦૦૭૦.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૮૭.૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૦.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫૦.૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૩૯૫.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૪.૩૦ સામે ૧૭૯૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૦૫.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૫૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. વિશ્વભરમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભારતમાં પરિસ્થિતિ સ્ફોટક બનીને મહારાષ્ટ્રમાં ૨૦૦૦૦થી વધુ દૈનિક પોઝિટીવ કેસો નોંધાતા ફરી લોકડાઉનના ભણકારાં બાદ મુંબઈમાં હાલ તુરત લોકડાઉન નહીં લાગુ કરવાના નિર્ણય અને પરિસ્થિતિને પહોંચી વળવાના તંત્રના દાવા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પણ બે-તરફી અફડાતફડી બાદ તેજી તરફી રૂખ જોવાઈ હતી.  ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં ગત સપ્તાહે સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કર્યા  બાદ ફરી આજે ઘટાડે કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં શોર્ટ કવરિંગ કર્યું હતું.

વૈશ્વિક મોરચે લોકડાઉન જેવા આકરાં પગલાં ભારતમાં કોરોનાના વિસ્ફોટના કારણે લેવા પડે એવી પરિસ્થિતિ સર્જાવા લાગી છે, છતાં આ વખતે લોકોની રોજગારી અને સ્વાસ્થયની સાથે આ મહામારી વિનાશક આર્થિક કટોકટીમાં ન પરિણમે એ માટે તકેદારી લઈને વિવિધ રાજયો, કેન્દ્ર સરકાર સંપૂર્ણ લોકડાઉન લાગુ નહીં કરવાનું અને  તકેદારીના શકય એટલા પગલાં લઈને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસે અને વિશ્વ પર કોરોના – ઓમિક્રોનનો ભરડો છતાં ફરી એકવખત ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડો – એફપીઆઈઝ – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ખરીદદાર બન્યા છે. જેને  ધ્યાનમાં લેતાં સાવચેતી વચ્ચે ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ચાલુ રાખવાના સરાહનીય પ્રયાસ થઈ રહ્યા હોવાથી આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપીટલ ગુડ્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ, ઓટો, ફાઈનાન્સ, યુટિલિટીઝ અને પાવર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૧ અને વધનારની સંખ્યા ૨૬૪૦ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીના બે વર્ષમાં અનેક વિપરીત પરિબળો વચ્ચે વિશ્વભરના દેશો દ્વારા સ્ટીમ્યુલસ પેકેજો જાહેર કરવા સાથે સિસ્ટમમાં નાણા પ્રવાહિતા વધારવામાં આવતાં વર્ષ ૨૦૨૧માં અસાધારણ લિક્વિડિટી-પ્રવાહિતા થકી ઊંચું વળતર અપાવનારા ભારતીય મૂડી બજારમાં આ પ્રવાહિતા ઠલવાતી રહીને ભારતીય શેરબજારો ઐતિહાસિક ઊંચાઈને આંબતા જોવાયા છે. કોરોનાનું સંક્રમણ ફરી અમેરિકા, યુરોપના દેશોમાં વધતું જોવાતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે, ત્યારે શકય છે કે અમેરિકા સહિત યુરોપના દેશોએ અગાઉ સ્ટીમ્યુલસ અટકાવવાના અને બોન્ડ ટેપરીંગના લીધેલા નિર્ણયોમાં ટૂંકાગાળા માટે ફેરવિચારણા કરવાની આવશ્યકતા રહેશે.

ફુગાવો – મોંઘવારીનું પરિબળ હજુ જોખમી બની રહ્યું છે, ત્યારે સિસ્ટમમાંથી વધુ પડતી પ્રવાહિતા પાછી ખેંચવાના અને વ્યાજ દરોમાં વધારો કરવામાં ફેર વિચારણા કરવાની અને હાલ તુરત ટૂંકાથી મધ્યમગાળા માટે અમેરિકા, યુરોપના દેશોની સાથે વિવિધ દેશો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનું મોકૂફ રાખવામાં આવી શકે છે. જેથી શકય છે કે પ્રવાહિતાની સ્થિતિ જળવાઈ રહી ફોરેન ફંડો-એફપીઆઈઝ જે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય શેરબજારોમાં અવિરત વેચવાલ બન્યા છે એ ફરી શેરોમાં ખરીદદાર બનીને ભારતીય શેરબજારોને વર્ષ ૨૦૨૨માં નવી વિક્રમી ઊંચાઈએ લાવી દેશે. વૈશ્વિક આ સંભવિત પરિસ્થિતિ સાથે આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા અને કેન્દ્રિય બજેટ બજારોને નવી ઊંચાઈએ લઈ જવા મહત્વનું ટ્રીગર બની રહે તો પણ નવાઈ ન પામશો. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે કોરોના સંક્રમણની સ્થિતિ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્લોબલ વોર્મિંગ એ ગંભીર સમસ્યાઓમાંથી એક છે
Next articleસરકાર કે વ્યક્તિઓ પર્યાવરણ માટે જવાબદાર છે?
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.