Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાને જોડાતા ૧૯ માર્ગો ઉપર ૨૪ કિલોમીટર જેટલા રોડના...

ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાને જોડાતા ૧૯ માર્ગો ઉપર ૨૪ કિલોમીટર જેટલા રોડના સમારકામમાં ૨૧૦૦ ક્યુ.મીટર વેટ મિક્ષ અને ૧૬૦ ક્યુ.મીટર માટીકામ કરાયું

16
0

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી વરસાદી માહોલ છવાયેલ છે. સતત વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય કક્ષાને જોડતા માર્ગો પર ખાડા પડી ગયા છે. માર્ગો પર આ ખાડાના કારણે કોઇ અકસ્માતની ઘટના ન બને અને એક ગામથી બીજા ગામ જવામાં નાગરિકોને સરળતા રહે તે માટે માર્ગોનું સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા પંદર દિવસમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ૧૯ માર્ગો અંદાજિત ૨૪ કિલોમીટર લંબાઇના માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં જન્માષ્ટમીથી વરસાદી માહોલ સતત છવાયેલ છે. ગાંધીનગર જિલ્લામાં સતત પડેલા વરસાદના કારણે ગ્રામ્ય કક્ષાએ રોડ ઉપર ખાડા પડી ગયા હતા. આ માર્ગો પર અકસ્માતની ઘટના ન બને અને ગ્રામજનોને આવવા- જવામાં સુગમતા રહે તેવા ઉમદા ભાવથી ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ આવા માર્ગોનું સમારકામ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગોનું સમારકામનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. ૭ ટીમ બનાવીને માર્ગોનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગોનું સમારકામ કરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર શ્રી તેજસ માંગુકિયા અને તેમની ટીમ દ્વારા તુટલા માર્ગોનો સર્વે શરૂ કર્યો હતો. જે અન્વયે ભાડજ એપ્રોચ રોડ જોઈનીંગ કલોલ-સાણંદ એસ.એચ. રોડ,  પસુનીયા-મંગલપુરા રોડ, નાંદોલી-સુરમ્ય ૭ તથા નાંદોલી એપ્રોચ રોડ, બાલવા એપ્રોચ રોડ, અંબોડ-આનંદપુરા રોડ અને અંબોડ એપ્રોચ રોડ, અનોડિયા કોટવાસ એપ્રોચ રોડ, મગોડી જંક્શન-ડભોડા રોડ, ભોયણ – વામજ – વાંસજડા રોડ, વડસર – સાંતેજ રોડ જેવા મહત્વના ૧૯ જેટલા માર્ગનું વધુ ઘોવાણ થયું હતું. ખાડા પણ પડી ગયા હતા. જેથી આ રોડનું સમારકામ ૧૫ દિવસથી કરવામાં આવી રહ્યું છે. આ ૧૯ રોડની લંબાઇ અંદાજે ૨૪ કિલોમીટર થાય છે. જેના સમારકામમાં ૨૧૦૦ ક્યુ.મીટર વેટ મિક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે ૧૬૦ ક્યુ.મીટર માટીકામ કરવામાં આવ્યું છે. કલોલ પલસાણા જાસપુર રોડ પર પેવરબ્લોક દ્વારા રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. કારણ કે, કાળી માટી હોવાથી વારંવાર રોડ વરસાદને કારણે ખરાબ થતો હતો. રોડની મજબૂત કરવાના ઉમદા આશયથી આ રીતે કામ કરવામાં આવ્યું છે. આ કામ સુચારું રીતે કરી શકાય તે માટે જિલ્લામાં ૭ જેટલી ટીમ બનાવવામાં આવી હતી. તેની સાથે ૧૦૦ જેટલા લેબર દ્વારા આ તમામ રોડની મરામત કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૪ વિશેષ
Next articleવાલિયામાં આભ ફાટ્યું, 12 ઈંચ વરસાદ