Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: Gujarat Desk
હવે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ નાગરિકોને મળતી સુવિધા પર થશે નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર DG-IG કોન્ફરન્સ ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હવેથી, રાજ્યના દરેક શહેર…
(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર/મુંબઈ, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું. શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશશ્રી, મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદેએ રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું. શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવશ્રી રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા…
(જી.એન.એસ) તા. 15 જામનગર, શહેરમાં એક મોટી જાનહાની ટળી હતી જેમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના મામલે મળી માહિતી અનુસાર, બીજા માળે બિલ્ડિંગનો કેટલોક હિસ્સો એકાએક નીચે પડ્યો હતો. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોના સંચાલકોએ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનું તંત્રમાં એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. હાલમાં, બિલ્ડિંગનો હજુ પણ કેટલોક ભાગ જર્જરિત હોવાથી…
આ યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ હવે માત્ર બે દિવસ એટલે કે, તા. ૧૭ સપ્ટેમબર, ૨૦૨૫ સુધી જ ખુલ્લું રહેશે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. જે પૈકી પ્રાકૃતિક કૃષિ માટે સૌથી જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજના” હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અથવા…
આ યોજનામાં વાર્ષિક માત્ર રૂ.૨૦માં ૭૦ વર્ષની ઉંમર સુધી રૂ. ૨ લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ.૨૦ ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂ. ૧ થી ૨ લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. આ યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, ખાસ કરીને ઓછી આવક ધરાવતા તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ…
ગુજરાતના કેટલાક ભાગમાંથી નૈઋત્યનુ ચોમાસું પાછું ખેંચાશે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતાં પહેલા સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી 21થી વધુ જિલ્લામાં અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દર વખતની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાની શરૂઆત થઈ છે. રાજસ્થાનમાંથી શરૂ થયેલ ચોમાસાની વિદાય આગામી બે દિવસમાં ગુજરાત અને પંજાબમાં પણ શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે…
(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક પોલીસ ટીમે એક અથડામણ દરમિયાન એક ગુનેગારને ગોળી મારી દીધી. ડીસીપી આઉટર નોર્થ હરેશ્વર વી. સ્વામીના નેતૃત્વમાં પોલીસ ટીમ કૈફ નામના એક વ્યક્તિને પકડવા ગઈ હતી, જે અનેક ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો. જોકે, ટીમે તેને પકડવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ ઝડપથી હિંસક અથડામણમાં પરિણમી. મીડિયા અહેવાલો અનુસાર, કૈફ, જેને હિંસક ગુનાઓનો ઇતિહાસ ધરાવતો જાણીતો ગુનેગાર તરીકે ઓળખવામાં આવે છે, તેણે અધિકારીઓ પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ તેની પાસે પહોંચ્યા. ઝડપી જવાબમાં, પોલીસે વળતો ગોળીબાર કર્યો, જેમાં આરોપીને તેના પગમાં વાગ્યો. શંકાસ્પદ વ્યક્તિને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને…
(જી.એન.એસ) તા. 15 રાંચી, IMD એ પૂર્વ સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ, સિમડેગા, સરાઈકેલા-ખરસવાન, દેવઘર, દુમકા, ગિરિડીહ, ગોડ્ડા, જામતારા, પાકુર, સાહિબગંજ, રાંચી, બોકારો, ધનબાદ, ખૂંટી અને રામગઢ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે. ૧૬ સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ થી ૧૭ સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ વાગ્યા સુધી ૧૧ જિલ્લાઓ માટે અને ૧૭ સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ થી ૧૮ સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ વાગ્યા સુધી ૧૩ જિલ્લાઓ માટે સમાન ચેતવણી જારી કરવામાં આવી છે, એમ અધિકારીએ ઉમેર્યું. રાંચી હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડિરેક્ટર અભિષેક આનંદે જણાવ્યું હતું કે, “ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ લાઇનના પ્રભાવ હેઠળ રાજ્યના મુખ્ય ભાગોમાં ત્રણ દિવસ સુધી વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે. રાંચીમાં રવિવાર…
ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો આ પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે :- ગુજરાત પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા (જી.એન.એસ) તા. 15 ઉદયપુર, ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ ૨૦૨૫માં સંસ્કૃતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો. વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાત…
માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો: 2013થી 2023 દરમ્યાન ગુજરાતમાં માતા મૃત્યુ દર (MMR)માં 54.5%નો ઘટાડો નમો શ્રી યોજનાનો વધતો વ્યાપ: દોઢ વર્ષમાં લગભગ 11 લાખ મહિલાઓએ નોંધણી કરાવી, દરેક લાભાર્થીને ₹12,000ની આર્થિક સહાય મળે છે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં 13 સપ્ટેમ્બરે સુશાસનના 4 વર્ષ પૂર્ણ કર્યા. મુખ્યમંત્રીશ્રીએ આ દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારતાં મહિલા સશક્તિકરણ અને માતૃ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા 4 વર્ષંમાં માતા અને બાળ આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આમાં રાજ્યની નમો શ્રી યોજનાનો મહત્વપૂર્ણ ફાળો…
