Author: gujdesk

મેષ આજે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. આ રાશિ ના એ લોકો જે વિદેશ થી વેપાર કરે છે તે લોકો ને ઘણું સારું આર્થિક લાભ થવા ની શક્યતા છે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. આજે તમે તમારા કામ થી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે. તમારી યોગ્યતાઓ તમને આજે લોકો માં પ્રશંસા લાયક બનાવશે. વૃષભ આજે ઉદાસ ના થતાં હસતા રહેજો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું…

Read More

તિથિ દશમી (દશમ) – 19:01:02 સુધી નક્ષત્ર સ્વાતિ – 19:51:59 સુધી કરણ ગરજ – 19:01:02 સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધ – 20:35:21 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:58:48 સૂર્યાસ્ત 19:29:17 ચંદ્ર રાશિ તુલા ચંદ્રોદય 14:50:59 ચંદ્રાસ્ત 25:57:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 21 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:30:29 અશુભ સમય દુર મુહુર્ત 05:58:48 થી 06:52:50 ના, 06:52:50 થી 07:46:52 ના કુલિક 06:52:50 થી 07:46:52 ના દુરી / મરણ 12:17:02 થી 13:11:04 ના રાહુ કાળ 09:21:25 થી 11:02:44 ના કાલવેલા/અર્ધ્યામ 14:05:06 થી 14:59:08 ના…

Read More

(જી.એન.એસ) તા. 4 ચોટીલા, રાજ્યમાં દારૂબંધી ખાલી નામની જ હોય તેવો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે જેમાં, સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 8596 વિદેશી દારૂની બોટલો જપ્ત કરીને 10 આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કામગીરી શરૂ કરી છે. આ ઘટના બાબતે મીડિયા સૂત્રો પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો હોવાની ગાંધીનગર SMCને બાતમી મળી હતી. જેને લઈને SMCની ટીમ દ્વારા ખેરડી ગામ નજીકની નાગરાજ હોટલ પાસેના એક ખેતર ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં એક, બે નહીં પરંતુ 1000 જેટલી વિદેશી…

Read More

(જી.એન.એસ) તા. 4 અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા લેકના ડેવલોપમેન્ટ બાદ પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે ત્યારે હવે કાંકરિયા ઝૂને પણ વિકસાવવામાં આવશે. 24 કરોડના ખર્ચે ઝૂનું નવીનીકરણ કરાશે. ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓના પાંજરા મોટા કરાશે. આ ઝૂ બન્યા બાદ હવે પ્રથમ વખત તેનું રિનોવેશન કરવામાં આવશે. અમદાવાદના કાંકરિયામાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ સહિત જળચળ પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે. સહેલાણીઓ આ ઝૂની સતત મુલાકાત લઈ રહ્યાં છે. તેને જોઈને તંત્ર દ્વારા નોક્ટરનલ ઝૂ તૈયાર કરાયુ હતું. ત્યારબાદ બાલ વાટીકાનું નવીનીકરણ કરાયુ હતું. હવે કાંકરિયા ઝૂનું નવીનીકરણ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે તંત્ર દ્વારા નવીનીકરણની કામગીરી કરાશે. પક્ષીઓ અને…

Read More

ઉવારસદ-વાવોલ રોડ, શેરથા તથા ચિલોડા ચેકપોસ્ટ ખાતેથી પણ ત્રણ એમ કુલ મળી ૦૬ વાહનો સહિત આશરે ૧.૧૦ કરોડની ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી વાતાવરણને ધ્યાનમાં લેતા સાવચેતીના ભાગરૂપે કલેકટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવેની આગેવાનીમાં દરેક વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આયોજન થઈ રહ્યા છે, ત્યારે જિલ્લાની ભૂસ્તર ટીમ પણ આ કામમાં જોડાઈ છે. સામાન્ય પણે તેઓ રાત -દિવસ જિલ્લાની ચેકપોસ્ટો પર ગેરકાયદેસર ખનીજની આવન જાવન પર નજર રાખી રહ્યા છે, અને આ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવાના બનતા પ્રયત્નો પણ કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે, ત્યારે…

Read More

(જી.એન.એસ) તા. 4 ખેડા, ખેડા બસ સ્ટેશન પાસે આવેલી રાઇસ મિલમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગની ગંભીરતાને જોતાં ખેડાના મામલતદાર, પી.આઇ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી જોકે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ વિકરાળ હોવાથી આસપાસમાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા છે.

Read More

‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે eNAM અને AGMARKનું મહત્વ સમજાવાયું (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMC કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉત્તર ઝોનના ૬ જિલ્લા, મધ્ય ઝોનના ૧૦, દક્ષિણ ઝોનના ૫ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૧૨ જિલ્લામાં eNAM અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કુલ ૧૪૪ જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગત તા.…

Read More

(જી.એન.એસ) તા. 4 તિરુવનંતપુરમ, કેરળમાં શુક્રવારે ત્રણ જિલ્લામાં બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ નિપાહ વાયરસનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં કોઝિકોડ, મલપ્પુરમ અને પલક્કડનો સમાવેશ થાય છે. મલપ્પુરમ અને કોઝિકોડની મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં ચેપની પુષ્ટિ થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે નિપાહ વાયરસના શંકાસ્પદ કેસ પલક્કડ અને મલપ્પુરમ જિલ્લાના છે. “બે નવા નિપાહ વાયરસના કેસોના સંદર્ભમાં કેરળના ત્રણ જિલ્લાઓ, કોઝિકોડ, મલપ્પુરમ અને પલક્કડમાં ચેતવણી જારી કરવામાં આવી છે,” તેમણે જણાવ્યું હતું. વધુ પુષ્ટિ માટે પુણેની પ્રયોગશાળામાં નમૂનાઓ મોકલવામાં આવ્યા છે વધુ પુષ્ટિ માટે પુણેની…

Read More

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી. (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા-સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયત સદસ્યોને કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામ-નગર-શહેરો દરેક સ્થળને સાફ-સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે. રાજ્ય સરકાર દરેક ગામની આવી સ્વચ્છતા-સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ…

Read More

સમય વર્તે સાવધાન….ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! ગુજરાત ઉપરથી ચોમાસ દરમિયાન બેત્રણ વખત પસાર થતાં મેડન જુલિયન ઓસિલેશનના વાદળો પણ વરસાદ લાવે છે (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, પ્રકૃતિના અવિવેકી દોહન અને અર્બનાઇઝેશનના પરિણામે ઉદ્દભવેલી સમસ્યા ક્લાયમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીનો મિજાજ સમગ્રતયા બદલાઇ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી કરી રહ્યો છે. મૌસમની પેટર્ન, એમાંય ખાસ કરીને ચોમાસાની ચાલ પરિવર્તન પામી હોવાની વાત મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઇ રહેલા સંશોધનમાં પણ ફલિત થવા પામી છે. ગુજરાત અને વિશેષતઃ…

Read More