Author: gujdesk

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 2025 ની બેચના નવીન પ્રવેશિત BTech વિદ્યાર્થીઓ માટે 21 જુલાઈ, 2025ના રોજ તેના મુખ્ય ફાઉન્ડેશન પ્રોગ્રામ (FP) નો પ્રારંભ કર્યો. સંસ્થાનો આ અગ્રણી ઉપક્રમ ચાર અઠવાડિયાનો વ્યાપક કાર્યક્રમ છે, જે 21 જુલાઈથી 15 ઑગસ્ટ, 2025 સુધી ચાલશે, જેનો હેતુ વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક યાત્રા જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસને પણ આકાર આપવાનો છે. ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGNની આ ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે કે તે માત્ર ટેકનિકલી કુશળ જ નહીં પરંતુ સામાજિક રીતે જાગૃત, નૈતિક મૂલ્યોમાં સ્થિર, શારીરિક રીતે સક્રિય અને સર્જનાત્મક રીતે પ્રેરિત એવા સર્વગુણસંપન્ન વ્યક્તિઓનું ઘડતર કરે. આ વર્ષે કાર્યક્રમનું ઉદ્ઘાટન વોલ્વો ગ્રુપ, ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલ બાલીના મુખ્ય અતિથિ તરીકેના હસ્તે થયું. શ્રી બાલીએ જણાવ્યું, “ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGN દ્વારા શરૂ કરાયેલ એક ઉત્તમ પહેલ છે. મારા માટે, આ માત્ર આગામી ચાર વર્ષ માટેનો ફાઉન્ડેશન પ્રોગ્રામ નથી, આ એક વિકસિત ભારત માટેનો પાયો છે. આ આપણા દેશના ભવિષ્યના નિર્માણનો પાયો છે. તમે એક VUCA (Volatile, Uncertain, Complex, Ambiguous) (અસ્થિર, અનિશ્ચિત, જટિલ, અને દ્વિઅર્થિય) દુનિયામાં પ્રવેશી રહ્યા છો. તેના માટે તૈયાર રહો. હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરો. ભારતમાં, તમે યોગ્ય જગ્યા પર, યોગ્ય લોકો વચ્ચે છો. તમે એવા સમયમાં મોટા થઈ રહ્યા છો જ્યારે ભારત ઊંચાઈ પર જઈ રહ્યું છે. સતત શીખતા રહો.” તેમણે નેતૃત્વના સત્યતા તથા વિશ્વસનીયતાને ભાવિ નેતાઓ માટેના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા અને સહકારની ભાવનાને વધાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. મૂલ્યો અને નૈતિકતા, સર્જનાત્મકતા, ટીમ વર્ક, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમત—આ પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત આ કાર્યક્રમ, સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) માટેની કઠોર શૈક્ષણિક તૈયારી પછી વિદ્યાર્થીઓને એક તાજગીભર્યો વિરામ આપે છે. આ ચાર અઠવાડિયામાં વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, રમતગમત, કલા, સામુદાયિક પહોંચ અને હેન્ડ્સ-ઑન ક્રિએટિવ વર્કશોપ સહિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ અનુભવો દ્વારા IITGN પોતાના વિદ્યાર્થીઓમાં ખુલ્લુ મન, સહાનુભૂતિ, નેતૃત્વ અને શોધખોળની ભાવના વિકસાવવા માંગે છે. આ કાર્યક્રમમાં વિચારસરણીના નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને નવીનતા લાવનારાઓના પ્રેરણાત્મક સંબોધનો પણ સામેલ છે, જેથી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો સાથે સંપર્ક સાધી શકે અને તેમની પાસેથી શીખી શકે. પ્રોફેસર રજત મૂનાએ સંસ્થાના ઈતિહાસમાં સૌથી મોટા પ્રવેશમાંના એક તરીકે વિવિધ ડિગ્રી અને વિષયોમાં 900 થી વધુ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. નવા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું, “તમારી રેન્ક તમને નિર્ધારિત ન કરે. હવે જે મહત્વનું છે તે છે કે આગામી થોડાં વર્ષોમાં તમે વ્યક્તિ તરીકે કેટલા વિકાસ પામો છો. ઉત્સુક રહો, ખુલ્લા રહો અને યાદ રાખો, શીખવાનું ક્યારેય બંધ થતું નથી.”

Read More

(જી.એન.એસ) તા. 21 વાશિંગટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઓવલ ઓફિસની અંદર FBI એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે તેવો AI-જનરેટેડ વીડિયો શેર કર્યો. ટ્રમ્પે રવિવારે (સ્થાનિક) સમય મુજબ તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર આ વીડિયો પોસ્ટ કર્યો, જે ઝડપથી વાયરલ થયો. ટ્રુથ સોશિયલ પોસ્ટમાં, ટ્રમ્પે ઓબામા સહિત વિવિધ ડેમોક્રેટ્સનો ટિકટોક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે “કોઈ પણ કાયદાથી ઉપર નથી.” 45 સેકન્ડના AI-જનરેટેડ ડીપફેક વીડિયોમાં એક ખૂબ જ વાસ્તવિક પરંતુ સંપૂર્ણપણે બનાવટી દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે જેમાં ટ્રમ્પ અને ઓબામા ઓવલ ઓફિસમાં દેખાય છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે, ઓબામાને એજન્ટો દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર સંજય કૌલે ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીનાં મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સોમવારે ચાર્જ સંભાળ્યો. સંજય કૌલે વર્ષ 2001 ની બેચનાં આઈએએસ ઓફિસર પબ્લિક પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને ફાઇનાન્સનાં ક્ષેત્રે બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે, મહત્વનું છે કે, આ જવાબદારી સંભાળ્યા પૂર્વે તેઓ ભારત સરકારનાં સંસ્કૃતિ મંત્રાલયમાં જોઇન્ટ સચિવ હતા. તેઓ અગાઉ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ટુરિઝરમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપવા સાથે ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે. ચાર્જ…

Read More

(તખુભાઈ સાંડસુર દ્વારા) (તસવીર નિલેશ વાવડિયા) સ્વીઝર્લેન્ડના મુખ્ય એરપોર્ટ એવા જ્યુરીકથી 160 કિલોમીટર જેટલું દૂર રમણીય પ્રાકૃતિક સંપદાઓનો ખજાનો એવા શહેર દાઓસની રામકથામાં બીજા દિવસે ભારતના સીઝરર્લેન્ડના એમ્બેસેડર શ્રી મુદુલકુમારજીની વિશેષ ઉપસ્થિતિ રહી.કથાના પ્રારંભે ભારતીય એલચી માનનીય શ્રી મૃદુલકુમારજીએ કહ્યું કે રામકથા એ આપણાં જીવનને બદલનારી ગાથા છે. યુગો યુગોથી તેમના પાત્રોનું સમર્પણ અને જીવન આજે પણ આપણા સૌ માટે પ્રેરિત કરનારું છે. સાંપ્રત યુગમાં આ ગાથાનુ શ્રવણ ખૂબ જરૂરી છે. પૂજ્ય મોરારિબાપુ એ અહીં સ્વીઝર્લેન્ડની ધરતી માટે પોતાનો સમય આપ્યો છે તે માટે ભારતીય સમુદાય વતી હું આભાર પ્રગટ કરું છું. જીવનમાં જો સત્ય, પ્રેમ અને કરુણાને પૂરતા પ્રમાણમાં…

Read More

મેષ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. આજે તમે તમારા મકાન માં વેરવિખેર વસ્તુઓ ને ગોઠવવા ની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે. વૃષભ આજે દિવસની શરૂઆત તમે યોગ…

Read More

તિથિ એકાદશી (અગિયારસ) – 09:41:14 સુધી નક્ષત્ર રોહિણી – 21:07:52 સુધી કરણ બાલવ – 09:41:14 સુધી, કૌલવ – 20:24:04 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – 18:38:30 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:35:57 સૂર્યાસ્ત 19:18:39 ચંદ્ર રાશિ વૃષભ ચંદ્રોદય 26:32:00 ચંદ્રાસ્ત 16:18:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 6 મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:42:42 અશુભ સમય દુર મુહુર્ત 12:54:43 થી 13:49:34 ના, 15:39:15 થી 16:34:06 ના કુલિક 15:39:15 થી 16:34:06 ના દુરી / મરણ 08:20:29 થી 09:15:20 ના રાહુ કાળ 07:18:47 થી 09:01:37 ના કાલવેલા/અર્ધ્યામ 10:10:11 થી…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ નવી દિલ્હી, મધ્ય દિલ્હીના ઓલ્ડ રાજિન્દર નગર વિસ્તારમાં 25 વર્ષીય યુપીએસસી ઉમેદવારે પોતાના રૂમમાં છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે એકલો જ તેના મૃત્યુ માટે જવાબદાર છે,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 6.32 વાગ્યે રાજિન્દર નગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની જાણ કરતો પીસીઆર કોલ આવ્યો હતો. “એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.” પોલીસ ટીમને ત્યાં પહોંચ્યા પછી, તરુણ ઠાકુરનો મૃતદેહ ચાદર વડે છતના પંખા પર લટકતો મળ્યો.” તરુણ જમ્મુનો વતની હતો અને અહીં ભાડાના…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ બગોદરા, અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે. ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. તથા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. જેમાં પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે. આ સામુહિક આપઘાતમાં 8 વર્ષના દીકરાએ પણ જીવન ટુંકાવ્યું છે. જો કે હજી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પરિવાર રીક્ષા ચલાવીને ચલાવીને ગુજરાન ચલાવતો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો હોવાનો સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર પરિવાર બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો…

Read More

(જી.એન.એસ) તા. ૨૦ ગાઝા, ઇઝરાયલી સૈનિકોએ શનિવારે દક્ષિણ ગાઝામાં યુએસ અને ઇઝરાયલી સમર્થિત જૂથ દ્વારા સંચાલિત વિતરણ કેન્દ્રોમાંથી ખોરાક મેળવવા માંગતા પેલેસ્ટિનિયનોના ટોળા પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા, એમ સાક્ષીઓ અને હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર. ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હબ નજીક ગોળીબાર થયો હતો, જેણે મે મહિનામાં કામગીરી શરૂ કરી હતી. યુએસ અને ઇઝરાયલ ગાઝામાં પરંપરાગત યુએન-નેતૃત્વ હેઠળની સહાય વિતરણ પ્રણાલીને બદલવા માંગે છે, અને દાવો કરે છે કે હમાસના આતંકવાદીઓ પુરવઠો ચોરી કરે છે. યુએન આ આરોપને નકારે છે. જ્યારે GHF કહે છે કે તેણે ભૂખ્યા પેલેસ્ટિનિયનોને લાખો ભોજનનું વિતરણ કર્યું…

Read More

રાજ્યમાં વિવિધ સ્થળોએ પેચવર્ક દ્વારા રસ્તાઓ સતત રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિમાં મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું (જી.એન.એસ) તા. ૨૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે. નેશનલ હાઇવે ૪૭(NH47) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે. જે અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(NH47) પર બગોદરા પાસે માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ,…

Read More