Home ગુજરાત ગાંધીનગર ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપર્ચ્યુનિટી ફોર ગુજરાત” વિષય...

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપર્ચ્યુનિટી ફોર ગુજરાત” વિષય પર  આયોજિત CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી

33
0

(G.N.S) dt. 17

ગાંધીનગર,

મહાત્મા મંદિર ખાતે ઊર્જા મંત્રીશ્રીએ વિવિધ કંપની અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી.

ભારત સરકાર દ્વારા આયોજિત “RE INVEST-2024″ના બીજા દિવસે ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મહાત્મા મંદિર ખાતે CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી. “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપર્ચ્યુનિટી ફોર ગુજરાત” વિષય પર આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ અને ફાયનાન્સિયલ બેન્ક સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મહાત્મા મંદિર ખાતે નોર્વેના પૂર્વ ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટ મંત્રી શ્રી એરિક સોલ્હેમ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. તેવી જ રીતે, દિવસ દરમિયાન ઊર્જા મંત્રીશ્રીએ ReNew Power કંપનીના ચેરમેન અને સી.ઈ.ઓ શ્રી સુમિત સિન્હા,  TATA POWERના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રવીર સિંઘ, AVAADA GROUPના ચેરમેન શ્રી વિનીત મિત્તલ, Global Wind Energy Councilના પોલિસી ડિરેક્ટર શ્રી માર્તંડ શાર્દુલ તેમજ કોન્સ્યુલ જનરલ ઓફ ધ રિપબ્લિક ઓફ સિંગાપોર ઈન મુંબઈ શ્રી ચેઓંગ મિંગ ફુંગ સાથે પણ વન ટુ વન બેઠકો યોજી હતી.

ઊર્જા મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વિવિધ બેઠકોમાં ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર તેમજ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજિંગ ડિરેકટર શ્રી જયપ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યવ્યાપી સેવા સેતુના ૧૦મા તબક્કાનો પ્રારંભ
Next articleઆજનું પંચાંગ (18/09/2024)