Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૧૧/૦૬/૨૦૨૬)
- હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા
- રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
- યુપીના કાનપુર સ્થિત નકલી ડિગ્રી રેકેટ 13 વર્ષથી ભારત, યુકે, કેનેડા અને સાઉદી અરેબિયામાં કાર્યરત; ૧૦ ની ધરપકડ
- કેન્દ્રીય કેબિનેટની અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને અપાઈ મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ
- જેલમાંથી છૂટતા જ મોન્ટુ નામદારે ખાડિયામાં રોફ જમવા કર્યો નવો સ્ટંટ!
- NDA સંમેલનમાં 15 થી વધુ પક્ષો હાજરી આપી
- મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના ટીએમસી માટે બીજો મોટો ઝટકો
- પશ્ચિમ બંગાળ કેબિનેટ વિસ્તરણ: મુખ્યમંત્રી સુવેન્દુએ લીધું ગૃહ ખાતું, સ્વપ્ન દાસગુપ્તાને નાણાં ખાતું સોંપાયું
- આજથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે CJP
- વિજય રૂપાણીની પુત્રીને એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી: ‘ચુકવણી સ્વીકારવાનું કોઈ દબાણ નથી’
- મેલોનીથી મારાપે સુધી: વિશ્વના નેતાઓએ સતત ચૂંટણી લડતા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના રેકોર્ડની પ્રશંસા કરી
Author: gujdesk
(જી.એન.એસ) તા. 10 તેહરાન, ઈરાનની ટોચની સુરક્ષા સંસ્થાએ સોમવારે કડક ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે જો દેશ પર લશ્કરી હુમલો થશે તો તેના સશસ્ત્ર દળો તાત્કાલિક ઈઝરાયલના ‘ગુપ્ત પરમાણુ સુવિધાઓ’ને નિશાન બનાવશે, એમ મીડિયા સૂત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ. આ નિવેદન ઈરાનના દાવા બાદ આવ્યું છે કે તેણે ‘સંવેદનશીલ ઈઝરાયલી ગુપ્ત માહિતી’ મેળવી છે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનના ગુપ્તચર મંત્રી ઇસ્માઇલ ખાતીબે દાવો કર્યો હતો કે, ઈરાને ગુપ્તચર કામગીરી દ્વારા ઇઝરાયલી દસ્તાવેજોનો ‘નોંધપાત્ર ભંડાર’ મેળવ્યો છે તેના થોડા દિવસો બાદ જ ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (SNSC) એ આ ચેતવણી જારી કરી હતી. કાઉન્સિલના…
(જી.એન.એસ) તા. 10 વોશિંગ્ટન/લંડન, મહિનાઓથી ચાલી રહેલા ટેરિફ તણાવ અને રાજદ્વારી ઘર્ષણ પછી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોને સ્થિર કરવાના નવેસરથી પ્રયાસરૂપે લંડનમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટો ફરી શરૂ થઈ. ગયા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફોન કોલ બાદ આ બેઠક થઈ હતી, જેણે સંભવિત સફળતાનો માર્ગ મોકળો કર્યો હતો. આ વાટાઘાટો બકિંગહામ પેલેસ નજીક આવેલા ઐતિહાસિક હવેલી લેન્કેસ્ટર હાઉસ ખાતે યોજાઈ રહી હતી. ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાઇસ પ્રીમિયર હી લાઇફેંગ અને વાણિજ્ય પ્રધાન વાંગ વેન્ટાઓ કરી રહ્યા છે. અમેરિકન પક્ષે, વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક, ટ્રેઝરી સચિવ…
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક વાચા આપતા મંત્રીશ્રીએ તેનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી કનુભાઈ દેસાઈએ સૌ સાંસદસભ્ય-ધારાસભ્યશ્રીઓનો આભાર માન્યો હતો સાથોસાથ તમામ ખાતાના વડાઓનો આભાર માનતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમયાંતરે યોજાતી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે. ગત બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો સુયોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. બેઠકમાં ઉપસ્થિત રહેતા સાંસદસભ્ય – ધારાસભ્યશ્રીઓના સૂચનોથી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સરળતા…
તિથિ પૂર્ણિમા (પૂનમ) – 13:15:52 સુધી નક્ષત્ર જ્યેષ્ઠા – 20:11:18 સુધી કરણ ભાવ – 13:15:52 સુધી, બાલવ – 25:56:01 સુધી પક્ષ શુક્લ યોગ સાધ્ય – 14:02:49 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:17 સૂર્યાસ્ત 19:24:52 ચંદ્ર રાશિ વૃશ્ચિક – 20:11:18 સુધી ચંદ્રોદય 19:44:00 ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 28 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:31:34 અશુભ સમય દુર મુહુર્ત 12:12:01 થી 13:06:07 ના કુલિક 12:12:01 થી 13:06:07 ના દુરી / મરણ 17:36:39 થી 18:30:45 ના રાહુ કાળ 12:39:04 થી 14:20:31 ના કાલવેલા/અર્ધ્યામ 06:47:23 થી 07:41:29…
સ્વચ્છ સવારી…..એસ. ટી. અમારી ટૂંક જ સમયમાં રાજ્યના અન્ય ૪૭ ડેપો ખાતે પણ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાશે (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલા “સ્વચ્છ ભારત અભિયાન”ના પરિણામે આજે દેશના નાગરીકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા માટેના અનેકવિધ નવતર પ્રયાસો થઇ રહ્યા છે. તેવો જ એક અનોખો નવતર પ્રયાસ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યાવ્હાર નિગમ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. એસ. ટી. નિગમ રાજ્યના નાગરિકોને માત્ર સલામત સવારી જ નહિ, પરંતુ સ્વચ્છ સવારી…
ગોંડલનાં અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક (જી.એન.એસ) તા. 9 ગોંડલ, રાજકોટના ચકચારભર્યા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં, 17 વર્ષીય સગીરા દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. જજ સમક્ષ 17 વર્ષીય સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરાયા છે. જયરાજસિંહના માણસો દ્વારા ખોટા નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું સગીરાએ નિવેદન આપ્યું છે. સગીરાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાનાં યુવક અમિત દામજીભાઇ ખુંટનો પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.…
શક્તિપીઠમાં સોલાર રૂફટોપ પેનલ્સથી સૂર્યઊર્જા ઉપયોગનો મ્યુનીસીપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીએ વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કરાવ્યો (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અક્ષય ઊર્જા- સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી ગ્રીન ક્લીન એનર્જી માટે આપેલી પ્રેરણાને ગાંધીનગર સેક્ટર-૧ની ગાયત્રી શક્તિપીઠમાં ૧૬.૨૦ કે.વી.ની સોલાર પેનલ એક સ્વૈચ્છીક દાતાના આર્થિક સહયોગથી લગાવીને સાકાર કરવામાં આવી છે. આ શક્તિપીઠમાં સોલાર રૂફટોપ તહેત લગાવવામાં આવેલી આ સોલાર સીસ્ટમનો પ્રારંભ ગાંધીનગર મ્યુનીસીપલ કમિશ્નર શ્રી જે.બી. વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલના હસ્તે ગાયત્રી પરીવારજનો દ્વારા ગાયત્રી મંત્ર અને વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠના પાટોત્સવ અન્વયે શક્તિપીઠ ખાતે પંચ કુંડિય…
મેષ આજે તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. નાણાકીય પક્ષ મજબૂત થવા ની પુરી શક્યતા છે.જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવા ની પુરી શક્યતા છે. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી…
તિથિ ચતુર્દશી (ચૌદસ) – 11:38:17 સુધી નક્ષત્ર અનુરાધા – 18:02:26 સુધી કરણ વાણિજ – 11:38:17 સુધી, વિષ્ટિ ભદ્ર – 24:29:56 સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધ – 13:43:49 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:15 સૂર્યાસ્ત 19:24:31 ચંદ્ર રાશિ વૃશ્ચિક ચંદ્રોદય 18:48:00 ચંદ્રાસ્ત 29:27:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 27 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:31:16 અશુભ સમય દુર મુહુર્ત 08:35:30 થી 09:29:35 ના કુલિક 14:00:00 થી 14:54:05 ના દુરી / મરણ 06:47:20 થી 07:41:25 ના રાહુ કાળ 16:01:42 થી 17:43:06 ના કાલવેલા/અર્ધ્યામ 08:35:30 થી 09:29:35 ના યમ…
(જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે. હાલમાં…
