Author: gujdesk

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે. રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારમાં હાથ ધરાઈ રહેલા વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું (જી.એન.એસ) તા. 15 ધરોઇ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતુ. ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે…

Read More

(જી.એન.એસ) તા. 15 કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મીડિયા અહેવાલો ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અલગથી એક એડવાઈઝરી જારી કરી હતી. જે કાર્યસ્થળો પર સ્વસ્થ પસંદગીઓ કરવા તરફ એક પહેલ છે. તે લોબી, કેન્ટીન, કાફેટેરિયા, મીટિંગ રૂમ વગેરે જેવા વિવિધ કાર્યસ્થળોમાં બોર્ડ પ્રદર્શિત કરવા અંગે સલાહ આપે છે. જેથી વિવિધ ખાદ્ય વસ્તુઓમાં છુપાયેલી ચરબી અને વધારાની ખાંડના હાનિકારક વપરાશ અંગે જાગૃતિ લાવી શકાય. આ બોર્ડ સ્થૂળતા સામે લડવા માટે દૈનિક રીમાઇન્ડર તરીકે સેવા આપવા માટે છે, જેનો ભાર દેશમાં…

Read More

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં વિવિધ અધિકારીઓને તત્કાલ અસરથી વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. કુલ નવ અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે, જે આગામી આદેશ સુધી સોંપાયેલા જે-તે ચાર્જ સંભાળશે. આ તમામ નિયુક્તિઓ તત્કાલ અસરથી અમલમાં આવી છે અને આગળના આદેશ સુધી યથાવત્ રહેશે. આ આદેશ રાજ્યપાલના નામે અને આદેશથી બહાર પાડવામાં આવ્યો છે.

Read More

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ/ગાંધીનગર, રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ પેટા વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 સરખેજ ગાંધીનગર હાઇવે પર ખોડિયાર રેલવે ઓવર બ્રિજ ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 પર અલગ અલગ સ્થળોએ ક્ષતિ પામેલા રસ્તાઓ પર હોટ…

Read More

અત્યાર સુધીમાં વિવિધ માધ્યમ થકી ૭૩૨૬ જેટલા ખાડાઓની ફરિયાદ આવી, જેમાંથી ૬૫૯૪ જેટલા ખાડાઓનું સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું : શ્રી બંછાનિધિ પાની (જી.એન.એસ) તા. 15 અમદાવાદ, રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિણય લીધો છે. આ ખાસ અભિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, સમારકામ, ડામર, લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની લોકોને પડતી મુશ્કલીનું ઝડપી નિરાકરણ…

Read More

(જી.એન.એસ) તા. 15 સાબરકાંઠા, સાબરકાંઠા ખાતે સાબર ડેરી દ્વારા ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને 1 હજાર ટોળા સામે FIR નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી છે. હિંમતનગરના ડિવિઝનના DySPએ જણાવ્યું હતું કે, ‘સાબરડેર ખાતે ભાવફેરને લઈને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળા દ્વારા પોલીસ વાહનો, સાબરડેરીના ગેટ, ગ્રીલ સહિત નુકસાન…

Read More

માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ (જી.એન.એસ) તા. 15 જુનાગઢ, જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા છે. આ પુલોમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના…

Read More

(જી.એન.એસ) તા. 15 વોશિંગ્ટન, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, યુએસ સરકારે જણાવ્યું હતું કે ટેરિફ ટાળવા માટે કોઈ કરાર વિના વાટાઘાટો સમાપ્ત થયા પછી તેણે મોટાભાગના તાજા મેક્સીકન ટામેટાં પર 17 ટકા ડ્યુટી લાદી છે. સમર્થકોએ જણાવ્યું હતું કે આયાત કર સંકોચાતા યુએસ ટામેટા ઉદ્યોગને ફરીથી બનાવવામાં મદદ કરશે અને ખાતરી કરશે કે યુએસમાં ખાવામાં આવતી પેદાશો પણ ત્યાં ઉગાડવામાં આવે. મેક્સિકો યુએસ ટામેટા બજારનો 70% હિસ્સો પૂરો પાડે છે ફ્લોરિડા ટોમેટો એક્સચેન્જ અનુસાર, મેક્સિકો હાલમાં યુએસ ટામેટા બજારનો લગભગ 70 ટકા હિસ્સો પૂરો પાડે છે, જે બે દાયકા પહેલા 30 ટકા હતો. ટ્રેડ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રોબર્ટ ગુએન્થરે કહ્યું કે…

Read More

(જી.એન.એસ) તા. 15 ટોરોન્ટો, કેનેડિયન પ્રાંત આલ્બર્ટાના નેતાએ તેમના બ્રિટિશ કોલંબિયા (BC) સમકક્ષ સાથે મળીને ફેડરલ સરકારને લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી જૂથ તરીકે નિયુક્ત કરવાની હાકલ કરી છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં, આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથ અને પ્રાંતના જાહેર સલામતી અને કટોકટી સેવાઓ મંત્રી માઇક એલિસે જણાવ્યું હતું કે, “લોરેન્સ બિશ્નોઈ ગેંગ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક છે જે કેનેડા સહિત સમગ્ર દેશમાં હિંસા, ખંડણી, ડ્રગ હેરફેર અને લક્ષિત હત્યા માટે જવાબદાર છે. તેની પહોંચ વૈશ્વિક છે, અને તેનો હેતુ ગુનાહિત અને હિંસક છે.” તેઓએ ઉમેર્યું હતું કે બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે ઔપચારિક નિયુક્તિ “મહત્વપૂર્ણ શક્તિઓને અનલૉક કરશે, જેનાથી…

Read More