Home વ્યાપાર જગત - BUSINESS BSE એ Jio Finance અંગે અગત્યની જાહેરાત કરી, કંપનીમાં આ ફેરફાર લાગુ...

BSE એ Jio Finance અંગે અગત્યની જાહેરાત કરી, કંપનીમાં આ ફેરફાર લાગુ થશે

11
0

(GNS),04

ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક બોમ્બે સ્ટોક એક્સચેન્જે(BSE) મુકેશ અંબાણીની નવી કંપની જીઓ ફાઈનાન્સ સર્વિસીસ(Jio Financial Services)ની સર્કિટ લિમિટમાં ફેરફાર કરવાની ઘોષણા કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે(BSE)એ નોન-બેકિંગ ફાઈનાન્સ સર્વિસીસ યુનિટ(Non-Banking Financial Services Unit)ના સ્ટોકની સર્કિટ લિમિટ હાલના 5 ટકાથી વધારીને 20 ટકા કરી છે. નવી લાગુ કરાયેલી લિમિટ અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલેકે આજે સોમવાર 4 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે.

શેરમાં શું ફેરફાર થશે ?.. જે જણાવીએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા મુકેશ અંબાણીની કંપની જીઓ ફાઈનાન્સ લિમિટેડ(Jio Financial Limited)ના શેરની સર્કિટ મર્યાદા પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ રિપોર્ટ અનુસાર રેલટેલ અને ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ સહિત નવ કંપનીઓ માટે પ્રાઇસ બેન્ડ 10 ટકા સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. અન્ય કંપનીઓ કે જેના માટે સુધારા કરવામાં આવ્યા છે તેમાં રિષભ દિઘા સ્ટીલ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ, વર્ટેક્સ સિક્યોરિટીઝ અને રતન ઈન્ડિયા પાવરનો સમાવેશ થાય છે, તેમની પ્રાઇસ બેંક 5 ટકા કરવામાં આવી છે. નોંધનીય છે કે સ્ટોકમાં વધુ પડતી વોલેટિલિટીને નિયંત્રિત કરવા માટે, BSE દ્વારા સર્કિટ ફિલ્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને આ એક દિવસમાં સ્ટોકમાં મહત્તમ વધઘટની મંજૂરી છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જે(BSE)એ Jio Financial, RailTel, 8 વધુ શેરો માટે સર્કિટ મર્યાદામાં પણ સુધારો કર્યો.. જે જણાવીએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જે(BSE)એ જીઓ ફાઈનાન્સ સર્વિસીસ(Jio Financial Services)માટે પ્રાઇસ બેન્ડને 5 ટકાથી વધારીને 20 ટકા કરી છે તેની સાથે અન્ય નવ શેરો માટે પણ. 10 શેરોના પ્રાઇસ બેન્ડમાં સુધારાની જાહેરાત 1 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. શ્રી વેંકટેશ રિફાઇનરીઝ, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા પેસ્ટીસાઇડ્સ, SRG સિક્યોરિટીઝ ફાઇનાન્સ, ડોલ્ફિન ઓફશોર એન્ટરપ્રાઇઝ અને સુપર ફાઇન નિટર્સ માટે પ્રાઇસ બેન્ડમાં સુધારો કરીને 10 ટકા કરવામાં આવ્યો છે. રિષભ દિઘા સ્ટીલ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ, વર્ટેક્સ સિક્યોરિટીઝ અને રતન ઈન્ડિયા પાવર માટે 5 ટકા કરવામાં આવી છે.

જીઓ ફાઈનાન્સ સર્વિસીસ(Jio Financial Services) વિશે જણાવીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિમર્જ્ડ કંપની જીઓ ફાઈનાન્સ સર્વિસીસ લિમિટેડ(Jio Financial Services – JFSL) વિશે આ મોટા સમાચાર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે(BSE)ના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના શેરની સર્કિટ લિમિટ હવે 5 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે Jio ફાઈનાન્સિયલ સર્વિસની રચના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ કરીને કરવામાં આવી છે. આ કંપની માટે 20 જુલાઈના રોજ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં શેર પ્રાઈસ ડિસ્કવર કરવામાં આવી હતી. ત્યાર બાદ તે 261.35 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આરએલ રોકાણકારોને 1 શેર માટે JFSLનો 1 શેર આપવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRatnaveer Precision Engineering નો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો
Next articleકોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકે રાજીનામું આપી દીધું, દીપક ગુપ્તાને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા