Home ગુજરાત હોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસની હાજરીમાં ભરુચના ગૌરવવંતા “ભરુચ રત્નો”નું થયું વિશેષ સન્માન

હોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસની હાજરીમાં ભરુચના ગૌરવવંતા “ભરુચ રત્નો”નું થયું વિશેષ સન્માન

675
0

(જી.એન.એસ.) ભરૂચ, તા.28
જાણીતી સેવાભાવી સંસ્થા સહારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને દેશની જાણીતી મલ્ટી લેંગ્વેજ વાયર ન્યૂઝ એજન્સી જી.એન.એસ.(GNS) દ્વારા 26 જાન્યુઆરી 71મા પ્રજાસત્તાક દિનનની સમી સાંજે આયોજિત એક ભવ્ય અને હોલીવુડની જાણીતી સોહામણી અભિનેત્રી મેરી લૂઇસનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભરુચ જિલ્લાના ગૌરવવંતા નાગરિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.. જેમાં કુલ ૨૪ નાગરિકો નું “ભરુચ રત્ન” પુરસ્કારથી વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપવા બદલ તેમને સન્માનિત કરાયા હતા. જેમનું સન્માન થયું તેમાં સૌથી નાની વયની દિકરી ખુશી ચુડાસમાથી લઈને 80 વર્ષના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ગાંધી નો સમાવેશ થાય છે.
ભરૂચના સિનિયર પત્રકાર વસીમ મલેક દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ઓમકારનાથ ભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ આફ્રિકાથી વિશેષ મેહમાન તરીકે હોલિવૂડની સોહામણી અભિનેત્રી અને મોડેલ મેરી લુઈસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. જેમને મિસ્ટર વર્લ્ડ અસ્ફાક બેંડવાલા ઍવોર્ડથી સન્માનિત કરીને પુરસ્કાર સુપરદ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના યુવાનો, સામાજિક આગેવાનો, પ્રબુધ્ધ નાગરિકો, પત્રકારો, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં હાજર રહીને આયોજકોના ઉત્સાહમા વધારો કર્યો હતો. કાર્યક્રમના ભાગીદાર એવા જીએનએસની મિડિયા ટીમ પણ અમદાવાદથી ખાસ હાજર રહી હતી.
વિવિધ ક્ષેત્રે આ સન્માન લેનાર ગૌરવવંતા નાગરિકો નીચે મુજબ છે
ભરુચ રત્ન મેળવનાર ગૌરવવંતા ભરૂચવાસીઓ
રમત ગમત
૧. મુનાફ પટેલ ( ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમ )
૨. અસ્ફાક બેંડવાલા ( સાઉથ આફ્રિકામાં રહીને મિસ્ટર વર્લ્ડ બન્યા હાલ હોલિવૂડ કલાકાર અને મોડલ )
૩.ખુશી ચુડાસમા ( નાની ઉમરમાં રાઇફલ શૂટિંગમાં નેશનલ ક્વોલિફાઇ કર્યું )
સામાજિક કાર્ય
૧.રશ્મિ કંસારા ( બ્લડ ડોનેશન નું ઉમદા કાર્ય છેલ્લા ૨૦ વર્ષ થી )
૨.અતુલ મુલાણી ( ભૂખ્યા ને ભોજન નામથી સંસ્થા ચલાવી દરરોજ ૩૦૦ થી વધુ ગરીબો ને ખાવાનું આપે છે )
૩.દિક્ષા વાનિયા ( રસ્તાઓ પર નીકળી ને ગરીબોને નાસ્તો ,ખાવાનું ,કંબલ વિતાન વગેરે )
૪.મહમ્મદ ફાંસીવાલા “મરણોપરાંત “ ( આરોગ્ય ક્ષેત્રે ઉમદા કાર્ય )
૫.ફેસલ પટેલ ( એચએમપી ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવી ગરીબો ની સેવા )
૬..રાકેશ ભટ્ટ (સેવા યજ્ઞ સમિતિ દ્વારા લોકસેવા )
ભારતીય સેના
૧. શહીદ યુસુફ ખીલજી “મરણોપરાંત “ ( વર્ષ ૨૦૦૪ માં કારગિલ યુધ્ધ માં શહીદ )
ઉદ્યોગ ક્ષેત્રે
૧.અશોક પંજવાની ( પર્યાવરણ બાબતે સારું કાર્ય અને દરરોજ ૧૫૦૦૦ જેટલા કર્મચારીઓ ને મફત ભોજન )
૨.ડી આનંદપુરા ( અંકલેશ્વર ઓદ્યોગીક વિસ્તાર માં સિંહફાળો )
3.એમ એસ જોલી (ઉદ્યોગ અને ફિલ્મ ક્ષેત્રે )
રાજનીતિ અને લોકસેવા
૧. એહમદ પટેલ ( રાજનીતિ ક્ષેત્રે ભારતભર માં ભરુચનું નામ રોશન કર્યું
૨.મનસુખ વસાવા (સતત ૬ વાર લોકસભા સાંસદ બન્યા )
૩.છોટુભાઈ વસાવા ( આદિવાસી સમાજ ના નેતા સતત ધારાસભ્ય બન્યા )
અભ્યાસ ક્ષેત્રે
૧. ડો સુનિલ ભટ્ટ ( નરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર પેહલા ભારતીય )
૨.ડો.ખુશ્બુ પંડયા (શોશ્યલ મીડિયા પર પીએચડી કરનાર પેહલા ભારતીય )
૩.ડો. અશ્વિન કાપડિયા ( ભરૂચના પેહલા વ્યક્તિ જેઓ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર રહ્યા )
આરોગ્ય ક્ષેત્રે
૧.ડો સુકેતુ દવે ( છેલ્લા ૨૦ વર્ષ થી મનમેળાપ કરીને સેવા આપનાર )
ફિલ્મ અને કલાજગત ક્ષેત્રે
૧.ડો તરુણ બેન્કર ( ભરુચ માં રહીને ઘણી ફિલ્મો માં કામ કર્યું અને એજ વિષય પર પીએચડી કર્યું હાલ નિર્માતા દિગ્દર્શક છે )
૨. ઇમરાન બાદશાહ (સીદી નું આફ્રિકા ધમાલ નૃત્ય ને દુનિયા ના વિવિધ દેશો માં પ્રદર્શન કર્યું )
પત્રકારત્વક્ષેત્રે
૧.મહેન્દ્ર ભાઈ ગાંધી (યુવાની થી જૈફ વાય ની વયે પણ પત્રકારત્વ ,ગાંધીવાદી વિચારધારા )

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅધિકારીઓના નામે રૂપાણી સામે હવે મનસુખ વસાવાએ તલવાર ખેંચી….!!
Next articleગાંધીનગર ગુરુકુળ દ્વારા વિશ્વની સૌ પ્રથમ બોલતી શિક્ષાપત્રી ગ્રંથનું વિમોચન