રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૦.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૨૧.૬૨ સામે ૬૧૩૯૮.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૪૪૯.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫૫.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૫.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૯૬૭.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૪.૫૫ સામે ૧૮૨૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૮૬.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૭.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૫૩.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે એનર્જી કટોકટીની પરિસ્થિતિ અને ભારતમાં પણ કોલસાની અછતના પરિણામે વિવિધ રાજયોમાં વીજ કાપના અહેવાલો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે વધીને ફરી ૮૪ ડોલરની સપાટી કુદાવી સાત વર્ષની ઊંચાઈએ પહોંચી જવાના નેગેટીવ પરિબળોને અવગણીને આજે દેશમાં આર્થિક વૃદ્વિને વેગ આપવા કેન્દ્ર સરકારના સતત પ્રોત્સાહનો, રાહતોના પગલાં અને ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને કોરોના સંક્રમણ દૂર થઈ રહ્યું હોઈ ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને મળી રહેલા વેગને પરિણામે આજે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી.
ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટીંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતના ક્રેડિટ રેટીંગને જાળવી રાખીને ક્રેડિટ રેટીંગ આઉટલૂકને નેગેટીવમાંથી અપગ્રેડ સ્ટેબલ કર્યા સાથે આજે ૯ ભારતીય બેંકોના રેટીંગ આઉટલૂકને પણ નેગેટીવમાંથી અપગ્રેડ સ્ટેબલ કર્યા છતાં ભારતીય શેરબજારોમાં લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે એક તરફ ચાઈનામાં એનર્જી કટોકટીના પરિણામે ઔદ્યોગિક એકમો બંધ કરવાની ફરજ પડતાં વિશ્વને સપ્લાય અટકવાના એંધાણ બાદ હવે ભારતમાં પણ કોલસાનો પુરવઠો અમુક દિવસ પૂરતો હોવાના અહેવાલોએ આગામી દિવસોમાં ભારતમાં પણ વીજ કટોકટી સર્જાવાના ફફડાટ વચ્ચે ગત સપ્તાહે ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઓલ રાઉન્ડ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૨ અને વધનારની સંખ્યા ૧૦૪૮ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઓલ ટાઈમ હાઈ સપાટીએથી સેકન્ડરી બજારમાં જોવા મળી રહેલા સતત ઘટાડાને પરિણામે પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ ઓસરી જવાનો ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સલાવી રહેલી કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે. વર્તમાન વર્ષમાં આઈપીઓ મારફત કંપનીઓએ જંગી નાણાં ઊભા કર્યા છે અને રોકાણકારોનો પણ આઈપીઓમાં ધસારો જોવા મળ્યો છે. જો કે વર્તમાન સપ્તાહમાં શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી નોંધપાત્ર ઘટી ગયા છે. આગામી દિવસોમાં છ જેટલી કંપનીઓ બજારમાંથી રૂપિયા વીસ હજાર કરોડ ઊભા કરવા આઈપીઓ લાવી રહી છે. સેન્સેકસ તથા નિફટી તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૨% જેટલા ઘટી ગયા છે જ્યારે મિડ-કેપ તથા સ્મોલ-કેપ્સ ઈન્ડાઈસિસ ૬%થી વધુ નીચે સરકી ગયા છે.
સેબીએ તાજેતરમાં એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ, પીબી ફાઈનટેક વગેરેને તેમના આઈપીઓ માટે લીલીઝંડી આપી છે. આ સિવાય એલઆઈસી જેવી બીજી પણ કેટલીક જાણીતી કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધી અંદાજિત ૪૧ આઈપીઓ મારફત કંપનીઓએ રૂ.૬૬૯૭૪ કરોડ ઊભા કર્યા છે. રિટેલ સહભાગને કારણે વર્તમાન વર્ષમાં આઈપીઓ મારફત નાણાં ઊભા કરવામાં કંપનીઓને સફળતા મળી છે. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં રૂ.૬૭૧૪૭ કરોડ ઊભા કરાયા હતા. આવી રહેલા કેટલાક મોટા આઈપીઓને કારણે બજારમાંથી લિક્વિડિટી ખેંચાઈ જવાને કારણે સેકન્ડરી બજારમાં વધુ ઘટાડો જોવા મળવાની પણ સંભાવના નકારાતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.