Home વ્યાપાર જગત - BUSINESS બેંકિંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૨૯ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

બેંકિંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૨૯ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

108
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૫૩.૮૨ સામે ૫૮૩૧૦.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૩૦૬.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫૯.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૨૯.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૧૮૩.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૦૯.૯૫ સામે ૧૭૪૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૧૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૧.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૯૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના – ઓમિક્રોન સંક્રમણથી વિશ્વ ફરી ઘેરાયું છે છતાં ભારતીય શેરબજારોમાં વર્ષ ૨૦૨૨નો પ્રારંભ ઝળહળતી તેજી સાથે થયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ રોકાણ પોર્ટફોલિયોની નેટ એસેટ વેલ્યુને ઊંચે લઈ જવાની કવાયતમાં શેરોમાં ઓલ રાઉન્ડ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં તેજીનું તોફાન મચાવી કેલેન્ડર વર્ષ ૨૦૨૨નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રોકાણકારોને માલામાલ કરી દેનાર પૂરવાર થયેલા ગત વર્ષ ૨૦૨૧માં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨૨%નું વળતર અને નિફટી ફ્યુચરમાં ૨૪%નું વળતર – ઉછાળો નોંધાયો હતો. વિક્રમી તેજીનું વર્ષ નીવડીને વિદાય લીધેલા ૨૦૨૧માં શેર બજારોમાં રોકાણકારોને અઢળક વળતર સાથે રોકાણકારોની સંપતિ – બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક વર્ષમાં રૂ.૭૮ લાખ કરોડ વધ્યું હતું. ૩૧,ડિસેમ્બર ૨૦૨૦ના માર્કેટ કેપ રૂ.૧૮૮.૦૩  લાખ કરોડ હતું, એ એક વર્ષમાં રૂ.૭૮લાખ કરોડ વધીને રૂ.૨૬૬ લાખ કરોડ પહોંચ્યું છે.

આજે સપ્તાહના પ્રથમ દિવસે બેંકિંગ – ફાઈનાન્સ, મેટલ, બેઝિક મટિરિયલ્સ શેરોમાં આક્રમક તેજી થવા સાથે એનર્જી, ઓટો , કેપિટલ ગુડ્સ, ઓઈલ-ગેસ અને રિયાલ્ટી શેરોમાં મોટાપાયે વેલ્યુબાઈંગ થયું હતું. કોરોના-ઓમિક્રોનના  વિશ્વભરમાં હાહાકાર બાદ હવે ભારતમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થતાં લોકડાઉન જેવા આકરાં પગલાં લેવાઈ રહ્યા હોઈ આગામી દિવસોમાં આર્થિક મોરચે મોટા પડકારની પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છતાં ફંડોએ આજે શેરોમાં સાર્વત્રિક તેજી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૭૫ અને વધનારની સંખ્યા ૨૬૮૬ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીની પ્રતિકૂળતા તેમજ વૈશ્વિક અને સ્થાનિક સ્તરના સાનુકૂળ / પ્રતિકૂળ પરિબળોની હારમાળા વચ્ચે પણ લિક્વિડીટીની સરળતાના પગલે તેજી તરફી ટોન સાથે શેરબજારમાંથી ૨૦૨૧ના કેલેન્ડર વર્ષ વિદાય લીધી છે. જો કે, મહત્ત્વની બાબત એ છે કે વર્ષ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૨૨ અને ૨૪%નો ઉછાળો નોંધાયો હતો તેની તુલનાએ બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ત્રણ ગણો એટલે કે ૬૩%નો ઉછાળો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૭ પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં સર્વાધિક ઉછાળો નોંધાયો છે. એક વર્ષમાં નિફ્ટી બેંકમાં ૧૩.૫% અને મિડકેપ ઇન્ડેક્સમાં ૪૬%નો ઉછાળો નોંધાયો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ દરમિયાન એનએસઇના તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ઉછળ્યા હતા જેમાં નિફ્ટી મેટલમાં સૌથી વધુ ૭૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વિવિધ પરિબળો પાછળ ૨૦૨૧ના વર્ષમાં કોમોડિટી વાયદા ક્ષેત્રે ભારે ઉથલપાથલ જોવા મળી હતી.

વર્ષ દરમિયાન લોકોમાં લોકપ્રિય સોનામાં નેગેટીવ વળતર મળ્યું હતું. જ્યારે ક્રૂડ અને નેચરલ ગેસમાં ઉંચુ વળતર મળ્યું હતું. બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સમાં સામેલ શેરો પૈકી ૭૦% શેરોએ પોઝીટીવ રિટર્ન આપ્યું હતું. જે પૈકી ૬૮%માં ડબલ ડીજીટમાં અને ૧૩%માં થ્રી ડીજીટમાં વળતર જોવા મળ્યું હતું. આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા અને કેન્દ્રિય બજેટ બજારોને નવી ઊંચાઈએ લઈ જવા મહત્વનું ટ્રીગર બની રહે તો પણ નવાઈ ન પામશો. આ સંજોગોમાં નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં બીએસઇ સેન્સેક્સ અને નિફટી ફ્યુચર નવી ઐતિહાસિક સપાટી નોંધાવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field