Home વ્યાપાર જગત - BUSINESS બેંકિંગ – ફાઇનાન્સ અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં...

બેંકિંગ – ફાઇનાન્સ અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

100
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૩.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૫૫૦.૩૦ સામે ૫૫૬૧૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૫૫૬.૪૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૯.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૫.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૪૮૬.૦૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૪૭.૭૫ સામે ૧૬૬૨૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૬૧૦.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૨.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૧.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૯૦૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ફરી યુક્રેનના શહેરો પર રશિયાના બોમ્બમારા સાથે સૈન્ય કાર્યવાહી શરૂ થઈ જતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીની વિરુધ્ધ આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ બે – તરફી અફડાતફડીના અંતે સુધારા તરફી ચાલ જોવા મળી હતી. વૈશ્વિક મોરચે રશિયા પર પ્રતિબંધો વચ્ચે યુક્રેનમાં અમેરિકા બાયોલોજિકલ લેબ્સ ધરાવતું હોવાના રશિયાના આરોપ વચ્ચે મામલો ફરી બગડી રહ્યો હોઈ રશિયા દ્વારા પણ ૨૦૦ પ્રોડક્ટસની નિકાસો પર પ્રતિબંધ મૂકાતાં સેન્ટીમેન્ટ ડહોળાયા બાદ રશિયાના પ્રમુખ પુતિને યુક્રેન મામલે વાટાઘાટ પોઝિટીવ હોવાના આપેલા સંકેત વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા પોઝિટીવ અસરે સ્થાનિક શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

બીજી તરફ સ્થાનિક ફંડો, મ્યુચ્યુઅલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં લેવાલી સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં લેવાલી જોવા મળી હતી. ચાઈના, હોંગકોંગ સહિતમાં કોરોનાના કેસોમાં ફરી ઝડપી વધારો થઈ રહ્યાના આંકડાએ વિશ્વમાં નવી કોરોનાની લહેર આવવાની ચિંતાએ સામે બેન્કેક્સ, આઇટી – ટેક અને ફાઈનાન્સ શેરોમાં પસંદગીની લેવાલીએ અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેકસ ૯૩૫ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૬૧ વધીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, પાવર, યુટિલિટીઝ, મેટલ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૫ અને વધનારની સંખ્યા ૧૭૪૯ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ભારે વેચવાલીનો સામનો કરી રહ્યા હોવા છતાં ભારતના શેરબજારની  સ્થિતિ વિશ્વના અન્ય શેરબજારો કરતા સારી રહી છે. માર્કેટ કંપની દ્રષ્ટિએ હવે ભારતના શેરબજારે  પ્રથમ ૬ દેશોમાં સ્થાન મેળવી લીધું છે અને કેનેડા તથા બ્રિટનના શેરબજારને પાછળ મૂકી દીધા છે. છેલ્લા એક મહિના ખાસ કરીને રશિયા – યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના મોટાભાગના શેરબજારોની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે જ્યારે માત્ર સાઉદી અરેબિયા એક એવો દેશ છે જેની માર્કેટ કેપમાં આ ગાળામાં વધારો થયો છે. બ્લુમ્બર્ગના તાજા આંકડા પ્રમાણે ભારતની શેરબજારની માર્કેટ કેપ કેનેડા તથા બ્રિટન કરતા પણ આગળ વધી ગઈ છે. ૩.૧૭ ટ્રિલિયન ડોલર સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત વિશ્વનું છઠ્ઠું મોટું રાષ્ટ્ર છે. કેનેડાની માર્કેટ કેપ ૩.૧૩ ટ્રિલિયન ડોલર જ્યારે બ્રિટનની ૩.૧૧ ટ્રિલિયન ડોલર રહી હતી. ૧લી ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં ભારતની માર્કેટ કેપમાં ૩૫૭.૦૫ અબજ ડોલરનો ઘટાડો થવા છતાં ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ મજબૂત બની રહી છે.

ભારતની સરખામણીએ આ ગાળામાં બ્રિટનની માર્કેટ કેપમાં ૪૧૦ અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું પણ આંકડા જણાવે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ૪૬.૦૧ ટ્રિલિયન ડોલર સાથે અમેરિકાએ પોતાનું પ્રથમ ક્રમ જાળવી રાખ્યું છે જ્યારે ૧૧.૩૧ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે છે. જાપાનની માર્કેટ કેપ ૫.૭૮ ટ્રિલિયન ડોલર છે.અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના કાળમાં દેશની ઈક્વિટીઝમાં એફપીઆઈએ કરેલા રોકાણમાંથી ૫૦% રોકાણ છેલ્લા પાંચ મહિનામાં પાછું ખેંચી લીધું છે. ગયા વર્ષના ઓકટોબરથી એફપીઆઈસ દેશની ઈક્વિટીઝમાંથી પોતાના નાણાં સતત પાછા ખેંચી રહી છે. યુક્રેન – રશિયા યુદ્ધના પ્રારંભ બાદ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી આવી છે. જો કે આગામી દિવસોમાં ફરી ફોરેન ફંડોનું રોકાણ વધવાના પ્રબળ સંજોગો હોવાથી તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત સરકારે યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસને પોલેન્ડ શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો
Next articleરશિયન સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુક્યા બાદ VPNની માંગમાં વધારો થયો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.