Home દેશ - NATIONAL રાષ્ટ્રપતિ કોવિંદ પહેલા મહુવા ત્યારબાદ ભાવનગર આવાસનું લોકાર્પણ કરશે

રાષ્ટ્રપતિ કોવિંદ પહેલા મહુવા ત્યારબાદ ભાવનગર આવાસનું લોકાર્પણ કરશે

143
0

૨૯મીએ રાષ્ટ્રપતિ ભાવનગર જિલ્લાના મહેમાન બનશે
(જી.એન.એસ) , તા.૨૭
ભાવનગર
રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈ ભાવનગર જિલ્લા વહિવટી તંત્રે તૈયારીઓનો ધમધમાટ શરૃ કરી દિધો છે. જયારે,શહેરમાં આયોજિત આ કાર્યક્રમને લઈ ભાવનગર મહાનગરપાલિકાએ પણ શહેરના સુભાષનગર સ્થિત કાર્યક્રમ સ્થળે ડોમ તૈયાર કરી કાર્યક્રમને આખરી ઓપ આપ આપવા કાર્યવાહી શરૃ કરી છે.હાલ કાર્યક્રમ સ્થળે ૪૦૦ની ક્ષમતા સાથેનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું અને કાર્યક્રમ સ્થળે ૪ ગ્રીન રૃમ બનાવવા તંત્રે તૈયારીઓ શરૃ કરી હોવાનું જાણવા મળેલ છે. ભાવનગર પોલીસે પણ આ કાર્યક્રમને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત શરૃ કર્યો છે. રાષ્ટ્રપતિના રૃટ પર પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ શરૃ કરાયું છે. તો, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ રૃટ પર ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તની ઝીણવટભરી સમિક્ષા શરૃ કરી હોવાનું જાણવા મળેલ છભાવનગર અને મહુવાની મુલાકાતે આવનાર રાષ્ટ્રપતિના આગમન પૂર્વે રાજયપાલ પણ ભાવનગરના મહેમાન બનશે. તો, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી પણ તેમની સાથે વિવિધ કાર્યક્રમો જાેડાશે તેમ જાણવા મળેલ છે. જયારે,રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ જિલ્લા વહિવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૃ કરી દિધી છે.જયારે,પોલીસે પણ રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ચૂસ્ત બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ શરૃ કર્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા.૨૯ને શુક્રવારના રોજ ભાવનગર જિલ્લાના મહેમાન બનશે. ભાવનગર જિલ્લાની મુલાકાતે પરિવાર સાથે આવતાં રાષ્ટ્રપતિ કોવિંદ તા.૨૯ના રોજ સવારે ભાવનગર એરપોર્ટ પર આવી ત્યાંથી હવાઈ માર્ગે મહુવા જશે. જયાંથી વાહન માર્ગે તલગાજરડા ખાતે જઈ પૂ.મોરારિબાપૂ સાથે મુલાકાત કરશે. તો, બાદમાં બોપરના સમયે ભાવનગર પરત આવી શહેરના સુભાષનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦૮૮ આવાસોનું લોકાર્પણ કરશે. અને ભાવનગર ર્સિકટ હાઉસ ખાતે જ રાત્રિ રોકાણ કરશે. જો કે,રાષ્ટ્રપતિ ભવન તરફથી હજુ સતાવાર કાર્યક્રમની જાહેરાત થઈ નથી. પરંતુ, જિલ્લા વહિવટી તંત્રે ઉક્ત સંભવિત કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૃ કરી દિધી છે. રાષ્ટ્રપતિની આ મુલાકાત વેળાએ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ તેમના આગમન પૂર્વે ભાવનગર આવી પહોંચશે તેમ સતાવાર સાધનોએ જણાવ્યું હતું. તો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહી બન્ને કાર્યક્રમમાં જોડાશે તેમ જાણવા મળેલ છે. જો કે,રાષ્ટ્રપતિના સતાવાર કાર્યક્રમ બાદ જ આ કાર્યક્રમની રૃપરેખા જાહેર થશે.તેમ જાણવા મળેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનમાં મહામંદી, પ્રજામાં ઉકળતો ચરૂ : વિરોધ કરવા બાબતે ડર…..!
Next articleચીનનો નવો કાયદો ભારત સહિત સરહદી 14 દેશોને અસર કરતા…..!