Author: devarshi

(જી.એન.એસ) તા.૧ સુરત, સુરતમાં હજીરામાંથી એક મોટી ઘટના સામે આવી છે, એક કંપનીમાં આગ લાગવાની દૂર્ઘટના બની છે, 4 લોકોનું મોત અને અન્ય થયા ઘાયલ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આજે એક વિસ્ફોટ થયો હતો, જેના પગલે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ફસાયેલા ચાર કર્મચારીઓના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ટૂ યર પ્લેટફોર્મ પર આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી. જેમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,…

Read More

(જી.એન.એસ) તા.૧ જામનગર, જામનગર શહેરમાં તેમજ જામનગર ગ્રામ્ય અને ધ્રોલ પંથકમાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી મંગળવારે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને ૨૬ વીજ ચેકીંગ ટુકડીઓએ વીજચોરી કરનાર પર તવાઈ બોલાવી હતી. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો અને બીજા દિવસે કુલ રૂ.25.65 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી. જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા મંગળવારે સવારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, સુભાષ પરા અને ગણેશવાસ વિસ્તારમાં…

Read More

(જી.એન.એસ) તા.૧ જામનગર, જામનગરમાં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂમમાંથી રૂ. ૨,૩૭,૪૪૦ ની રોકડ રકમની ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવની તપાસ કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા મુખ્ય આરોપી સામે મુંબઈ પંથકમાં ૧૬ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જામનગરમાં બનતા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સૂચના મુજબ, જામનગર સીટી A ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઈન્સપેકટર એન. એ. ચાવડાના માર્ગદશન મુજબ તપાસ ચલાવાઈ રહી હતી. દરમ્યાન ગત જામનગર રણજીતસાગર રોડ ઉપર આવેલ અવધ ઓટો મોબાઇલ્સ માંથી કુલ રોકડા રૂ. ૨,૩૭,૪૪૦ ની રોકડ રકમ ની ચોરી થવા પામી…

Read More

(જી.એન.એસ) તા.૧ પાટણ, પાટણમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનો પર્દાફાશ થયો, 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી અને ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો માલ જપ્ત કરવામાં આવ્યો. પાટણ તાલુકાના ચારૂપ ગામમાં SOG દ્વારા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના એક વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ભારત ગેસ એજન્સી સાથે જોડાયેલા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, SOGને બાતમી મળી હતી કે ચારૂપ ગામમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો રિફિલ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડી આ ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરો, રિફિલિંગ માટેના સાધનો અને રોકડ રકમ…

Read More

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, નવા વર્ષની ઉજવણીની અગાઉ ઇસનપુર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી છે. નવા વર્ષના ઉત્સાહ પહેલાં, અમદાવાદમાં ઇસનપુર પોલીસ એ એક મોટી નશાકારક ઈન્જેક્શન જથ્થો પકડ્યો છે. પોલીસે 56 ઇન્જેક્શન્સ અને 44 સિરીઝો સહિતના મુદ્દામાલની જપ્તી કરી અને 2 આરોપીઓને ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 56 ઇન્જેક્શન અને 44 સિરીંજ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓ સોહેલ સલીમ શેખ અને કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્ની આ ઇન્જેક્શનનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સોહેલ સલીમ શેખની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ…

Read More

(જી.એન.એસ) તા.૧ ખેડા, ખેડાના ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં શિક્ષકો વચ્ચે થયો વિવાદ, અપશબ્દો અને મારી નાખવાની ધમકી આપી છે. ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં વિજયી બનેલા શિક્ષક સુરેશ પટેલ વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા છે. ખેડાના ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં શિક્ષકો વચ્ચે થયો વિવાદ અપશબ્દો અને મારી નાખવાની ધમકી આપી છે. ચૂંટણીમાં પોતાની પેનલ હારી જતાં, શિક્ષક સુરેશ પટેલે અન્ય વિજેતા શિક્ષકો અને નવનિયુક્ત ચેરમેનને અપશબ્દો બોલી, તેમને મારી નાખવાની ધમકી આપી છે. આ સમગ્ર મામલે મંડળીના ચેરમેને ઠાસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ…

Read More

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં એક વર્ષ દરમિયાન કુલ ૩૬ અંગદાન થયા જેણે ૧૨૪ જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા ૧૨૪ અંગોમાં ૭૨ કિડની, ૩૨ લીવર, ૧૩ હ્રદય, એક સ્વાદુપિંડ, ૦૬ ફેફસાનો સમાવેશ થાય છે. વધુમાં આ ૩૬ અંગદાતાઓમાં ૩૨ પુરુષો અને ૦૪ મહિલા બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા અંગદાન કરાયું છે. જેમાં ૨૮ અંગદાતાઓ ગુજરાતના અને અન્ય ૦૮ અંગદાતાઓ અન્ય રાજ્યોના હતા. સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સાથે સાથે…

Read More

(જી.એન.એસ) તા.૧ વડોદરા, વડોદરામાં માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું. વડોદરા માં માતાપિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું. 10 વર્ષના બાળકનું મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો. હિંચકા પર હસતું રમતું બાળક અચાનક અકસ્માતનો શિકાર થયો. 10 વર્ષનો બાળક હિંચકા પર રમતો હતો દરમ્યાન ગળામાં પહેરેલ ટાઈના કારણે ગળેફાંસો આવી જતા કરુણ મોત નિપજ્યું. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં નવાપુરાના લક્ષ્મી ફલેટમાં કાળજું કંપાવતી ઘટના બનવા પામી. લક્ષ્મી ફલેટમાં પટેલ પરીવાર રહે છે. પટેલ પરીવારનો 10 વર્ષનો પુત્ર ઘરની બહાર લગાવેલા હિંચકા પર રમતો…

Read More

(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, અમદાવાદમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 9 વર્ષની નાની બાળકી સાયકલ લઈને સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન કોર્પોરેશનની કચરાની ગાડીએ બાળકીને કચડીને મોતને ઘાટ ઉતારી. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની છે. પરમાનંદની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું છે. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને ડ્રાઈવરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક બાળકીની ઓળખ ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ તરીકે થઈ છે. તે સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી. આજે…

Read More