Author: gujdesk

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત રેલીમાં ભારત સરકારના વિવિધ જાહેર ક્ષેત્રોના ઉપક્રમો જોડાયા (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અને સન્ડે ઓન સાયકલ’ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રાજીન્દર રહેલુ દ્વારા હરી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ આખા દેશની અંદર એક ક્રમ બની ચૂક્યો છે. એક અભિયાનના રૂપમાં દેશના યુવાઓ આ ચલાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં 7000થી અધિક સ્થાનો પર ‘સન્ડે ઓન સાયકલ’ રેલી કાઢીને દેશના યુવાનોએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. સાયક્લિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયક્લિંગ ‘પોલ્યુશનનું સોલ્યુશન’ છે. સાયક્લિંગ ટ્રાફિકનું સમાધાન છે. સાયક્લિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે. આ અભિયાન વિશે વધુ જણાવવા તેમણે કહ્યું હતું કે, આપણા ઘરથી કામકાજનું સ્થાન દૂર ન હોય તો સાયકલ લઈને જઈએ. ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. પોતાનો અનુભવ શેર કરતા તેમણે ઉમેર્યું હતું કે, “મેં સાયકલિંગને 13 વર્ષથી મારો શોખ અને રુચિ બનાવી છે. હું પાર્લામેન્ટ પણ લગાતાર ત્રણ વર્ષ સુધી સાયકલ પર જ ગયો હતો. અત્યારે પણ અને જ્યારે જ્યારે સમય મળે, ત્યારે હું સાયકલિંગ કરી લઉં છું.” આ રેલી મહાત્મા મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીના પ્રારંભ પૂર્વે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે કોચિંગ કેમ્પમાં ભાગ લેવા આવેલી ભારતીય યુથ વુમન હેન્ડબોલ ટીમ સાથે મંત્રી શ્રી માંડવિયાએ વાર્તાલાપ પણ કર્યો હતો. આ રેલીમાં LIC, BSNL, Indian Oil, Bharat Petroleum, Hindustan Petroleum, ONGC, NPCC, GAIL, WAPCOS જેવા ભારત સરકારના તેમજ ગુજરાત મેટ્રો અને iNDEXTb જેવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રોના ઉપક્રમો સાથે ધારાસભ્ય, શહેરના મેયર, કલેક્ટર, પોલીસ અધિક્ષકની સાથે NYKs અને NSS તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read More

(જી.એન.એસ) તા. 13 મુંબઈ, મહારાષ્ટ્રના વિરાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનામાં, શિવસેના (UBT) ના ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે જોડાયેલા કાર્યકરોએ મરાઠીમાં બોલવાનો ઇનકાર કરવા બદલ રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. ડ્રાઇવરે અગાઉ વાયરલ થયેલા એક વીડિયોમાં જાહેરાત કરી હતી કે તે હિન્દી અને ભોજપુરીમાં બોલવાનું ચાલુ રાખશે, જેના કારણે કેટલાક જૂથોમાં રોષ ફેલાયો હતો. વાયરલ વીડિયોના કારણે લોકોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રિક્ષા ચાલકે ઉદ્ધતપણે કહ્યું હતું કે, “હું હિન્દી, ભોજપુરી બોલીશ – તમે તેના વિશે શું કરશો?” અપમાનજનક ભાષાથી ભરેલા આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર…

Read More

(જી.એન.એસ) તા. 13 ઉત્તરાખંડ પોલીસના એક સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત-નેપાળ સરહદ નજીક એક મહિલાના કબજામાંથી 5.688 કિલો MDMA ડ્રગ્સ, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ₹10.23 કરોડથી વધુ છે, કથિત રીતે જપ્ત કર્યા બાદ તેની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ઈશા (22) તરીકે થઈ છે જે બાનબાસાની રહેવાસી છે. ચંપાવત પોલીસ અધિક્ષક (એસપી) અજય ગણપતિએ જણાવ્યું હતું કે તેઓ સરહદ નજીક શારદા કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જ્યારે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપી કાળા રંગના બેકપેક સાથે ભાગી રહ્યો છે. જ્યારે ઉત્તરાખંડ પોલીસે તેણીને રોકી અને બેગની તપાસ કરી, ત્યારે બે પેકેટમાં મેથિલેનેડીયોક્સી-મિથાઈલએમફેટામાઈન (એમડીએમએ) ડ્રગ્સ મળી આવ્યું,…

Read More

(જી.એન.એસ) તા. 13 કરાચી, પાકિસ્તાનના કરાચીમાં આવેલ પંજાબ કોલોનીમાં લાંબા સમય સુધી વીજળી ગુલ થવાના વિરોધમાં શનિવારે શહેરભરમાં ટ્રાફિક જામ થઈ ગયો, જેણે પાકિસ્તાની રાજ્ય હેઠળની શાસન નિષ્ફળતા અને ઊર્જા ગેરવહીવટનો ફરી એકવાર પર્દાફાશ કર્યો. એક ૧૦ માળની રહેણાંક ઇમારતના રહેવાસીઓએ ૨૪ કલાકથી વધુ સમય સુધી અવિરત વીજળી બંધ રાખવાના વિરોધમાં પંજાબ ચૌરંગી નજીક એક મુખ્ય માર્ગ અવરોધિત કર્યો હતો. શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી ઇમારતના ૮૦ ફ્લેટ વીજળી વગરના હોવાનું કહેવાય છે. વારંવાર ફરિયાદો છતાં, શહેરના એકમાત્ર પાવર ડિસ્ટ્રિબ્યુટર, કે-ઇલેક્ટ્રિકે કથિત રીતે કોઈ જવાબ આપ્યો ન હતો, જેના કારણે ભયાવહ રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધરણાને કારણે ડિફેન્સ રોડ…

Read More

(જી.એન.એસ) તા. 13 જામનગર, વિશ્વને યોગ, આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાતો આપવામાં આગલી હરોળની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે 2020 પછી અહીં ચાલતી સંસ્થોને એકત્રિત કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ) તરીકે ખ્યાતિ પામી છે તેનો પ્રથમ દીક્ષાંત સમારોહ 12 જુલાઈના રોજ યોજાયો હતો. જેમાં ભારત સરકારના આયુષ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે તાલિમ બાદ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીડીજી દિલ્હીથી સત્યજિત પોલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, આઈ.ટી.આર.એના નિયામક તનુજા મેસરી, વિજ્ઞાન ભરતી નવી દિલ્હીથી શેખર માંડે અને એકેડમિક…

Read More

મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ (જી.એન.એસ) તા. 13 વડોદરા, મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ…

Read More

(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે…જે અંતર્ગત તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કાંકરીયા પરિસર રાત્રે ૦૩ વાગ્યા સુધી ખુલ્લું રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જયા પાર્વતીના જાગરણમાં 20,000થી વધુ વ્રત કરનાર મહિલાઓએ તેમના બાળકો/પરિવાર સાથે કાંકરીયાની મુલાકાત લઇ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કાંકરીયાના અન્ય આકર્ષણોનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન તેમજ રિક્રિએશન કમિટીના ચેરમેનશ્રી જયેશભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ વિકાસના ચેરપર્સનશ્રી પુષ્પાબેન મિસ્ત્રી,રિક્રિએશન કમિટીના ડે.ચેરપર્સનશ્રી…

Read More

(જી.એન.એસ) તા. 13 શિવમોગા, રાજ્યની શિવમોગા સેન્ટ્રલ જેલમાં એક વિચિત્ર ઘટના બની જ્યાં ડ્રગ હેરફેરના કેસમાં દોષિત ઠરેલા 30 વર્ષીય કેદીએ મોબાઇલ ફોન ગળી ગયો જેથી તેની સાથે પકડાઈ ન જાય. બાદમાં સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ ઉપકરણ બહાર કાઢવામાં આવ્યું. દૌલત ઉર્ફે ગુંડુ તરીકે ઓળખાયેલો કેદી હાલમાં ગાંજાની દાણચોરીના આરોપમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. 24 જૂને, તેણે પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી અને જેલ અધિકારીઓને જણાવ્યું કે તેણે આકસ્મિક રીતે પથ્થરનો ટુકડો ગળી ગયો હતો. તેને તાત્કાલિક તબીબી મૂલ્યાંકન માટે શિવમોગાની મેકગન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. હોસ્પિટલમાં સર્જન દ્વારા ત્રણ ઇંચ લાંબો મોબાઇલ ફોન કાઢે છે તપાસ કરનારા…

Read More

(જી.એન.એસ) તા. 13 રાંચી, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સત્તાવાર X હેન્ડલને “અસામાજિક તત્વો” દ્વારા હેક કરવામાં આવ્યું છે, એમ મુખ્યમંત્રી હેમંત સોરેને રવિવારે (13 જુલાઈ) જણાવ્યું હતું, અને ઝારખંડ પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. JMM એકાઉન્ટ હેક કરવામાં આવ્યું પાર્ટીના એકાઉન્ટને ક્રિપ્ટો હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હોય તેવું લાગે છે, જેમણે ચિપમંક, એક પ્રકારના ઉંદરની છબી સાથે ક્રિપ્ટોકરન્સી ચુકવણી સરનામું પોસ્ટ કર્યું હતું. આ ભંગ પછી હેન્ડલ પરથી કોઈ વધારાની પોસ્ટ કરવામાં આવી નથી. અસામાજિક તત્વો દ્વારા હેક: મુખ્યમંત્રી હેમંત સોરેન સોરેને અબજોપતિ એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) ને પણ…

Read More

(જી.એન.એસ) તા. 13 વડોદરા, વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે. સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જોઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી,…

Read More