Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

32
0
SHARE
spanish bull in bullring

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૩.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૮૧૬.૬૫ સામે ૫૭૬૨૦.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૫૧૮.૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭૭.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૭.૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૮૬૩.૯૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૦૮.૭૫ સામે ૧૭૨૧૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૮૮.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૬.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૨૫.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

હોળી પૂર્વે આજે ફરી વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ફુલગુલાબી તેજી થઈ હતી. યુક્રેન – રશિયા યુદ્વ અંત તરફ આગળ વધી રહ્યાના અને સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ૦.૨૫%નો જ વધારો કરતાં બજારે અગાઉ જ ડિસ્કાઉન્ટ કરી લીધું હોઈએ વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી શેરબજારોમાં ગઈકાલે તેજી પાછળ આજે ફરી ભારતીય શેરબજારમાં પણ આજે ફંડો, મહારથીઓએ મોટાપાયે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઇ સેન્સેક્સ ૧૦૪૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૧૬ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. રિયલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, એનર્જી, ફાઈનાન્સ, સીડીજીએસ, ઓટો અને બેન્કેક્સ શેરોમાં ફંડોએ ફરી તેજી કરી હતી. ચાઈનામાં લોકડાઉનના કારણે ફયુલની માંગ ઘટવાના અંદાજ સાથે ઈરાન સાથે વાટાઘાટને લઈ ક્રુડનો પુરવઠો વધવાના સંકેતો વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતા પોઝિટિવ અસર જોવા મળી હતી.

એફઆઈઆઈ – વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ ઘણા દિવસો બાદ ભારતીય શેરબજારોમાં નેટ ધોરણે ખરીદદાર રહેતા અને રશિયા – યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં યુરોપના બજારોમાં રિકવરી સાથે અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને  સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારમાં ફંડોએ હોળીનો તહેવાર પૂર્વે આજે સતત બીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ બજારને ફરી તેજીના રંગે રંગી દીધું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૧ અને વધનારની સંખ્યા ૨૧૦૫ રહી હતી. ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુએસ સેન્ટ્રલ બેંક ૪૦ કરતા વધુ વર્ષોમાં સૌથી ખરાબ ફુગાવા સામે રક્ષણાત્મક પગલાં તરીકે ૨૫-બેઝિસ પોઈન્ટ્સ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. યુએસમાં ઉંચા વ્યાજદરો સામાન્ય રીતે વિદેશી રોકાણકારોને સુરક્ષા પ્રદાન કરે છે. પોતાના દેશમાં જ વધારે સુરક્ષિત વળતર મળતા ટોચના વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના નાણાં પાછા ખેંચી અમેરિકાના બજાર તરફ જઇ શકે છે. ઉપરાંત શેરબજારમાંથી વિદેશી રોકાણનો આઉટફ્લો વધે અને ડોલર ઉંચકાતા રૂપિયાનો ઘસારો અને ક્રૂડની તેજીની ચાલ ભારતની મોંઘવારીને કાબૂ બહાર ધકેલી શકે તેવી આશંકાએ રિઝર્વ બેન્કને પણ વ્યાજદરોમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.

ફુગાવાને ધ્યાનમાં રાખી અમેરિકન ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની અનેક કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં વધારો કરવા સજ્જ બની છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વ્યાજ દર વધારવા હાલમાં ઉતાવળ નહીં કરે તેવો મત પ્રવર્તી રહ્યો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિની બેઠક એપ્રિલમાં મળનાર છે. રિઝર્વ બેન્કને વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડે તો ભારતનો આર્થિક વિકાસ રૂંધાઈ શકે છે. મહામારી બાદ બેફામ વધી રહેલી મોંઘવારીને ડામવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની અસરથી ભારત બાકાત રહી શકશે નહીં. તેની ભારતીય શેરબજાર, રૂપિયાના મૂલ્ય સહિત ઘણા પરિબળો પર પ્રતિકુળ અસર જોવા મળશે. 

Print Friendly, PDF & Email