Home દેશ - NATIONAL અભિનેત્રી નૂતનને તેની પુણ્યતિથિએ ચાહકોએ યાદ કરી

અભિનેત્રી નૂતનને તેની પુણ્યતિથિએ ચાહકોએ યાદ કરી

84
0

(જી.એન.એસ),તા.૨૧


મુંબઈ


અભિનેત્રી નૂતને તેની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ અભિનેત્રી તરીકે ફિલ્મ ‘હમારી બેટી’થી કરી હતી. ૧૪ વર્ષની નાની ઉંમરે નૂતનને આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની તક મળી. વર્ષ ૧૯૫૦માં પહેલી ફિલ્મ કર્યા બાદ તેને વર્ષ ૧૯૫૧માં આવેલી ફિલ્મ ‘નાગિન’માં કામ કરવાની તક મળી. તેણે ફિલ્મ ‘સીમા’માં કામ કર્યું. આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે નૂતનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો, તેણે તેના જીવનમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યો. જ્યારે નૂતને તેની બીજી ફિલ્મ ‘નાગિન’ કરી ત્યારે તે ૧૫ વર્ષની હતી. જ્યારે તેણે આ ફિલ્મમાં કામ કર્યું અને ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અભિનેત્રી પોતાને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. ફિલ્મની રિલીઝ પહેલા પ્રીમિયર યોજવામાં આવ્યો હતો. જ્યારે ફિલ્મના કલાકારો ફિલ્મ જાેવા માટે થિયેટરમાં પહોંચ્યા ત્યારે તેમની વચ્ચે અભિનેત્રી નૂતન પણ હતી. જ્યારે નૂતન તેની મિત્ર સાથે ફિલ્મ જોવા આવી હતી ત્યારે થિયેટરની બહાર ઉભેલા ગેટકીપરે તેને રોકી હતી. ગાર્ડે તેને થિયેટરમાં પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ ફિલ્મમાં કેટલાક ડરામણા દ્રશ્યો હતા અને તે સમયે સગીરોને આ ફિલ્મ જાેવાની મંજૂરી નહોતી, તે સમયે અભિનેત્રીની ઉંમર ઓછી હતી, જ્યારે તેણે ફિલ્મમાં કામ કર્યું હતું. તે સમયે નૂતનને લાગ્યું કે જ્યારે તે ફિલ્મ જાેવા માટે થિયેટરમાં પહોંચશે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, પરંતુ એવું કંઈ થયું નહીં. ઉલટું, તેને સિનેમા હોલમાં પ્રવેશવા પણ દેવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં નૂતનની ગેટકીપર સાથે દલીલ થઈ અને તેનો મૂડ બગડી ગયો.નૂતન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને અજાેડ અભિનેત્રી રહી છે, તેની કારકિર્દીમાં અભિનેત્રીએ એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર નૂતને ૫૪ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે અભિનેત્રીની પુણ્યતિથિ છે. નૂતનને તેની પોતાની ફિલ્મના પ્રીમિયર વખતે સિનેમા હોલની અંદર જવા દેવામાં આવી ન હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૃહમંત્રાલય એરઈન્ડિયાના નવા પ્રમુખ ઈલ્કર આયઝીનું બેકગ્રાઉન્ડ ચકાસશે
Next articleકિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ક્રિટિક્સ બેસ્ટ એવોર્ડથી નવાજ્યા