Home હર્ષદ કામદાર ચીનનો નવો કાયદો ભારત સહિત સરહદી 14 દેશોને અસર કરતા…..!

ચીનનો નવો કાયદો ભારત સહિત સરહદી 14 દેશોને અસર કરતા…..!

81
0
SHARE

(જી.એન.એસ : હર્ષદ કામદાર)
ચીનમાં વીજળી કટોકટી પેદા થતા ઔદ્યોગિક એકમો ઠપ થઇ જવા સાથે લોકો બેરોજગાર બની ગયા છે તે સાથે મોંઘવારી બેહદ વધી જતા ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગ સામે સમગ્ર ચીનમાં લોક આક્રોશ ભભૂકી ઉઠયો છે. જ્યારે કે ખુદની કોમ્યુનિસ્ટ પાર્ટીમા પણ શી જિન પિંગે પોતાના માટે કાયમી સત્તા ઉભી કરવા સામે ભારે આક્રોશ વ્યાપી ગયેલો છે….. પરંતુ તમામ લોકો ડરેલા છે કારણ 1989 મા મોંઘવારી સામેના આંદોલન કરતા દશ હજારથી વધુ વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી આમ પ્રજા વિરોધ કરવા મેદાનમાં આવવા તૈયાર નથી. શી જિન પિંગ આ બાબતને સારી રીતે સમજી ગયા છે. બીજી તરફ ચીને ગત ૨૩મી ઓક્ટોબરે બોર્ડર સિક્યુરીટીને સાંકળી લેતો નવો કાયદો બનાવ્યો છે જેને “લેન્ડ બોર્ડર લો” કહેવામાં આવી રહ્યો છે. આ કાયદો લાવી ચીન દેશની નજીકના 14 દેશોની સરહદોમા જ્યા ઘુસણખોરી કરી હોય કે પોતાનો પ્રદેશ હોવાના દાવા કરેલ હોય કે કરતો હોય તેવા વિવાદોમાં જે તે દેશની ઉશ્કેરણી કરવાની ઇચ્છા ધરાવતો હોય તેવું ફલીત થાય છે. આ કાયદો લાવવા પાછળ ચીનનો ઉદ્દેશ નેશનલ, રીજનલ અને સ્થાનિક સ્તરે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવી અને બોર્ડર સિક્યોરીટી સાથે જોડાયેલા પ્રશ્નોને કાયદાકીય રીતે સારી રીતે મેનેજ કરવા માટે છે તેવું ચીનનુ સત્તાતંત્ર કહે છે. આ કાયદાને લઇને ભારતની ચિંતા વધી છે કારણ કે આ કાયદો અમલમાં આવતા જ ચીનની વિસ્તારવાદી નીતિ હોઈ તે કાયદાના બહાને પડોશી દેશો સામે દુરૂપયોગ શરૂ કરશે તેવી શંકાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે…..!
દેશના નિષ્ણાતો અને રાજકીય પંડિતોના કહેવા અનુસાર ચીનની આંતરરાષ્ટ્રીય સીમા 14 દેશો સાથે છે… જેમાં મોગોલીયા, ભૂટાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તાજીકિસ્તાન, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, ઉત્તર કોરિયા, વિયેટનામ, લાઓસ, મ્યાંમાર વગેરે દેશોનો સમાવેશ થાય છે. આ કાયદાથી ભારતની ચિંતા વધવાનું કારણ છે કે ચીને આ કાયદાનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. આ કાયદા અનુસાર ભારતનો અરૂણાચલ પ્રદેશ પોતાનો હોવાનો દાવો પણ ચીનનો છે તે સાથે જ ચીને સાઉથ ચાઈના સમુદ્ર ના પણ કેટલાક વિવાદાસ્પદ વિસ્તારોને પોતાના માને છે અને તેના દાવા કરે છે. જ્યારે કે ચીને બનાવેલ નવો કાયદો‌ ભારતની ચીન સાથેની 3,488 કિલો મીટરની સરહદને અસર કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યા છે તે કારણે આ કાયદાની અસર ભારતના સરહદી વિવાદ પર પડવાની સંભાવના નિશ્ચિત લાગી રહી છે…..! ઉપરાંત ચીને બનાવેલા કાયદામાં નદીઓ અને સરોવરો,સમુદ્રી વિસ્તારોની શાંતિ બનાવી રાખવા પ્રાવધાન કરેલ છે જે પ્રાવધાન ભારતને નજરમાં રાખીને કર્યું છે. બ્રહ્મપુત્રા નદીનું ઉદગમ સ્થાન ચીનના કંટ્રોલમાં આવેલ તિબેટ ઓટોનોમસ વિસ્તારમાં છે.ઓ આ કાયદાનો ઉપયોગ કોઈપણ નદીના પાણી રોકી રાખવા કરી શકે તેમજ પોતાના સૈન્યની જરૂરત પ્રમાણે ઉપયોગ કરી શકે. બીજી તરફ ચીનના સરહદી 14 દેશો સાથે વિવિધ વિવાદો ચાલી રહ્યા છે અને શી જિનપિંગને પોતાની સત્તા ટકાવી રાખવી છે તેથી ઓક્ટોબર માસમાં તારીખ 20 મીએ મળનાર પાર્ટીની બેઠકમાં પોતાની ઉપલબ્ધિ બતાવવા આ વિવાદી કાનુન બનાવ્યો છે તેવું સાબિત કરશે…. પરંતુ શી જીન પીગની મહત્વકાંક્ષા સૌ કોઈ જાણે છે…..!
વંદે માતરમ્

Print Friendly, PDF & Email