Home મધ્ય ગુજરાત અમદાવાદ રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

17
0

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

રાહત નિયામક શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારીશ્રી દ્વારા તા.૦૩ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત નિયામકશ્રીએ જણાવ્યું હતુ.

રાહત નિયામકશ્રી દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરી હતી.

હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે રાહત નિયામકશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

રાહત નિયામકશ્રી અને અધિક કલેકટરશ્રી દ્વારા તમામ નોડલ અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ માર્ગદર્શન તથા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને  મકાન, GSRTC, NDRF, SDRF,BISAG-N, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના તથા ઈન્ડિયન નેવી નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો
Next articleપ્રધાનમંત્રી સત્તાવાર મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા